For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કહાનીનું Band : ભગવાન આવો સુપર નોકર સૌને આપે...

|
Google Oneindia Gujarati News

ડેવિડ ધવન અને ગોવિંદાની જોડીએ 90ના દાયકામાં જે ધમાલ મચાવી હતી, તેવી ધમાલ કદાચ સિલ્વર સ્ક્રીન પર ફરીથી જોઈ શકાય છે. ગોવિંદાએ ડેવિડની 17 ફિલ્મોમાં કામ કર્યુ છે કે જેમાંની મોટાભાગની કૉમેડી ફિલ્મો હતી, પરંતુ તેમની નંબર વનની યાદી વાળી ફિલ્મોએ લોકોનું ખૂબ મનોરંજન કર્યું કે જેમાં ટોચે છે હીરો નંબર 1.

વર્ષ 1997માં આવેલી હીરો નંબર 1 ફિલ્મે લોકોને ખૂબ હસાવ્યાં. જોકે હીરો નંબર 1 ઋષિકેશ મુખર્જીની ફિલ્મ બાવર્ચીથી પ્રેરિત હતી, પરંતુ આમ છતાં ગોવિંદા અને કરિશ્માની જોડીએ લોકોના દિલો જીતી લીધાં અને આ ફિલ્મ હિટ થઈ.

પરંતુ શું આપે ક્યારેય વિચાર્યું છે કે જો ફિલ્મમાં નોકર બનનાર રાજેશ એટલે કે ગોવિંદા સર્વગુણ સમ્પન્ન (ગાયક, ડાન્સર, રસોઇયો, ઇંટેલિજંટ, કૅરિંગ, ધીરજ રાખનાર) નોકરના સ્થાને કોઈ સામાન્ય યુવાન હોત તો? તો કેવી હોત રાજેશ-મીનાની પ્રેમ કહાણી?

ચાલો સ્લાઇડર વડે જાણીએ જવાબ :

સર્વગુણ સમ્પન્ન નોકર ન હોત

સર્વગુણ સમ્પન્ન નોકર ન હોત

હીરો નંબર 1માં બધુ યોગ્ય હતું, પણ કોઈ એ તો કહે કે આવો સર્વગુણ સમ્પન્ન નોકર ક્યાં મળે છે? નોકર શું, આવા છોકરા પણ ક્યાં મળે છે કે જેમને રસોઈ (ખાસ વ્યંજન), ડાન્સિંગ, મ્યુઝિક, ગીત લખતા, ગુંડાઓ સામે બાથ ભીડતા, ઇંટેલિજંટ હોવાની સાથે-સાથે કૅરિંગ કરતા પણ આવડતું હોય. છોકરીને પામવા માટે તેના ધીરજ તો જુઓ કેટલી હતી. બાપ રે, ગોવિંદા એટલે કે રાજેશ સુપર નોકર હતો, પરંતુ જો તે સામાન્ય યુવાન હોત, તો કદાચ આજે ઘરે બેસી ઑફિસમાં કામ કરતો હોત અને મીનાના લગ્ન કોઈ પણ છોકરા સાથે થઈ ચુક્યા હોત.

કાદર ખાન સખત પિતા ન હોત

કાદર ખાન સખત પિતા ન હોત

એવો પિતા ક્યાં હોય છે કે જે સવાર-સવારમાં એક ડોલ પાણી નાંખી દીકરાને જગાડે. ખેર, જો કાદર ખાન એટલે કે સેઠ ધનરાજ મલ્હોત્રા આટલો સખત પિતા ન હોતા, સામાન્ય પિતા હો, તો રાજેશ પોતાની જિંદગીથી કંટાળ્યો જ ન હોત. તે યૂરોપ ન ભાગત અને તેની મીના સાથે મુલાકાત પણ ન થઈ હોત.

મીનાનું સામાન

મીનાનું સામાન

પોતાનું તમામ સામાન ટૅક્સીમાં રાખી કોઈ ભૂલી શકે ખરો? જો મીનાએ આ ભૂલ ન કરી હોત, તો રાજેશ પોતાના રસ્તે જાત, હા ટૅક્સી લેતી વખતે મીના સાથે થયેલ મુલાકાત તેને ચોક્કસ યાદ રહેત.

એક સમયે યૂરોપમાં

એક સમયે યૂરોપમાં

માનવું પડશે... શું ટાઇમિંગ હતું હીરો-હીરોઇનનું. રાજેશને તે જ દિવસ ઘર છોડી ભાગવું હોય છે કે જે દિવસે મીનાની ફ્લાઇટ હોય છે. બંને એક સાથે યૂરોપ પહોંચી જાય છે. જો આમ ન થાત તો વાગી જાત ને કહાનીનું બૅન્ડ.

વિચિત્ર ગિફ્ટ

વિચિત્ર ગિફ્ટ

મીનાના દાદા દીનાનાથ (પરેશ રાવલ)એ પરવાનગી ન આપી હોત, તો મીના યૂરોપ જ ન જઈ શકત. એટલુ જ નહીં, એવી કઈ કૉલેજ છે કે જે ટૉપ કરવા પર વિદ્યાર્થીઓને યૂરોપ ટૂરની ટિકિટ આપે છે.

આમ થાત તો

આમ થાત તો

રાજેશ યૂરોપમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા ભારતમાં પિતા ધનરાજને ખબર પડી જાય છે કે દીકરો યૂરોપમાં છે. તે યૂરોપ જઈ દીકરાને લઈને ભારત આવે છે અને મીના સાથે તેના લગ્નની કોશિશો કરે છે, પરંતુ જો ધનરાજને જાણ જ ન થઈ હોત તો.

રાજેશ થઈ જાત ઇરિટેટ

રાજેશ થઈ જાત ઇરિટેટ

જે ઘરના લોકો ચા પણ પોતાના હાથે નથી લઈ શકતા, તે ઘરમાં ભાગ્યે જ કોઈ નોકર ટકી શકે, પણ રાજેશ તો સુપર નોકર હતો. જો રાજેશ પણ કંટાળીને ભાગી જાત, તો?

દાદાજી જોઈ જાત

દાદાજી જોઈ જાત

રાજેશ-મીના આખા ઘરમાં ફરીને ગાય છે - તુમ હમ પે મરતે હો, હમ તુમ પે મરતે હૈં... સાથે જ તેમનો જોરદાર ડાન્સ જોઈ કોઈને પણ ખબર નથી પડતી કે રાજેશ-મીના વચ્ચે શું ચાલે છે? એટલુ જ નહીં, દાદા દીનાનાથ પણ સાથે મળી નાચે છે. જો દીનાનાથે થોડુક મગજ કસ્યુ હોત તો?

શન્નો પોલ ખોલત

શન્નો પોલ ખોલત

રાજેશ-મીનાની કહાણીમાં મસીહાનો રોલ હતો શન્નો ફઈનો. જો શન્નો તેમની પોલ ખોલી નાંખત તો?

મીના થઈ જાત પરાઈ

મીના થઈ જાત પરાઈ

જે છોકરો મીનાને જોવા આવ્યો, તે તેને પસંદ કરી લેત અને દાદાજી પણ હા કહી તારીખ નક્કી કરી નાંખત, તો શું થાત કહાનીનું?

English summary
David Dhawan and Govinda jodi was most popular for comedy. Film Hero No.1 was one of the great work by them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X