pics : જગ્ગા જાસૂસમાં રણબીર-કૅટરીના, પાંચ વર્ષે ચમકશે જોડી!
મુંબઈ, 21 જાન્યુઆરી : બૉલીવુડમાં છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી કોઈ જોડી હોય, તો તે રણબીર કપૂર અને કૅટરીના કૈફની જોડી છે. પડદા ઉપર ફિલ્મોની વધુ સંખ્યા નહીં ધરાવતી આ જોડી ઑફસ્ક્રીન ખૂબ જ ચર્ચામાં છે અને તે પણ તેમના લવ-અફૅરના પગલે.
પરંતુ આ જોડી હવે રૂપેરી પડદે કમબૅક કરી રહી છે. અનુરાગ કશ્યપ દિગ્દર્શિત ફિલ્મ જગ્ગા જાસૂસમાં રણબીર કપૂર સાથે કૅટરીના કૈફની જોડી બનશે. રણબીર-કૅટની જોડીની આ ત્રીજી ફિલ્મ હશે. એટલું જ નહીં, દર્શકોને પાંચ વરસ બાદ આ જોડી ફરીથી પડદા ઉપર જોવાની તક મળશે.
રણબીર કપૂર અને કૅટરીના કૈફની જોડી અત્યાર સુધી બે જ ફિલ્મોમાં ચમકી છે. તેમની પહેલી ફિલ્મ હતી અજબ પ્રેમ કી ગઝબ કહાની કે જે સફળ ફિલ્મ હતી, તો બીજી ફિલ્મ રાજનીતિ હતી. 2010માં આવેલી રાજનીતિમાં બંનેએ સાથે કામ કર્યું, પરંતુ આ ફિલ્મ જોડી પર આધારિત ફિલ્મ ન હોવાથી રણબીર-કૅટની જોડીની ખાસ નોંધ લેવાઈ નહીં.
આવો તસવીરો સાથે જોઇએ રણબીર-કૅટ અને જગ્ગા જાસૂસની વધુ વિગતો :

રણબીર બનશે જાસૂસ
અનુરાગ બાસુ દિગ્દર્શિત જગ્ગા જાસૂસ ફિલ્મ 29મી મે, 2015ના રોજ રિલીઝ થશે. રણબીર કપૂર ફિલ્મમાં જાસૂસના રોલમાં દેખાશે.

મિશન ઇમપૉસિબલ
શરલૉક હોમ્સ, જેમ્સ બૉન્ડની મિશન ઇમપૉસિબલની જેમ જગ્ગા જાસૂસ મનોરંજક ફિલ્મ હશે કે જેમાં એક્શન, કૉમેડી અને મ્યુઝિક બધુ હશે.

રણબીર-કૅટ
ફિલ્મમાં રણબીર કપૂર અને કૅટરીના કૈફ લીડ રોલમાં છે.

ત્રીજી ફિલ્મ
જગ્ગા જાસૂસ રણબીર-કૅટની ત્રીજી ફિલ્મ હશે. અગાઉ બંને અજબ પ્રેમ કી ગઝબ કહાની અને રાજનીતિ ફિલ્મોમાં આવી ચુક્યાં છે.

ગોવિંદા પિતા તરીકે
જગ્ગા જાસૂસ ફિલ્મમાં પહેલી વાર ગોવિંદા પિતાના રોલમાં આવી રહ્યાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
