જયા પ્રદા માટે એક્ટર બન્યાં લાલુ યાદવ-અમર સિંહ
મુંબઈ, 18 માર્ચ : સિને દર્શકો માટે એક સારાં સમાચાર છે કે તેમના પ્રિય રાજકીય સિતારાઓ હવે ફિલ્મોમાં એક્ટિંગ કરતાં દેખાશે. હા જી, આપ બરાબર સમજ્યાં. હવે આપની સામે ટુંકમાં જ આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવ અને ભૂતપર્વ એસપી નેતા અમર સિંહ અભિનેતા તરીકે રજૂ થશે.

મળતી માહિતી મુજબ ભોજપુરી રીમેક માતૃ દેવો ભવઃ ફિલ્મ કે જે તેલુગુમાં બની રહી છે, તેમાં શત્રુઘ્ન સિન્હા, જયાપ્રદા, મનોજ તિવારી, લાલુ પ્રસાદ યાદવ અને અમર સિંહ નજરે પડનાર છે. કહે છે કે આ ફિલ્મ મે માસમાં રિલીઝ થશે. અડધાથી વધુ ફિલ્મ બનીને તૈયાર થઈ ગઈ છે. ફિલ્મના મુખ્ય કલાકારો છે શત્રુઘ્ન અને જયા પ્રદા.
જયા પ્રદાના પર્સનલ અનુરોધે શત્રુઘ્ન સિન્હા અને લાલુ પ્રસાદ યાદવે ફિલ્મમાં કર્યું છે. કહેવાઈ રહ્યું છે કે દિનકર કપૂર દ્વારા દિગ્દર્શિત માતૃ દેવો ભવઃ ફિલ્મમાં લાલુ પ્રસાદ યાદવ ઉદ્યોગપતિ, અમર સિંહ વકીલ અને બિહારના યુવા કલાકાર શક્તિએ વિલનની ભૂમિકા ભજવી છે. જોકે આ પહેલો મોકો નથી કે જ્યારે લાલુ રજતપટેલ નજરે પડશે. આ અગાઉ સુનીલ શેટ્ટીની ફિલ્મ પદ્મશ્રી લાલુ પ્રસાદ યાદવમાં પણ તેઓ એક્ટિંગ કરી ચુક્યાં છે.
જોઇએ હવે લાલુ અને અમર સિંહ ફિલ્મી પડદે એક સાથે કઈ કમાલ કરે છે, કારણ કે રીયલ લાઇફમાં બંને રીલ લાઇફના જોરદાર ડાયલૉગ મારવા માટે જાણીતાં છે.












Click it and Unblock the Notifications
