લગ્ન વિના મા બનેલી કલ્કિ કોચલિને દીકરીનુ નામ રાખ્યુ Sappho, લખી ઈમોશનલ પોસ્ટ

દીકરીના જન્મ બાદ કલ્કિએ પોતાની દીકરીના નામના અનાઉન્સમેન્ટની સાથે તેના મા બનવા અંગે એક લાંબી બોસ્ટ પણ લખી છે.

બોલિવુડ અભિનેત્રી કલ્કિ કોચલિને 7 ફેબ્રુઆરીએ એક ફૂલ જેવી બાળકીને જન્મ આપ્યો છે. જો કે કલ્કિ લગ્ન વિના જ મા બની છે, તેણે પોતાના બૉયફ્રેન્ડ ગાય હર્શબર્ગના બાળકને જન્મ આપ્યો છે. દીકરીના જન્મ બાદ કલ્કિએ પોતાની દીકરીના નામના અનાઉન્સમેન્ટની સાથે તેના મા બનવા અંગે એક લાંબી બોસ્ટ પણ લખી છે.

કલ્કિએ દીકરીનુ નામ રાખ્યુ Sappho

કલ્કિએ લખ્યુ, પ્લીઝ સ્વાગત કરો Sapphoનુ, સૈફો 9 મહિના એક મોમોઝની જેમ રેપ થઈને મારા યુટ્રસમાં રહી છે, હવે થોડી સ્પેસ આપવી જોઈએ. તમારા સૌની શુભકામનાઓ અને પોઝિટિવ એનર્જી માટે ખૂબ આભાર. આ સાથે જ એ બધી મહિલાઓ માન કે જે બાળકને જન્મ આપે છે પછી ભલે તે નૉર્મલ ડિલીવરી હોય ક સી-સેક્શન.

શું હોય છે Sapphoનો અર્થ

વાસ્તવમાં Sappho લેસ્બિયન કવિ હતી જેનો જન્મ 7મી સદીમાં લેસબોસ દ્વીપના એક પરિવારમાં થયો હતો. લેસબોસમાં પેદા થવાના કારણે લેસ્બિયન કહેવાય છે. તમને જણાવી દઈએ કે દીકરીના જન્મ પહેલા કલ્કિએ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે તેણે બાળકનુ નામ વિચારી લીધુ છે જે દીકરો કે દીકરી બંને પર સૂટ કરે.

અનુરાગ કશ્યપ સાથે કર્યા હતા લગ્ન

અનુરાગ કશ્યપ સાથે કર્યા હતા લગ્ન

તમને જણાવી દઈએ કે કલ્કિએ ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સાથે વર્ષ 2011માં લગ્ન કર્યા હતા પરંતુ બંને વર્ષ 2015માં અલગ થઈ ગયા હતા. થોડા સમય પહેલા કલ્કિએ એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે તેના પૂર્વ પતિ અનુરાગ કશ્યપે તેના ગર્ભવતી હોવા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી, તેમણે પેરેન્ટ્સ ક્લબમાં મારુ સ્વાગત કર્યુ હતુ અને કહ્યુ હતુ કે જ્યારે પણ જરૂર હોય તો હું તેમને ફોન કરી શકુ છુ. તમને જણાવી દઈએ કે કલ્કિ અને તેના બૉયફ્રેન્ડ હર્શબર્ગ સાથે બે વર્ષથી છે અને કલ્કિએ ખૂબ હિંમત કરીને લગ્ન વિના બાળકને જન્મ આપવાનો નિર્ણય કર્યો હતો. જો કે તે આના માટે ઘણી ટીકાઓથી પણ ઘેરાયેલી રહી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X