જુદા-જુદા રહેશે કલ્કી-અનુરાગ, પણ છુટાછેડા નહીં લે
મુંબઈ, 14 નવેમ્બર : કલ્કી કોચલીન તેમજ તેમના પતિ અનુરાગ કશ્યપે એક-બીજાથી જુદા-જુદા રહેવાનો નિર્ણય કર્યો છે, પણ બંનેએ છુટાછેડા લેવાનો ઇનકાર કર્યો છે. અનુરાગ તરફથી નિવેદન આવ્યું છે કે તેઓ થોડોક સમય પોતાના પત્ની કલ્કીથી દૂર રહેવા માંગે છે. જોકે તેઓ છુટાછેડા અંગે નથી વિચારતાં, પણ તેમને પોતાના સંબંધ માટે થોડોક વદુ સમય જોઇએ.

હવે નવા સમાચાર આવ્યાં છે કે કલ્કી કોચલીને અનુરાગ કશ્યપનું ઘર છોડી દીધું છે અને તેઓ હવે પોતાના ઘરે રહેવા જતા રહ્યાં છે. જાણવા એમ પણ મળ્યુ હતું કે કલ્કીએ અનુરાગ કશ્યપ વિરુદ્ધ છુટાછેડાનો કેસ પણ નોંધાવ્યો છે, પણ કલ્કીએ મીડિયાને જણાવ્યું કે અમે છુટાછેડા માટેની અરજી નથી કરી રહ્યાં. બસ એક-બીજાથી જુદા રહેવા માંગીએ છીએ. કલ્કીએ જણાવ્યું કે તેમના અને અનુરાગ વચ્ચે થોડોક તણાવ છે. બસ એટલે જ થોડોક સમય એક-બીજાથી અલગ રહેવા માંગીએ છીએ.












Click it and Unblock the Notifications
