For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંગનાને મળ્યો મહારાષ્ટ્રના રાજ્યપાલનો સાથ, ઉદ્ધવના બેતુકા વ્યવહાર પર વ્યક્ત કરી નારાજગી

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ પણ કંગના સાથેના વ્યવહાર પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી કંગના રનોતની મુંબઈ સ્થિત ઑફિસ પર બીએમસી દ્વારા બુલડોઝર ચલાવાયા બાદ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારની જોરદાર ટીકા થઈ રહી છે. મહારાષ્ટ્રની મહાઅઘાડી સરકારમાં શામેલ એનસીપી પ્રમુખ શરદ પવારે પણ આના પર પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. વળી, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ પણ આના પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. કંગના રનોતની ઑફિસ પર કરવામાં આવેલી કાર્યવાહી વિશે કોશ્યારીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના મુખ્ય સલાહકારને બોલાવ્યા છે.

governor

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં શિવસેનાની કોંગ્રેસ અને એનસીપીની સરકાર બનવા અને સીએમ ઉદ્ધવ ઠાકરેની સીએમની ખુરશી પર બેઠા બાદ જ રાજ્યપાલ કોશ્યારી અને તેમના સંબંધો ખૂબ તણાવપૂર્ણ રહ્યા છે. વળી, હવે કંગના રનોત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ચાલી રહલ વારમાં હવે કંગનાને રાજ્યપાલ કોશ્યારીનો સાથ મળી ચૂક્યો છે. સૂત્રો અનુસાર મહારાષ્ટ્ર રાજ્યપાલ કોશ્યારીએ ગુરુવારે સીએમ ઉદ્ધવ ઠાકરેના મુખ્ય રાજકીય સલાહકાર અજૉય મહેતાને બોલાવીને મહારાષ્ટ્ર મુખ્યમંત્રીના આ 'બેતુકા વ્યવહાર' પર પોતાની નારાજગી વ્યક્ત કરી. વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ રાજ્યપાલે મહેતા દ્વારા સીએમને કડક સંદેશ મોકલ્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર સામે નિવેદન આપ્યા બાદ કંગના રનોતની ઑફિસને બીએમસીએ પાડી દીધી હતી. શિવસેના શાસિત બૃહદ મુંબઈ મહાનગર પાલિકા(બીએમસી)એ કંગના રનોતના બાંદ્રા સ્થિત ઑફિસના પાડ્યા બાદ મહારાષ્ટ્ર સરકારની ચારે તરફથી નિંદા થઈ રહી છે. કોશ્યારીએ સીએમના મુખ્ય સલાહકાર અજૉય મહેતાને રનોતના નિવેદનો અને બંગલો પાડવાથી પેદા થયેલ સ્થિતિ પર ચર્ચા કરવા માટે બોલાવ્યા હતા. એક વરિષ્ઠ અધિકારીએ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના હવાલાથી જણાવ્યુ કે, 'રાજ્યપાલે રનોત પ્રકરણની અયોગ્ય સંભાળ પર નારાજગી દર્શાવી. રાજ્ય સરકાર સામે નિવેદનબાજી કરીને એક દિવસ બાદ તેનુ કાર્યાલય તોડી પાડવામાં આવ્યુ. મહેતાને કહેવામાં આવ્યુ કે કોશ્યારીની વાતનો ઠાકરે સુધી પહોંચાડવામાં આવે. બંને વચ્ચે લગભગ 20 મિનિટ સુધી આ મુદ્દે ચર્ચા થઈ. રાજ્યપાલ કોશ્યારીએ સમગ્ર પ્રકરણ પર રિપોર્ટ માંગ્યો છે.'

ગુજરાતઃ રાજકોટમાં શરૂ થયુ ભારતનુ બીજુ કોરોના ઑટોપ્સી સેન્ટર, જાણો શું થશે આનાથીગુજરાતઃ રાજકોટમાં શરૂ થયુ ભારતનુ બીજુ કોરોના ઑટોપ્સી સેન્ટર, જાણો શું થશે આનાથી

English summary
Kangana gets support from Maharashtra Governor, summons Uddhav's principal advisor for government's 'absurd behavior'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X