મદ્રાસ કૅફેમાં દેખાશે જ્હૉનનો નવો અવતાર
મુંબઈ, 23 જુલાઈ : આપના મનપસંદ અભિનેતા જ્હૉન અબ્રાહમ પોતાની આવનાર ફિલ્મ મદ્રાસ કૅફેમાં એકદમ અલગ અંદાજમાં દેખાશે. એમ કહો કે લોકોને તેમનો નવો અવતાર આ ફિલ્મમાં દેખાશે. જોરદાર શારીરિક સૌષ્ઠવ માટે જાણીતાં જ્હૉને પોતાની આવનાર ફિલ્મ મદ્રાસ કૅફે માટે વજન પણ ઘટાડ્યું છે. રાજકીય રોમાંચ ધરાવતી આ ફિલ્મના દિગ્દર્શક સુજીત સરકાર છે.

આતંકવાદ તેમજ ગૃહ યુદ્ધનું ચિત્રણ કરનાર મદ્રાસ કૅફે ફિલ્મમાં જ્હૉન અબ્રાહમ તથા નરગિસ ફખરી લીડ રોલમાં છે. ફિલ્મનું શૂટિંગ ભારત તેમજ શ્રીલંકામાં થયું છે. જ્હૉન અંગે સુજીત સરકારે જણાવ્યું - મેં જ જ્હૉનને ફિલ્મ માટે વજન ઘટાવડા કહ્યુ હતું. ફિલ્મની ડિમાંડ હતી કે જો જ્હૉન અબ્રાહમ ભીડમાં ઊભા હોય, તો સૌથી જુદા ન દેખાય, પણ ભીડનો જ ભાગ દેખાય. ફિલ્મની મુખ્ય બાબત જ્હૉન નહિં, પણ ફિલ્મની વાર્તા ને ફિલ્મની સામગ્રી છે. લોકોને ફિલ્મમાં જ્હૉન અબ્રાહમ નવા અવતારમાં દેખાશે.
સુજીત સરકાર તેમજ જ્હૉન અબ્રાહમ આ અગાઉ ફિલ્મ વિકી ડૉનરમાં સાથે કામ કરી ચુક્યાં છે. સરકારનું કહેવું છે કે જ્હૉન સાથે તેમના સારા સંબંધો છે. અમે સારા મિત્રો છીએ. નોંધનીય છે કે મદ્રાસ કૅફે ફિલ્મ 23મી ઑગસ્ટના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર ફરહાન અખ્તર અભિનીત ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ સાથે રિલીઝ કરાયુ હતું.












Click it and Unblock the Notifications
