આલિયા ઉવાચ્ : મોદીનું ફર્સ્ટ નેમ ‘અબકી બાર’... હા હા હા!

મુંબઈ, 9 જૂન : કૉફી વિથ કરણમાં આલિયા ભટ્ટે આવી પોતાના જનરલ નૉલેજની જે ધજ્જીઓ ઉડાવી છે કે પછી તો લોકોએ પણ કોઈ કસર ન છોડી આલિયાના જનરલ નૉલેજની ફજેતી કરવામાં. આજકાલ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર પણ આલિયા ભટ્ટ અંગે દરરોજ કંઇકને કંઇક મજાક બનતી હોય છે અને લોકો ખૂબ જ રસ સાથે આ જોક્સ શૅર કરે છે. વૉટ્સ એપ કે જે આજકાલ નેટવર્કિંગ સૉફ્ટવૅરમાં સૌથી વધુ પૉપ્યુલર થતું જાય છે, તેની ઉપર પણ આલિયા ભટ્ટ અંગે અનેક જોક્સ બને છે. આ જોક્સ વાંચીને આપ પણ પોતાની જાતને હસતા નહીં રોકી શકો.

આલિયા ભટ્ટ અંગે જોક્સ બનવાની શરુઆત ત્યારે થઈ કે જ્યારે તેમણે પોતાના મેંટર કરણ જૌહરના ટેલીવિઝન શો કૉફી વિથ કરણમાં ભરતના રાષ્ટ્રપતિ અંગેના સવાલના જવાબમાં પૃથ્વીરાજ ચૌહાણ કહ્યું. આ જવાબને લઈને કરણ જૌહર પોતે ઘણી વાર સુધી હસતા રહ્યાં. કરણે શોની બીજી સીઝનમાં જ્યારે ફરીથી આલિયાને બોલાવી, તો આલિયા સમ્પૂર્ણપણે તૈયાર થઈને આવ્યાં. દેશના તમામ રાષ્ટ્રપતિઓના નામો યાદ કરીને આવ્યાં, પરંતુ જ્યારે કરણે તેમને પૂછ્યું કે બીજેપીનું ફુલ ફૉર્મ શું છે, તો આલિયા પુનઃ મોટુ બ્લંડર કરી બેસ્યાં. પછી તો આલિયા ભટ્ટ અંગે સતત જોક્સ બનતા રહ્યાં અને લોકો હસતા-હસતા આ જોક્સ સર્ક્યુલેટ પણ કરતા રહ્યાં.

ચાલો તસવીરો સાથે આપણે અહીં જોઇએ મજાના જોક્સ :

દેસી ફૂડ પાસ્તા

દેસી ફૂડ પાસ્તા

કરણે આલિયાને પૂછ્યું - તમારૂં સૌથી વધુ મનપસંદ ફૂડ કયું છે?

આલિયા બોલી - દેસી
કરણ - નામ?
આલિયા - પાસ્તા

શાહરુખ, નહીં કબીર

શાહરુખ, નહીં કબીર

સવાલ - ભારતના મહિલા હૉકી ટીમના કોચ કોણ છે?
આલિયા - શાહરુખ ખાન.., નહીં નહીં... સૉરી, કબીર ખાન.

આલિયા કેબીસીમાં

આલિયા કેબીસીમાં

અમિતાભ બચ્ચન - આમાંથી સૌથી મોટું શું છે?
એ-મગફળી
બી-ચંદ્રમા
સી-હાથી
ડી-કેટલી
આલિયા - હાથી

અંડરવર્લ્ડમાં રસ નથી

અંડરવર્લ્ડમાં રસ નથી

નવજ્યોત સિંહ સિદ્ધૂ - આલિયા, આપે ડૉન બ્રૅડમૅનનું નામ સાંભળ્યું છે?
આલિયા - સૉરી, મને અંડરવર્લ્ડમાં કોઈ રસ નથી.

કો’ક આવનાર છે

કો’ક આવનાર છે

પૂજા ભટ્ટ - આલિયા, આટલી સજી-ધજીને કેમ બેઠી છે?
આલિયા - કો'ક આવનાર છે.
પૂજા - કોણ?
આલિયા - અચ્છે દિન

કોણે લખ્યું આ

કોણે લખ્યું આ

રાજીવ ગાંધી - હું શેક્સપીયર વાંચી રહ્યો છું પોતાનું જનરલ નૉલેજ વધારવા માટે.
આલિયા - અચ્છા? કોણે લખ્યું આ?

ગૂગલ પર પાસવર્ડ

ગૂગલ પર પાસવર્ડ

જ્યારે આલિયા ભટ્ટ પોતાના ફેસબુકનું પાસવર્ડ ભૂલી જાય છે, ત્યારે ગૂગલ પર સર્ચ કરે છે.

ચાર્જર તો લેતા જાવ

ચાર્જર તો લેતા જાવ

આલિયા - તમે ક્યાં જઈ રહ્યાં છો?
પોલીસ - લાઠી ચાર્જ કરવા.
આલિયા - તો ચાર્જર તો લેતા જાવ.

બસ, એક મિનિટ

બસ, એક મિનિટ

આલિયા ઍરઇંડિયાને કૉલ કરી પૂછે છે - મુંબઈથી દિલ્હીની મુસાફરી કરવામાં કેટલો સમય લાગે છે?
એજંટ - બસ, એક મિનિટ મૅમ.
આલિયા - ઓહ, થૅંક યૂ.

અબકી બાર

અબકી બાર

સવાલ - મોદીજીનું પહેલું નામ શું છે?
આલિયા - અબકી બાર.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X