For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Birthday Special : કમલ હસનની આ 10 બૉલીવુડ ફિલ્મો છે Best Iconic

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 7 નવેમ્બર : વન ઑફ ધ મોસ્ટ આઇકૉનિક સુપરસ્ટાર કમલ હસન આજે પોતાનો 60મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. કમલ હસન સાઉથના સિનેમામાં રજનીકાંત બાદ બીજુ સૌથી મોટુ નામ ગણાય છે, તો બૉલીવુડ પણ કમલ હસનની અનેક ફિલ્મોથી સજ્જ થતુ રહ્યું છે.

કમલ હસને મલયાલમ, તેલુગુ, હિન્દી, બંગાળી અને કન્નડ ભાષાઓની 200 કરતા વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે. કમલે 1959માં તામિળ ફિલ્મ Kalathur Kannamma સાથે બાળ કલાકાર તરીકે એક્ટિંગની શરુઆત કરી હતી. આ ફિલ્મ બદલ કમલને રાષ્ટ્રપતિનો ગોલ્ડ મેડલ મળ્યો હતો. ત્યાંથી કમલે પાછુ વળીને જોયું નથી.

વાત બૉલીવુડ જગતની કરીએ, તો કમલ હસન 1981માં એક દૂજે કે લિયે ફિલ્મ દ્વારા હિન્દી સિનેમામાં પ્રવિષ્ટ થયાં. કે બાલચંદર દિગ્દર્શિત એક દૂજે કે લિયે 1978માં આવેલી તેલુગુ ફિલ્મ Maro Charitraની રીમેક હતી. રતિ અગ્નિહોત્રી સાથેની સુપર હિટ ફિલ્મ એક દૂજે કે લિયે બાદ બૉલીવુડમાં પણ કમલનો સિક્કો ચાલી ગયો. તેમણે અત્યાર સુધી ચાર નેશનલ ઍવૉર્ડ્સ અને 19 ફિલ્મફૅર ઍવૉર્ડ્સ હાસલ કર્યા છે. 1990માં તેમણે પદ્મશ્રી તથા 2014માં પદ્મભૂષણ સન્માન મળ્યું હતું.

ચાલો તસવીરો સાથે જોઇએ કમલ હસનની 10 બેસ્ટ આઇકૉનિક બૉલીવુડ ફિલ્મો :

સદમા

સદમા

સદમા તામિળ ફિલ્મની બૉસીવુડ રીમેક હતી કે જેમાં કમલ અને શ્રીદેવી હતાં. 1983માં રિલીઝ થયેલી સદમામાં કમલ અને શ્રીદેવીના અભિનયના સૂક્ષ્મ પ્રદર્શનના ખૂબ વખાણ થયા હતાં.

સાગર

સાગર

1985માં આવેલી સુપર હિટ ફિલ્મ સાગરમાં કમલ હસને ઉત્સાહી, પણ નિષ્ફળ પ્રેમીની ભૂમિકા ભજવી હતી. આ રોલ બદલ કમલે માત્ર ફિલ્મફૅરનો બેસ્ટ એક્ટર ઍવૉર્ડ નહોતો જીત્યો, પણ બેસ્ટ સપોર્ટિંગ એક્ટર કૅટેગરીમાં નૉમિનેશન પણ મેળવ્યુ હતું.

ગિરફ્તાર

ગિરફ્તાર

1985માં ભારતીય સિનેમાના ત્રણ મોટા સ્ટાર્સ અમિતાભ બચ્ચન, રજનીકાંત અને કમલ હસન એક જ ફિલ્મ ગિરફ્તારમાં દેખાયાં. મસાલા ફિલ્મે 32 કરોડ રુપિયાની કમાણી કરી હતી.

એક દૂજે કે લિયે

એક દૂજે કે લિયે

એક દૂજે કે લિયે કમલ હસનની બૉલીવુડ ડેબ્યુ ફિલ્મ હતી કે જે 1981માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ તેલુગુ હિટ Maro Charitraની રીમેક હતી. એક દૂજે કે લિએ બ્લૉકબસ્ટર રહી હતી.

હે રામ

હે રામ

હે રામ હિન્દી અને તામિળ એમ બે ભાષાઓમાં રિલીઝ થઈ હતી કે જે ભારતના ભાગલા અને ગાંધીજીની હત્યા પર આધારિત હતી. ગૌરવની વાત એ છે કે 2000માં આ ફિલ્મે ઑસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.

યાદગાર

યાદગાર

યાદગાર બેસ્ટ એક્શન-કૉમેડી ફિલ્મોમાંની એક હતી. ફિલ્મમાં સંજીવ કુમાર એક અમીર જુગારી હતાં કે કમલ હસનને દત્તક લે છે. આ સુંદર ફિલ્મનો અંત દુઃખદ હતો.

ચાચી 420

ચાચી 420

1997માં રિલીઝ થયેલી ચાચી 420 તામિળ ફિલ્મ Avvai Shanmughiની બૉલીવુડ રીમેક હતી. કમલ હસને પહેલી વખત આ ફિલ્મનું દિગ્દર્શન કર્યુ હતું અને ફિલ્મમાં લીડ રોલ પણ કર્યો હતો.

એક નઈ પહેલી

એક નઈ પહેલી

કે. બાલચંદર દિગ્દર્શિત એક ઇમોશનલ ફૅમિલી ડ્રામા ફિલ્મ હતી એક નઈ પહેલી. આ ફિલ્મ કે. બાલચંદરની જ તામિળ ક્લાસિક ફિલ્મ Apoorva Raagangalની હિન્દી રીમેક હતી.

સનમ તેરી કસમ

સનમ તેરી કસમ

રીના રૉયના બહેન બરખા રૉય દ્વારા નિર્મિત અને નરેન્દ્ર બેદી દિગ્દર્શિત સનમ તેરી કસમ 1982માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પણ હિટ રહી હતી.

જરા સી જિંદગી

જરા સી જિંદગી

કે. બાલચંદર દિગ્દર્શિત જરા સી જિંદગી તામિળ હિટ ફિલ્મ Varumayin Niram Sivappu (1980)ની હિન્દી રીમેક હતી કે જેમાં કમલ હસન અને અનીતા રાજ લીડ રોલમાં હતાં. તામિળ ફિલ્મમાં કમલના હીરોઇન શ્રીદેવી હતાં.

Must Click

Must Click

Makeover : ફિલ્મફૅર માટે કરીના કપૂરે કરાવ્યું Hot ફોટોશૂટMakeover : ફિલ્મફૅર માટે કરીના કપૂરે કરાવ્યું Hot ફોટોશૂટ

English summary
Kamal Haasan celebrates 60th birthday on November 7th. Lets remember him by listing his best iconic movies in Bollywood till date...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X