Photos: કાજલ અગ્રવાલના તો ટશન જ ઓછા નથી થતા, જુઓ તસવીરો!
બોલીવૂડ અભિનેત્રી કાજલ અગ્રવાલની લેટેસ્ટ તસવીરો જુઓ અહીં.
બોલીવૂડની તમામ અભિનેત્રીઓને સોશ્યલ મીડિયા દ્વારા પોતાનું પ્રમોશન કરતા સારી રીતે આવડે છે. આ જ કારણ છે કે આજે ટીવી અભિનેત્રીઓના ફોલોવર્સ પણ એક મિલિયનથી વધારે છે. આજે તમે થોડાક પોપ્યુલર હોય તો બાકીની પોપ્યુલારીટી તમને સોશ્યલ મીડીયા સરળતાથી આપી દે છે. અને માટે જ પ્રિયંકા હોય કે દિપીકા તમામ અભિનેત્રી પોતાની નીત નવી તસવીરો સોશ્યલ મીડિયા પર શેયર કરવાનું નથી ભૂલતી. ત્યારે સાઉથ અને બોલીવૂડની જાણીતી અભિનેત્રી કાજલ અગ્રવાલે હાલમાં જ ઇન્ટ્રાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો મૂકી છે.
આ તસવીરોમાં કાજલ અગ્રવાલની સુંદર સ્ટાઇલ સ્ટેટમેન્ટ અને કાતિલ અદાઓનો જલવો ભારોભાર જોવા મળે છે. ત્યારે કાજલ અગ્રવાલની આવી જ કેટલીક આકર્ષક તસવીરો જુઓ અહીં.

કાજલ અગ્રવાલ
કાજલ અગ્રવાલ છેલ્લે રણદીપ હુડ્ડા સાથે બોલીવૂડ ફિલ્મ 'દો લફઝોં કી કહાની નામની ફિલ્મમાં જોવા મળી હતી. તમિલ, તેલુગુની સાથે જ હિન્દી ફિલ્મો કરતી કાજલ અગ્રવાલે સિંધમ જેવી ફિલ્મો સાથે પોતાની એક આગવી ઓળખ બોલીવૂડમાં ઊભી કરી છે.

કાજલ અગ્રવાલ
જો કે પોતાની એક્ટિંગની સાથે જ કાજલ અગ્રવાલ તેની ફેશન સેન્સ માટે પણ એટલી જ જાણીતી છે. ત્યારે હાલમાં કાજલ અગ્રવાલે તેના ઇનસ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક હોટ અને આકર્ષક તસવીરો મૂકી હતી. જેમાં તે ખુબ જ સુંદર લાગતી હતી.

કાજલ અગ્રવાલ
મૂળ મુંબઇની વતની તેની કાજલ સાઉથની ફિલ્મોમાં અભિનય કરીને પોતાની એક આગવી ઓળખ બનાવી છે. તેની મોટી આંખો અને નમણી કાયાના અનેક લોકો દિવાના છે. માટે જ અનેક લોકો સોશ્યલ મીડિયા પર તેને ફોલો કરે છે અને સાઉથ અને બોલીવૂડ બન્નેમાં તેના ચાહનારાની સંખ્યા મોટી છે.

કાજલ અગ્રવાલ
જો કે સાડી હોય કે વેસ્ટન ડ્રેસ, કાજલ અગ્રવાલની નખશિશ સુંદરતા દરેક કપડામાં અદ્ઘભૂત લાગે છે. વળી તેનો ચહેરો પણ એટલો આકર્ષક છે કે તે દરેક લૂકમાં છવાઇ જાય છે .ત્યારે આ લાલ સાડીમાં જ જોઇ લો, પરંપરાગત સાડીમાં પણ કાજલ ખૂબ જ આકર્ષક લાગે છે.

કાજલ અગ્રવાલ
કાજલ અગ્રવાલ તેલુગુ ફિલ્મ મગધીરા હીટ થયા પછી સાઉથની અનેક ફિલ્મો તેની મળવા લાગી અને તે પછી તે સાઉથની જાણીતી અભિનેત્રી બની ગઇ. અને તે પછી અજય દેવગણની સિંધમથી તેણે બોલીવૂડમાં ફરી એક વાર રિએન્ટ્રી લીધી હતી. જે પણ હિટ સાબિત થઇ હતી.












Click it and Unblock the Notifications
