જ્હાનવી કપૂરની ફિલ્મના સેટ પર પહોંચ્યા ખેડૂતો, બોલ્યા- શૂટિંગ પહેલા આંદોલન પર નિવેદન આપો
નવી દિલ્લીઃ ફિલ્મ અભિનેત્રી જ્હાનવી કપૂર હાલમાં પંજાબમાં પોતાની આવનારી ફિલ્મનુ શૂટિંગ કરી રહી હતી. ફિલ્મના શૂટિંગ દરમિયાન એ વખતે હોબાળો થઈ ગયો જ્યારે સેટની બહાર અમુક ખેડૂત સંગઠનના લોકો પહોંચી ગયા અને ખેડૂત આંદોલન અંગે જ્હાનવીનુ મંતવ્ય જાણવા માંગ્યુ. ફિલ્મ સાથે જોડાયેલા લોકોએ જ્યારે જ્હાનવી તરફથી ખેડૂત આંદોલનના સમર્થનની વાત કહી તો ખેડૂતો પાછા આવ્યા અને શૂટિંગ શરૂ થયુ.

પંજાબના ફતેહગઢ સાહિબમાં જ્હાનવી કરી રહી છે શૂટિંગ
જ્હાનવી કપૂરની નવી ફિલ્મ ગુડ લક જેરીનો સેટ પંજાબના ફતેહગઢ સાહિબના બસ્સી પઠાનામાં લાગેલો છે. અહીં ફિલ્મની ટીમ પહોંચી ગઈ હતી કે ત્યારે જ ખેડૂત સંગઠનના લોકોએ શૂટિંગ અટકાવી દીધુ. ખેડૂતો આ વાત પર અડી ગયા કે પહેલા જ્હાનવી ખેડૂત આંદોલન માટે પોતાનુ મંતવ્ય આપે. ત્યારબાદ જ્હાનવીએ સોશિયલ મીડિયા પર ખેડૂત આંદોલનના સમર્થનમાં લખ્યુ ત્યારબાદ શૂટિંગ શરૂ થયુ.

જ્હાનવીએ કર્યુ ખેડૂતોનુ સમર્થન
જ્હાનવી કપૂરે ખેડૂત આંદોલનને સપોર્ટ કરીને પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી. તેણે લખ્યુ, ખેડૂત આપણા દેશનુ દિલ છે. તે આપણા અન્નદાતા છે. હું આનુ મહત્વ સમજુ છુ અને આશા રાખુ છુ કે જલ્દી કોઈ રસ્તો નીકળે જે આપણા ખેડૂતના હિતમાં હોય. જ્હાનવીની આ પોસ્ટ બાદ જ ફિલ્મનુ શૂટિંગ શરૂ થઈ શક્યુ.

ખેડૂત અમુક બૉલિવુડ કલાકારો પર નારાજ
ખેડૂત આંદોલનને પંજાબના કલાકારોનુ સમર્થન મળી રહ્યુ છે. બૉલિવુડના પણ ઘણા સ્ટાર્સ તેમના સમર્થનમાં છે. વળી, અમુક બૉલિવુડ કલાકારોએ આંદોલનના વિરોધમાં ટ્વિટ કર્યુ છે. ખાસ કરીને કંગના રનોતના ખેડૂત આંદોલન પર વાંધાજનક ટિપ્પણીઓ કર્યા બાદ પંજાબમાં બૉલિવુડના કલાકારો માટે ગુસ્સો જોવા મળ્યો છે. જ્હાનવી કપૂરને પણ ખેડૂતોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો. તમને જણાવી દઈએ કે ગુડ લક જેરીમાં જ્હાનવી પંજાબની યુવતી છે. ફિલ્મનો પહેલો લુક પણ સામે આવ્યો છે જેમાં જ્હાનવી પંજાબની ગલીઓમાં વાદળી રંગના સૂટ અને ઓરેન્જ ચૂંદડીમાં જોવા મળી રહી છે.
'તાંડવ' માટે સૈફ અલી ખાન સીખ્યા સંસ્કૃત, કેટલાય ખુલાસા કર્યા