Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સાઈની અનેક વાર્તાઓ કહેશે ‘અલકા’, બનશે રિવૉલ્વર રાણીની સિક્વલ!

મુંબઈ, 28 એપ્રિલ : રિવૉલ્વર રાણી ફિલ્મ ભલે અપેક્ષિત બિઝનેસ કરવામાં સફળ ન થઈ હોય, પરંતુ કંગના રાણાવતની ચમકમાં કોઈ ફેર પડ્યો હોય તેવું લાગતું નથી. રિવૉલ્વર રાણીના નબળા પ્રદર્શન છતાં ફિલ્મના દિગ્દર્શક સાઈ કબીર કંગના રાણાવત સાથે કામ કરવા તત્પર છે અને એટલે જ તેઓ હવે કંગનાને ઇરફાન ખાન સાથે રોમાંસ કરાવવાની તૈયારી કરી રહ્યાં છે.

ક્વીન ફિલ્મની શાનદાર સફળતા બાદ કંગના રાણાવતે રિવૉલ્વર રાણીમાં ચોંકાવનારી ભૂમિકા ભજવી છે અને હવે તેઓ સાઈ કબીર સાથે વધુ એક ફિલ્મ ડિવાઇન લવર્સ કરવા જઈ રહ્યાં છે કે જેમાં કંગના રાણાવત ઇરફાન ખાન સાથે રોમાંસ કરતાં નજરે પડશે. એટલું જ નહીં, સાઈ કબીર તો કંગના રાણાવત ઉપર એટલા બધા ફિદા છે કે તેઓ હવે રિવૉલ્વર રાણીમાં કંગનાના પાત્ર અલકા સિંહને જ પોતાની ફ્રેંચાઇઝી બનાવવા માંગે છે. તેઓ કહે છે કે અલકા સિંહ પાત્ર દ્વારા તેઓ પોતાની અનેક વાર્તાઓ કહેવા માંગે છે.

ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

ડિવાઇન લવર્સમાં કંગના-ઇરફાન

ડિવાઇન લવર્સમાં કંગના-ઇરફાન

સાઈ કબીરે જણાવ્યું - હું કંગના અને ઇરફાનની મુખ્ય ભૂમિકાઓ ધરાવતી ડિવાઇન લવર્સ ફિલ્મ કરી રહ્યો છું. આ રિવૉલ્વર રાણી કરતાં સમ્પૂર્ણપણે જુદી હશે.

ભારતના મહાન સપના અંગે

ભારતના મહાન સપના અંગે

સાઈ કબીરે જણાવ્યું - ડિવાઇન લવર્સ રિવૉલ્વર રાણીની જેમ તડકતી-ભડકતી, આક્રમક તથા હિંસક નહીં હોય, પણ તે ભારતના મહાન સપના અંગે હશે.

રિવૉલ્વર રાણીની સિક્વલ પણ બનશે

રિવૉલ્વર રાણીની સિક્વલ પણ બનશે

સાઈ કબીરે જણાવ્યું - ડિવાઇન લવર્સની પૃષ્ઠભૂમિ મુંબઈ તેમજ અલીગઢમાં હશે. ઉપરાંત રિવૉલ્વર રાણીની સિક્વલ પણ બનાવવાનું વિચારી રહ્યો છું.

અલકા સિંહ વાર્તા કહેનાર રમકડું

અલકા સિંહ વાર્તા કહેનાર રમકડું

દિગ્દર્શકે જણાવ્યું - હું પોતાની નાયક અલકા સિંહને એક ફ્રેંચાઇઝી બનાવવા માંગુ છું. અલકા સિંહ મારી અનેક વાર્તાઓ કહેનાર રમડકું હશે.

અનેક કામો કરાવીશ

અનેક કામો કરાવીશ

સાઈ કબીરે જણાવ્યું - હું અલકા સિંહ પાસે ભવિષ્યમાં અમેરિકા સામે લડવા અને સોવિયેત સંઘને પુનર્જીવિત કરવા જેવા અનેક કામો કરાવવા માંગુ છું. જોકે તે અગાઉ આ માનસૂનમાં એક લઘુ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યો છું.

સઈદ-કુંદનથી પ્રભાવિત

સઈદ-કુંદનથી પ્રભાવિત

સાઈ કબીરે જણાવ્યું - મધ્યમ વર્ગ અંગે ફિલ્મો બનાવવાનો ઝનૂન તે સત્યમાંથી આવે છે કે હું નવ વર્ષો સુધી સઈદ મિર્ઝા તથા કુંદન શાહને ત્યાં એક સહાયક હતો. હું તેમનાથી બહુ પ્રભાવિત છું.

પણ પૈસા જરૂરી

પણ પૈસા જરૂરી

સાઈ કબીરે જણાવ્યું - પરંતુ મને લાગે છે કે મારી ફિલ્મોએ પૈસા કમાવવાની જરૂર છે કે જેથી હું તે ફિલ્મો બનાવી શકું કે જે હું બનાવવા માંગુ છું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X