ઋતિક અને પોતાના રિલેશન વિશે બોલી કંગનાઃ અમારી વચ્ચે જે હતુ એ સાચુ હતુ પરંતુ એ...

કંગનાની ટીમે ટ્વિટ કરીને આમાં સારા અને સુશાંત વિશે અભિનેત્રીનુ મંતવ્ય જણાવ્યુ છે અને સાથે જ ઋતિક રોશનનો પણ ઉલ્લેખ કર્યો છે.

બૉલિવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના દોસ્ત સેમ્યુઅલ હોકિપે હાલમાં જ ખુલાસો કર્યો છે કે સુશાંત અને સારા અલી ખાન એકબીજીને પ્રેમ કરતા હતા. પરંતુ સોનચીડિયા ફ્લોપ થવાના કારણે સારાએ તેની સાથે બ્રેકઅપ કરી લીધુ. હવે આ સમાાચાર પર અભિનેત્રી કંગના રનોતે પણ પ્રતિક્રિયા આપી છે. કંગનાની ટીમે ટ્વિટ કરીને આમાં સારા અને સુશાંત વિશે અભિનેત્રીનુ મંતવ્ય જણાવ્યુ છે અને સાથે જ ઋતિક રોશનનો પણ ઉલ્લેખ કર્યો છે. કંગનાએ કહ્યુ કે તેની અને ઋતિક વચ્ચે જે કંઈ પણ હતુ તે સાચુ હતુ પરંતુ તેને આજે પણ નથી ખબર પડી કે ઋતિક છેવટે કેમ બદલાઈ ગયા.

કંગનાએ ઋતિક વિશે શું કહ્યુ?

કંગનાએ ઋતિક વિશે શું કહ્યુ?

કંગનાની ટીમે ટ્વિટમાં કહ્યુ, 'મને (કંગના)ને વિશ્વાસ છે કે સારા પણ તેમને(સુશાંત)ને પ્રેમ કરતી હશે, તે મૂર્ખ નહોતા કે એવી છોકરીના પ્રેમમાં પડી જાય, જેનો પ્રેમ સાચો ન હોય. સારા પર પણ દબાણ રહ્યુ હશે.' ત્યારબાદ ટ્વિટમાં કંગના રનોત અને ઋતિક રોશનના સંબંધ વિશે કહેવામાં આવ્યુ છે, 'મારા અને ઋતિક વચ્ચે એ વખતે જે હતુ, એ સાચુ હતુ, આના પર મને આજે પણ કોઈ શંકા નથી. પરંતુ તે અચાનક આટલા કેમ ચિડાઈ ગયા, એ આજે પણ એક રહસ્ય છે.'

'નેપોટિઝમ કિડ્ઝ આઉટસાઈડર્સને સપના બતાવે છે'

'નેપોટિઝમ કિડ્ઝ આઉટસાઈડર્સને સપના બતાવે છે'

ત્યારબાદ કંગનાએ સ્ટાર કિડ્ઝ પર કટાક્ષ કરીને કહ્યુ, 'સારા અને એસએસઆરના અફેરના સમાચાર મીડિયામાં હતા, તે કદાચ આઉટડોર દરમિયાન રૂમ પણ શેર કરતા હતા. કેમ આ ફેન્સી નેપોટિઝન કિડ્ધ નાજુક આઉટસાઈડર્સને સપના બતાવે છે અને પછી તેમને બધાની સામે છોડી દે છે? એ વાતની નવાઈ નથી કે તે આના પછી એક ગિધના ચક્કરમાં આવી ગયા.' તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ કંગના રનોત નેપોટિઝમ અને ગેંગિઝમ પર ખુલીને બોલી રહી છે. રોજ કોઈને કોઈ બૉલિવુડ સેલિબ્રિટી તેના નિશાના પર જરૂર હોય છે. આ પહેલા તે કરણ જૌહર, દીપિકા પાદુકોણ, આમિર ખાન સહિત ઘણા લોકોને ઝાટકી ચૂકી છે.

સુશાંતના દોસ્તે પોતાની પોસ્ટમાં શું કહ્યુ?

સુશાંતના દોસ્તે પોતાની પોસ્ટમાં શું કહ્યુ?

વાસ્તવમાં સુશાંતસિંહ રાજપૂતના દોસ્ત સેમ્યુઅલ હોકિપે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યુ હતુ કે મને યાદ છે કેદારનાથના પ્રમોશન દરમિયાન સારા અને સુશાંત પ્રેમમાં હતા. બંને વચ્ચે એકબીજા માટે ખૂબ સમ્માન હતુ, જે આજકાલના સંબંધોમાં બહુ ઓછુ જોવા મળે છે. સારા અને સુશાંતની સાથે તેના પરિવારના બધા લોકોનુ પણ સમ્માન કરતી હતી. ભલે તે પરિવાર કે દોસ્ત હોય કે પછી તેમનો સ્ટાફ. મને નવાઈ લાગે છે કે શું સોનચીડિયાના ફ્લોપ થવાના કારણે મૂવી માફિયાના દબાણમાં સારાએ સુશાંત સાથે બ્રેકઅપ કરી લીધુ?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X