જાવેદ અખ્તરે ટ્વિટ કરીને જણાવ્યુ હવે કેવી છે શબાના આઝમીની તબિયત
બોલિવુડ અભિનેત્રી શબાના આઝમી મુંબઈ-પૂણે એક્સપ્રેસવે પર રોડ એક્સિડન્ટમાં ઘાયલ થઈ ગયા હતા. તેમની તબિયત હવે પહેલા કરતા સારી છે. અભિનેત્રીની તબિયત વિશે તેમના પતિ અને લેખક જાવેદ અખ્તરે એક ટ્વિટ કર્યુ છે. પોતાના ટ્વિટમાં તેમણે એ દોસ્તો અન શુભચિંતકોનો આભાર માન્યો છે, જે શબાનાની તબિયત માટે ચિતિંત છે. તેમણે કહ્યુ કે તમને સહુને જણાવવા ઈચ્છીશ કે તેમની તબિયતમાં પહેલા કરતા સુધારો થઈ રહ્યો છે અને જલ્દી તેમને સામાન્ય રૂમમાં મોકલી દેવામાં આવશે.

શબાનાની તબિયતમાં સુધારો
જાવેદ અખ્તરે બુધવારે ટ્વિટ કરીને કહ્યુ, ‘અમારો પરિવાર એ બધા દોસ્તો અને શુભચિંતકોનો આભાર માનવા ઈચ્છે છે, જે શબાના આઝમી માટે ચિંતિત હતા અને પોતાના સંદેશ મોકલ્યા. હું તમને જણાવવા ઈચ્છીશ કે તેમની તબિયતમાં પહેલાથી ઘણો સુધારો આવી રહ્યો છે અને કદાચ કાલે જ તેમણે સામાન્ય રૂમમાં મોકલી દેવામાં આવશે.' તમને જણાવી દઈએ કે શબાના આઝમીની તબિયત પર ચિંતા વ્યક્ત કરીને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કર્યુ હતુ.
|
દૂર્ઘટના સમયે પતિ જાવેદ અખ્તર હતા સાથે
ઉલ્લેખનીય છે કે શનિવારે મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર ખાલાપુર ટોલ પ્લાઝા પાસે શબાના આઝમીની કાર અને એક ટ્રક વચ્ચે ટક્કર થઈ ગઈ હતી જેમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. આ દૂર્ઘટના દરમિયાન શબાના આઝમીના પતિ જાવેદ અખ્તર પણ એ સમયે તેમની સાથે હતા. જો કે આ ઘટનામાં તેમને કોઈ ઈજા થઈ નહોતી.

બધા રિપોર્ટ્સ પોઝિટિવ છે
એક મીડિયા રિપોર્ટ અનુસાર જાવેદ અખ્તરે જણાવ્યુ કે બધા રિપોર્ટ્સ પોઝિટિવ છે. શબાનાને વધુ નુકશાન થયુ નથી. તમને જણાવી દઈએ કે ફરહાન અખ્તર, શિબાની દાંડેકર, તબ્બુ, અનિલ કપૂર અને તેમની પત્ની સુનીતા, સતીશ કૌશિક સહિત ઘણા બોલિવુડ કલાકારો શબાના આઝામીને જોવા હોસ્પિટલ પહોંચ્યા હતા.
આ પણ વાંચોઃ નિર્ભયાઃ ઈન્દિરા જયસિંહ પર ભડકી કંગના, 'આવી મહિલાઓની કૂખે જ પેદા થાય છે રેપિસ્ટ'