અયોધ્યા રામ મંદિર-બાબરી મસ્જિદ પર ફિલ્મ બનાવશે કંગના, જાણો શું હશે નામ
બોલિવુડ અભિનેત્રી કંગના રનોત હવે પ્રોડક્શનમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. ફિલ્મ મણિકર્ણિકાથી તેણે ડાયરેક્શન ડેબ્યુ કર્યુ હતુ. મણિકર્ણિકાના નામથી કંગનાએ પ્રોડક્શન હાઉસ ખોલ્યુ છે. જે પહેલી ફિલ્મ તે પ્રોડ્યુસ કરવા જઈ રહી છે તે અયોધ્યા રામ મંદિર કેસ પર આધારિત છે અને તેનુ ટાઈટલ 'અપરાજિત અયોધ્યા' છે. તમને જણાવી દઈએ કે કંગના રનોત હાલમાં તમિલનાડુના મુખ્યમંત્રી રહી ચૂકેલા દિવંગત જયલલિતાની બાયોપિક થલાઈવીની તૈયારીમાં લાગેલી છે. હાલમાં જ તેણે આ ફિલ્મુ પોસ્ટર પણ રિલીઝ થયુ છે જેમાં કંગના રનોત જયલલિતાના લુકમાં દેખાઈ.

કંગનાએ પોતે જણાવ્યુ કેમ બનાવી રહી છે અયોધ્યા પર ફિલ્મ
કંગના રનોતે ઈન્ટરવ્યુમાં ફિલ્મનુ નામ જણાવવા ઉપરાંત તેને બનાવવાનુ કારણ પણ જણાવ્યુ. કંગના રનોતે કહ્યુ, રામ મંદિર સેંકડો વર્ષોથી એક સળગતો મુદ્દો રહ્યો છે. 80ના દશકમાં પેદા થયેલા બાળક તરીકે હું જમીન વિવાદા કારણે અયોધ્યાનુ નામ એક નકારાત્મક વિષય તરીકે સાંભળતી આવી છુ. આ કેસે ભારતીય રાજકારણનો ચહેરો બદલી દીધો હતો અને આના ચુકાદાએ ભારતની ધર્મનિરપેક્ષ ભાવનાને મૂર્ત સ્વરૂપ આપીને સદીઓ જૂના વિવાદને ખતમ કરી દીધો.

આ ફિલ્મ મારી સફરને પણ દર્શાવશે
કંગનાએ કહ્યુ અપરાજિત અયોધ્યાની આ યાત્રાને જે વસ્તુ અલગ બનાવે છે તે છે એક નાસ્તિકની આસ્તિક બનવા સુધીની સફર. ક્યાંકને ક્યાંક આ મારી સફરને પણ દર્શાવશે. મે નક્કી કર્યુ છે કે આ મારી પહેલી પ્રોડક્શનનો યોગ્ય વિષય હશે.
આ પણ વાંચોઃ મલાઈકાએ સુપર હૉટ યોગા સાથે Video પોસ્ટ કરી કહ્યુ, ‘પોતાની સીમાથી આગળ'

9 નવેમ્બર 2019ના રોજ આવ્યો અયોધ્યા પર ચુકાદો
તમને જણાવી દઈએ કે 9 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટે અયોધ્યા રામ મંદિર કેસ પર પોતાનુ જજમેન્ટ આપી દીધુ હતુ. કોર્ટે ASI (ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ) નો હવાલો આપીને કહ્યુ કે બાબરી મસ્જિદના નિર્માણ કોઈ ખાલી જગ્યા પર નથી કરવામાં આવ્યુ. વિવાદિત જમીનની નીચે એક ઢાંચો હતો અને આ ઈસ્લામિક ઢાંચો નહોતો. વિવાદિત જમીન પર રામલલાનો હક હશે.