કામસૂત્ર ગર્લ શર્લિન ચોપરાના લગ્ન નક્કી થઈ ગયાં!
મુંબઈ, 23 એપ્રિલ : એમ તો કામસૂત્ર ગર્લ શર્લિન ચોપરા જે ન કરે તે ઓછું જ છે, પરંતુ લાગે છે કે આ વખતે તેઓ સાચે જ સીરિયસ છે, કારણ કે તેમણે કહ્યું છે કે તેમના લગ્ન નક્કી થઈ ગયાં છે. તેઓ પોતાના પરિવારની પસંદના છોકરા સાથે લગ્ન કરવા જઈ રહ્યાં છે.

જોકે શર્લિને એ નથી જણાવ્યું કે તે છોકરો કોણ છે કે જેના તેઓ બેટર હાફ બનવાના સપના સેવી રહ્યાં છે. શર્લિને જણાવ્યું કે તેઓ જે છોકરા સાથે લગ્ન કરવાનાં છે, તે ખૂબ જ શરીફ છે. તેનું ફિલ્મો કે મૉડેલિંગ સાથે કોઈ સંબંધ નથી. શર્લિને જણાવ્યું - તે છોકરો મને અને મારા કામને સારી રીતે જાણે છે. મારા ઘરના લોકો પણ તેને સારી રીતે જાણે છે. તેથી મેં હા પાડી દીધી છે. લગ્ન બાદ પણ હું પોતાનું કામ ચાલુ રાખીશ.
શર્લિન ચોપરાએ ટ્વિટર વડે થોડાંક દિવસ માહિતી આપી હતી - હાલ હું પોતાના જીવનમાં એકલી છું, પરંતુ ટુંકમાં જ હું લગ્નગ્રંથિથી જોડાવાની છું, કારણ કે હું અને મારા મમ્મી બંનેએ નક્કી કરી લીધું છે કે મારે લગ્ન કરી લેવા. તેથી મારી મમ્મી શરીફ છોકરો શોધી રહી છે કે જેથી મારું જીવન આરામથી પસાર થઈ શકે.
નોંધનીય છે કે શર્લિન ચોપરા હાલ રૂપેશ પૉલની કામસૂત્ર 3ડી ફિલ્મમાં કામ કરી રહ્યાં છે કે જે હિન્દી અને અંગ્રેજીમાં બની રહી છે. ફિલ્મમાં શર્લિનના ઘણાં બધાં ન્યૂડ સીન્સ છે. શર્લિન ચોપરા ફિલ્મમાં એક આયટમ સૉંગ પણ કરી રહ્યાં છે કે જે ફિલ્મના અંતે બતાવાશે અને પ્રમોશન માટે ઉપયોગ કરાશે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
