Pics : ફરી સાથે જોવા મળી શકે દિલ મિલ ગયે ફૅમ જોડી!
મુંબઈ, 9 જાન્યુઆરી : સરસ્વતી ચંદ્રની કુમુદ છેલ્લા કેટલાંક સમયથી શોમાંથી ગાયબ છે. હા જી, અમે વાત કરી રહ્યાં છે કુમુદનો રોલ કરતાં જેનિફર વિંગેટની. કુમુદની ગેરહાજરીના કારણે સવાલો ઊભા થવા લાગ્યાં છે કે આખરે સરસ્વતી ચંદ્રની કુમુદ છે ક્યાં?
હેરાન થવાની જરૂર નથી. અમે આપને બતાવીએ કે કુમુદ ક્યાં છે. કુમુદ છે તેના અસલી સરસ્વતી ચંદ્રની બાહોમાં. આપ ન જાણતા હોય, તો બતાવી દઇએ કે કુમુદ એટલે કે જેનિફર વિંગેટનો અસલી સરસ્વતી ચંદ્ર છે કરણ સિંહ ગ્રોવર. કુબૂલ હૈ શોમાંથી તાજેતરમાં જ બાકાત કરાયેલા કરણ સિંહ ગ્રોવર અને જેનિફર વિંગેટ આજકાલ એક-બીજા સાથે છે અને કહે છે કે બંને ટુંકમાં જ એક શોમાં સાથે કામ કરવાનું આયોજન કરી રહ્યાં છે.
કરણ સિંહ ગ્રોવરને તાજેતરમાં જ જાણીતા શો કુબૂલ હૈમાંથી હાંકી કઢાયાં છે. શોમાંથી હકાલપટ્ટી થતાં કરણે દુઃખ વ્યક્ત કર્યું અને જણાવ્યું કે તેમની સાથે જે થયું, તે ખોટુ થયું છે. બીજી બાજુ શોના સંચાલકોનો આરોપ છે કે કરણ સિંહ ગ્રોવર સેટ ઉપર અનિયમિત હતાં અને તેથી અમારે તેમને કાઢવા પડ્યાં.
કરણની હકાલપટ્ટી દરમિયાન અને તે પહેલા તેઓ શોના ઘણા એપિસોડ્સમાંથી ગાયબ હતાં, તો બીજી બાજુ સરસ્વતી ચંદ્રમાંથી કુમુદ એટલે કે જેનિફર વિંગેટ પણ કેટલાંક એપિસોડમાંથી ગાયબ છે. જેનિફરે પોતે જ થોડાક સમય માટે વિરામ માંગ્યો હતો, પરંતુ આની પાછળનું કારણ એ છે કે જેનિફર અને કરણ એક-બીજા સાથે એક શો તૈયાર કરવાનું આયોજન કરી રહ્યાં છે.
જેનિફર વિંગેટ અને કરણ સિંહ ગ્રોવર પતિ-પત્ની છે અને બંને દિલ મિલ ગયે શો દ્વારા જાણીતા બન્યા હતાં. આ શો બાદ જ જેનિફર અને કરણે લગ્ન કર્યા હતાં.
જો આ વાત સાચી હોય, તો ફૅન્સને આ જોડી ફરી વાર માણવા મળી શકે છે :

પતિ-પત્ની સાથે આવશે?
પતિ-પત્ની એટલે કે કરણ-જેનિફર પોતાના એક પ્રોજેક્ટમાં સાથે કામ કરવાની તૈયારી કરી રહ્યાં છે.

કુમુદ ગાયબ
છેલ્લા કેટલાંક એપિસોડથી સરસ્વતી ચંદ્રમાંથી કુમુદ એટલે કે જેનિફર વિંગેટ ગાયબ છે. જેનિફરે જણાવ્યું કે તેઓ પોતાના પતિને સહકાર આપી રહ્યાં છે તેમના આગામી પ્રોજેક્ટ માટે.

એસએલબીનો સાથ છુટ્યો
સરસ્વતી ચંદ્રની શરુઆત સંજય લીલા ભાનુશાળીના શો તરીકે થઈ હતી, પરંતુ પાછળથી તેમણે આ શો છોડી દીધો હતો.

જેનિફર-કરણ
જેનિફર-કરણ હાલમાં એક જ નાવડીમાં સવારી કરવાની તૈયારી કરી રહ્યાં છે.

કુબૂલ હૈમાંથી હકાલપટ્ટી
કરણ સિંહ ગ્રોવરને તાજેતરમાં જ કુબૂલ હૈ શોમાંથી કાઢી નંખાયાં છે.

જેનિફર છોડશે સરસ્વતી ચંદ્ર?
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું પતિ કરણ માટે જેનિફર સરસ્વતી ચંદ્ર શો છોડી દેશે?

મોસ્ટ વૉન્ટેડ કપલ
કરણ-જેનિફર નાના પડદાના મોસ્ટ વૉન્ટેડ કપલ્સમાંના એક છે. બંનેનો એક-બીજા સાથેનો શો લાંબા સમયથી પાઇપ લાઇનમાં છે. બંનેએ દિલ મિલ ગયે સીરિયલમાં અરમાન અને રિદ્ધિમા તરીકેની ભૂમિકા કરી હતી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
