• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મે ક્યારેય ધ્યાન ન આપ્યુ કે લોકો મારી બૉડી ટાઈપ વિશે શું વાત કરી રહ્યા છેઃ શાલિની પાંડે

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ 'જયેશભાઈ જોરદાર' સાથે મોટા પડદે હિંદી ફિલ્મોમાં પોતાનુ ડેબ્યુ કરવા જઈ રહેલા શાલિની પાંડેએ પોતાના શારીરિક પરિવર્તથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા છે. તે જબરદસ્ત ફિટ જોવા મળી રહી છે અને સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ ફોટા જોઈને લોકો આશ્ચર્યચકિત છે. અર્જૂન રેડ્ડીમાં આપેલા પોતાના કમાલના પર્ફોર્મન્સથી નામના મેળવનાર શાલિનીનુ કહેવુ છે કે તેણે ઈન્ડસ્ટ્રીમાં ખાસ રીતે દેખાવા માટેનુ દબાણ ક્યારેય નથી અનુભવ્યુ.

હંમેશાથી મારા ફિઝિક પર ભરોસો

હંમેશાથી મારા ફિઝિક પર ભરોસો

શાલિની જણાવે છે કે મને હંમેશાથી મારા ફિઝિક પર ભરોસો રહ્યો છે અને મે ક્યારેય એના પર ધ્યાન નથી આપ્યુ કે લોકો મારા શરીર વિશે શું વાતો કરી રહ્યા છે. શારીરિક રીતે હું જે પણ ફેઝમાં હતી તે મને ગમતુ હતુ અને વાસ્તવમાં કોઈ ખાસ પ્રકારની બૉડી ટાઈપ મેળવવા માટે મે પોતાના પર ક્યારેય દબાણ નથી કર્યુ.

હું મારા લુકથી ખૂબ ખુશ છુ

હું મારા લુકથી ખૂબ ખુશ છુ

તે સ્વીકારે છે કે લુક માટે મહિલાઓની કારણ વિના ટીકા કરવામાં આવે છે. તેણે કહ્યુ કે મારુ માનવુ છે કે શારીરિક રીતે એક ખાસ પ્રકારના દેખાવ માટે મહિલાઓ પર ખૂબ દબાણ હોય છે અને આ સારી વાત નથી. માટે હું મારામાં આવેલ શારીરિક ફેરફારને કોઈ ટ્રાન્સફૉર્મેશન તરીકે નથી જોતી. હું તેને મારી બૉડીના એ ફેઝ તરીકે જોઉ છુ જેનો પોતાની યોગ્ય ભૂમિકા નિભાવવા માટે સ્ક્રીન પર બતાવવા માટે મેળવવામાં આવે છે. હું મારા વર્તમાન લુકથી ખૂબ ખુશ છુ અને આનાથી મને શાંતિ મળે છે.

 હું ફિટનેસની દિવાની રહી છુ

હું ફિટનેસની દિવાની રહી છુ

શાલિનીનુ કહેવુ છે કે પોતાના આરોગ્ય માટે તે હંમેશાથી સાવચેત અને જાગૃત રહી છે. તેણે જણાવ્યુ કે, 'મે અત્યાર સુધીની જિંદગીમાં હંમેશા હેલ્થી ફૂડ જ ખાધુ છે. હું હંમેશા ખેલકૂદમાં ભાગ લેતી રહી છુ અને 5માં ધોરણથી મે સ્વીમિંગ શરૂ કરી દીધુ હતુ. વાસ્તવમાં હું વિવિધ રમતો રમતી હતી જેમાં બેડમિન્ટન અને વૉલીબોલ પણ શામેલ છે. હું બહુ આઉટડોર ટાઈપની બાળકી હતી. ખરેખર હું ફિટનેસની દિવાની રહી છુ.'

વજન ઘટાડવા શાલિની પાંડેએ શું કર્યુ

વજન ઘટાડવા શાલિની પાંડેએ શું કર્યુ

શાલિની કહે છે કે, 'વજન ઘટાડવાની આ ખાસ જરૂરત માટે મારે ખાવા-પીવાના એક પ્લાન પર અમલ કરવો પડ્યો અને સૌભાગ્યથી હું એક એવી ફિલ્મ કરી રહી હતી જેમાં ડાંસ રિહર્સલ બહુ કરવાનુ હતુ. જેના કારણે મારુ વજન ઘટાડવામાં મદદ મળી. માટે હું એવુ કંઈ ખાસ નથી જણાવી શકતી જે પોતાનુ વજન ઘટાડવા માટે મે કર્યુ હોય. પરંતુ મને લાગે છે કે ખાવા-પીવાનુ ચુસ્ત પાલન મારા કામ લાગ્યુ. હું રોજના ચાર કલાક ડાંસ કરતી હતી અને આ કાર્ડિયો સાથે જોડાયેલી પૂરતી ગતિવિધિ હતી જેના કારણે મને ઘણી મદદ મળી.'

રણવીર સિંહની ઑપોઝિટ

રણવીર સિંહની ઑપોઝિટ

શાલિની 'જયેશભાઈ જોરદાર'ની બિગ સ્ક્રીન રિલીઝ માટે ખૂબ ઉત્સાહિત છે જેમાં તે સુપરસ્ટાર રણવીર સિંહની ઑપોઝિટ અભિનય કરી રહી છે. તે જણાવે છે કે તેને પોતાની ફિલ્મને થિયેટરોમાં રિલીઝ થતી જોવાની ઉત્તેજનાની મઝા આવી રહી છે અને અપેક્ષાઓ પર ખરા ઉતરવાનુ તે કોઈ દબાણ નથી અનુભવી રહી. રણવીરે જયેશભાઈ જોરદારની સ્ક્રિપ્ટને ચમત્કારિક ગણાવીને તેની ખૂબ પ્રશંસા કરી હતી.

English summary
Jayeshbhai Jordaar actress Shalini Pandey says I don't care what people are saying for my body
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X