દિપીકા પાદુકોણનો ભારતીય અંદાજ જોઇને પડી જશો પ્રેમમાં!
વેલ, સૌ કોઇ જાણે છેકે દિપીકા પાદુકોણ ફેશન ક્વીન છે, અને તેનામાં ગજબની ફેશન સેન્સ પણ છે. અને તે વાતે કોઇ વિવાદ પણ નથી. હાલમાં જ દિપીકા પાદુકોણે એક પ્રમોશન એડ માટે સાડીમાં સુંદરત્તમ ફોટોશુટ કરાવ્યું હતુ, તે તસવીરો જોઇને તમે પણ તેના કાયલ થઇ જશો.
તસવીરોમાં જોઇ શકાય છેકે દિપીકા લાલ તેમજ ગોલ્ડ કાંજીવરમ સાડીમાં હ્રદયનો ધબકાર ચૂકી જવાય તેવી સુંદર લાગી રહી છે. આ સાડી સબ્યાસાચીએ ડિઝાઇન કરી છે, સબ્યાસાચીની સુંદર મહેનત પણ તે સાડીમાં નિહાળી શકાય છે.
વેલ, પ્રોફેશ્નલ ફ્રંન્ટ પર દિપીકા પાદુકોણ અને રણબીર કપૂરની આગામી ફિલ્મ તમાશા 22 ઓક્ટોબરના રોજ રિલીઝ થઇ રહી છે. જેની ફેન્સ ખુબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે.
તો સાથે જ દિપીકાની મોસ્ટવેઇટેડ ફિલ્મ બાજીરાવ મસ્તાની કે જેમા રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરા છે, તે ફિલ્મ પણ પાઇપ લાઇનમાં જ છે. આ ફિલ્મ સંજય લીલા ભણશાલીએ ડીરેક્ટ કરી છે. અને 18 ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ રહી છે.
હમમમ..હવે ટાઇમ વેસ્ટ નહીં કરીને પારંપરિક પરિધાનમાં દિપીકાના અદભૂત ફોટોમાં તેની અતુલ્ય સુંદરતાને નિહાળીશું.

હ્રદયનો ધબકાર ચૂકવી દેતી સુંદરતા
સબ્યાસાચીની આ પારંપરિક સાડીમાં દિપીકાની સુંદરતા હ્રદયનો ધબકાર ચૂકવી દે તેવી છે.

દુલ્હનનું લુક
લાલ પારંપરિક સાડીમાં દિપીકા દુલ્હનના લુકમાં અતુલ્ય લાગી રહી છે.

Close Up
પારંપરિક સાડીમાં દિપીકાનો ક્લોઝઅપ લુક કોઇને પણ તેના કાયલ કરી શકે છે.

Picture Perfect
આ તસવીરને જોઇને ચોક્કસ કહી શકાય કે તે જાણે છેકે આ સાડીને કેવી રીતે પરફેક્ટ લુક આપી શકાય છે.

Black Magic
સબ્યાસાચીની ડીઝાઇન કરેલી આ સાડીમાં દિપીકા ઘણી સુંદર લાગી રહી છે. આંખનો પલકારો માર્યા વગર તમે આ તસવીરને જોઇ શકો છો.

પીકુ પ્રમોશન
દિપીકાની મોસ્ટ સક્સેસ ફિલ્મોમાં એક પીકુ છે. દિપીકા જ્યારે પીકુનું પ્રમોશન કરી રહી હતી ત્યારે પણ ટ્રેડીશ્નલ પરિધાનમાં સુંદર લાગી રહી હતી.

ગોલ્ડન બ્યુટી
અને હવે જુઓ ગોલ્ડન નેટ સાડીમાં દિપીકાનું આ લુક. બસ એટલું જ કહી શકાય કે માઇન્ડ બ્લોઇંગ.....

At IIFA
આ તસવીર આઇફા અવોર્ડઝ દરમ્યાનની છે. જ્યાં દિપીકાએ ગોલ્ડ એન્ડ રેડ ટ્રેડીશ્નલ સાડીમાં પોઝ કર્યું હતુ.












Click it and Unblock the Notifications
