શૂટઆઉટ એટ વડાલામાં કંગના-જ્હૉન વચ્ચે હૉટ લવ

મુંબઈ, 23 એપ્રિલ : આજકાલ સંજય ગુપ્તાની આવનાર ફિલ્મ શૂટઆઉટ એટ વડાલા ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં ત્રણ-ત્રણ આયટમ સૉંગ્સ છે, તો ફિલ્મ સજીવ વાર્તા પર આધારિત છે. ફિલ્મમાં જ્હૉન અબ્રાહમ, તુષાર કપૂર, કંગના રાણાવત તથા મનોજ બાજપાઈ લીડ રોલમાં છે, પરંતુ ચોંકાવનારા સમાચાર એ છે કે આ ફિલ્મમાં માત્ર હૉટ આયટમ સૉંગ્સ જ નથી, પણ બોલ્ડ સીન્સની પણ ચાસણી છે.

kangana-john

શૂટઆઉટ એટ વડાલા અંગે કહેવાય છે કે ફિલ્મમાં જ્હૉન અબ્રાહમ તથા કંગના રાણાવાતના ખૂબ જ હૉટ સીન્સ છે. જ્હૉનની ફિલ્મોમાં તો બોલ્ડ સીન્સ હોય જ છે, પરંતુ કંગના પહેલી જ વાર કોઈ ફિલ્મમાં હૉટ ઇંટીમેટ સીન્સ આપી રહ્યાં છે. ફિલ્મના પ્રોમો દર્શાવે છે કે ફિલ્મનું આ સીન તમામ આયટમ સૉંગ્સ ઉપર ભારે પડવાનો છે.

નોંધનીય છે કે એસ એ ડબ્લ્યૂ ફિલ્મમાં જ્હૉન અબ્રાહમ ગૅંગસ્ટર માન્યા સુર્વેના રોલમાં છે. સત્યઘટના પર આધારિત શૂટઆઉટ એટ વડાલા ફિલ્મ આગામી 3જી મેના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મના નિર્માતા એકતા કપૂર, તો દિગ્દર્શક સંજય ગુપ્તા છે. ફિલ્મના ગીતોએ લોકોમાં ઉત્સુકતા વધારી દીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X