વિશ્વરૂપ પર પ્રતિબંધ સામે કમલ લાલધુમ, કોર્ટે પડકારશે

પ્રતિબંના આદેશ પછી તરત જ કમલ હસને પ્રેસ કૉન્ફરંસ કરી અને જણાવ્યું - હું લોકોને કેમ સમજાવું કે મારી ફિલ્મમાં કંઈ પણ અસામાજિક નથી? હું કઈ રીતે આપણાં મુસ્લિમ ભાઇઓ વિરુદ્ધ કંઈ બોલી શકું અને બતાવી શકું? આ સમગ્ર ષડયંત્ર એવા કેટલાંક લોકોનો છે કે જેઓ જાણી-જોઈને મને અને મારી ફિલ્મને બદનામ કરી રહ્યાં છે. પ્લીઝ, મને સપોર્ટ કરો.
કમલ હસને તેમની ફિલ્મ ઉપર પ્રતિબંધને સાંસ્કૃતિક આતંકવાદ સાથે સરખાવતાં જણાવ્યું કે તેઓ આ પ્રતિબંધને અદાલતમાં પડકારશે. કમલની મહત્વાકાંક્ષી ફિલ્મ વિશ્વરૂપ ઉપર તામિળનાડુ સરકારે બે સપ્તાહનો પ્રતિબંધ ફરમાવ્યો છે. બુધવાર મોડી રાત્રે તામિળનાડુ સરકારે આદેશ આપ્યો કે ફિલ્મ વિશ્વરૂપને તામિળનાડુ ખાતે રિલીઝ નહીં કરવા દેવામાં આવે, કારણ કે ફિલ્મમાં કંઈક એવ છે કે જે રાજ્યમાં રમખાણો ફેલાવી શકે છે.












Click it and Unblock the Notifications
