• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સુશાંત સિંહ સુસાઈડ કેસમાં કંગના રનોતે કરણ જોહર વિશે કર્યા ચોંકાવનારા ખુલાસા

|

કંગના રનોતે છેવટે રિપબ્લિક ટીવી પર અર્નબ ગોસ્વામીને એક એવો ઈન્ટરવ્યુ આપ્યો છે જેને સાંભળીને સૌ કોઈ ચોંકી જશે. કંગનાની વાતોમાં સચ્ચાઈ હતી અને તેના નિવેદનોમાં એક સ્પષ્ટ ઈરાદો, આ બધી ચર્ચાઓ ખતમ ન થવા દેવાનો ઈરાદો. અને કંગનાએ એક પછી એક નિવેદનો સાથે બૉલિવુડના રહસ્યો છતા કર્યા. કંગનાએ સ્પષ્ટ કહ્યુ કે સુશાંતનુ મોત સુસાઈડ નથી મર્ડર છે. કંગનાએ કહ્યુ છે, હું એમ નથી કહેતી કે કરણ જોહર કે આદિત્ય ચોપડા ઈચ્છતા હતા કે સુશાંત મરી જાય. કોઈને ખબર નહોતી. પરંતુ હા એના ટેલેન્ટને જરૂર મારવા ઈચ્છતા હતા અને એ કામ તેમણે બહુ સરસ રીતે કર્યુ.

'ગલી બૉય'થી વધુ કમાણી 'છિછોરે'એ કરી હતી

'ગલી બૉય'થી વધુ કમાણી 'છિછોરે'એ કરી હતી

કંગનાએ સવાલ પૂછ્યો કે કેટલા લોકોને ખબર છે કે ગલી બૉયથી વધુ કમાણી છિછોરેએ કરી હતી? પરંતુ તેમછતાં પણ અવૉર્ડ ફંક્શનમાં ગલી બૉયને બધા અવોર્ડ મળ્યા. નિતેશ તિવારીને બેસ્ટ ડાયરેક્ટર કે સુશાંતને બેસ્ટ એક્ટરનો અવૉર્ડ કેમ ન આપવામાં આવ્યો.

આ લોકો હવે બેશરમ થઈ ચૂક્યા છે

આ લોકો હવે બેશરમ થઈ ચૂક્યા છે

કંગનાએ જણાવ્યુ કે આ ઈન્ડસ્ટ્રીમાં બહારનુ અને અંદરનુ જે ગણિત છે તે શરમજનક છે અને આ લોકો હવે બેશરમ થઈ ચૂક્યા છે. તેણે જણાવ્યુ કે કરણ જોહરથી લઈને મહેશ ભટ્ટ સુધી આ બધી સુસાઈડ ગેંગ છે. એ તમને ધીમેધીમે તોડે છે.

આદિત્ય ચોપડા કોણ છે લોકોને આવુ કહેનારા?

આદિત્ય ચોપડા કોણ છે લોકોને આવુ કહેનારા?

કંગનાએ સાથે એ પણ કહ્યુ કે શું આમના પિતા યશ જોહર અને યશ ચોપડા આ બધુ થવા દેતા. આ બે લોકોએ બૉલિવુડને અમિતાભ બચ્ચન અને શાહરુખ આપ્યા પરંતુ આમના દીકરાઓએ અત્યારે ઈન્ડસ્ટ્રીની હાલત ખરાબ કરી દીધી છે. શું શાહરુખ ખાનને ક્યારેય યશ ચોપડાએ કહ્યુ કે તુ મારા સિવાય કોઈની સાથે કામ ન કરી શકે. તો આદિત્ય ચોપડા કોણ છે લોકોને આવુ કહેનારા? કરણ જોહરે 25 વર્ષની ઉંમરમાં પોતાના પિતાના કારણે શાહરુખ ખાન અને કાજોલ સાથે પોતાની પહેલી ફિલ્મ બનાવી લીધી. એવામાં આ લોકોએ બીજાના સંઘર્ષની ઈજજ્ત કરવાનુ કેવી રીતે આવડશે. આ બધા કિટી પાર્ટી ગ્રુપ છે. આ લોકો બસ બીજાની મજાક ઉડાવી શકે છે.

સુશાંતનુ નામ Kill માટે રાખી લીધુ

સુશાંતનુ નામ Kill માટે રાખી લીધુ

કંગનાએ જણાવ્યુ કે કૉફી વિથ કરણમાં મજાક મજાકમાં પૂછવામાં આવે છે કે kill, marry or hookup. આમાં એક નામ બહારનુ રાખી દેવામાં આવે છે કારણકે બાકીના લોકોને તમે કિલ નથી કહી શકતા. જ્યારે આલિયાને પૂછવામાં આવ્યુ તો તેણે પણ સુશાંતનુ નામ Kill માટે રાખી લીધુ કારણકે બાકીના બે ઑપ્શન ઈન્ડસ્ટ્રીની અંદરના હશે. કંગના અહીં ન અટકી તેણે અમુક સ્પષ્ટ નિવેદનો આપ્યા અને ચોંકાવનારા સવાલો ઉઠાવ્યા -

રિયા સુશાંતના સંબંધ પર સવાલ

રિયા સુશાંતના સંબંધ પર સવાલ

કંગના રનોતે રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂતના સંબંધ પર સવાલ ઉઠાવીને પૂછ્યુ કે રિયા પોતાના સંબંધીઓની મુશ્કેલીઓ લઈને મહેશ ભટ્ટ પાસે કેમ જતી હતી? મુકેશ ભટ્ટે કહ્યુ કે તે પરવીન બાબીની જેમ થઈ ચૂક્યો છે. મહેશ ભટ્ટની એડીએ તેમની બિમારી વિશે ખુલ્લી પોસ્ટ લખી કારણકે આ લોકોની કેમ કોઈ પૂછપરછ ન થઈ. મહેશ ભટ્ટ તેમની મુશ્કેલી ઉકેલવાવાળા અને સુશાંતને કાઉન્સેલ કરનાર કોણ હતા.

પૂછપરછ પર ઉઠાવ્યા સવાલ

પૂછપરછ પર ઉઠાવ્યા સવાલ

કંગના રનોતે મુંબઈ પોલિસની પૂછપરછ પર પણ સવાલ ઉઠાવીને કહ્યુ કે એ લોકોની તો પૂછપરછ જ નથી કરવામાં આવી રહી જેમને અસલમાં આ કેસ સાથે લેવાદેવા છે. તમે અમુક જ લોકોની પૂછપરછ કેમ કરી રહ્યા છો. કરણ જોહરની પૂછપરછ કેમ નથી કરવામાં આવી, મહેશ ભટ્ટની પૂછપરછ કેમ કરવામાં નથી આવી રહી?

સુસાઈડ ગેગ

સુસાઈડ ગેગ

કંગનાએ પોતાના શબ્દોને સ્હેજ પણ ઘુમાવ્યા વિના સ્પષ્ટ કહ્યુ કે બૉલિવુડાં આ જે મૂવી માફિયા છે તે દરેક પગલે તમને તોડે છે. તમારા દિમાગ સાથે રમે છે. તમને એટલા મજબૂર અને લાચાર બનાવી દે છે કે તમને લાગે છે કે હવે જિંદગી ખતમ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી બચ્યો.

ભણશાળીએ સ્પષ્ટ કહ્યુ

ભણશાળીએ સ્પષ્ટ કહ્યુ

કંગના રનોતે આદિત્ય ચોપડા પર સવાલ ઉઠાવીને પૂછ્યુ કે જ્યારે ભણશાળી સ્પષ્ટ કહી ચૂક્યા છે કે તે પાંચ વર્ષથી સુશાંતને પોતાની ફિલ્મો માટે અપ્રોચ કરી રહ્યા હતા પરંતુ તેમને એ ફિલ્મો કરવામાં દેવામાં ન આવી. એ વખતે સુશાંતનુ કામ આદિત્ય ચોપડાની ટેલેન્ટ કંપની હેન્ડલ કરતી હતી. પોલિસ કેમ નથી પૂછતી કે આદિત્ય ચોપડાએ તેમને આ ફિલ્મો કેમ ન કરવા દીધી. જો ન કરવા દીધી તો શું તેમને આનુ વળતર મળ્યુ? પૈસાથી, ફિલ્મોથી.

મળી હતી ધમકી

મળી હતી ધમકી

કંગનાનુ કહેવુ છે કે સુશાંતે સ્પષ્ટ કહી દીધુ હતુ કે આદિત્ય ચોપડાની કંપની તેમનુ કામ નહિ સંભાળે, એ ખુદ પોતાનુ કામ જોઈ લેશે. તો તેમને આદિત્ય ચોપડાએ ધમકી આપી કે અમે તારી સાથે ક્યારેય કામ નહિ કરીએ. ત્યારબાદ સુશાંતે પોતાની ગર્લફ્રેન્ડ રિયાને પણ સ્પષ્ટ ના પાડી દીધી હતી કે તે યશરાજ ફિલ્મ્સ માટે કોઈ કામ નહિ કરે.

કરણ જોહરના કાળા કામો

કરણ જોહરના કાળા કામો

કંગનાએ કરણ જોહરના કાળા કામો વિશે કહ્યુ કે કરણ જોહર ત્રણ વર્ષથી સુશાંત સાથે ડ્રાઈવ નામની ફિલ્મ બનાવી રહ્યા હતા અને અંતમાં તેમણે કહી દીધુ કે આ ફિલ્મ કોઈ નથી ખરીદી રહ્યુ, સુશાંત સિંહ રાજપૂત એટલા ફ્લોપ એક્ટર છે. કંગનાનુ કહેવુ હતુ કે જ્યારે ડ્રાઈવ શરૂ થઈ ત્યારે સુશાંતની છેલ્લી ફિલ્મ ધોની હતી જે બ્લૉકબસ્ટર હતી પછી કરણે કેવી રીતે કહી દીધુ કે સુશાંત ફ્લોપ સ્ટાર છે.

સુશાંતનુ કરિયર બગાડ્યુ

સુશાંતનુ કરિયર બગાડ્યુ

કંગનાએ સ્પષ્ટ કર્યુ કે આજે કરણની એટલી તો હેસિયત છે કે તે પોતાના દમ પર એક ફિલ્મ તો પ્રોડ્યુસ કરી જ શકે છે. પછી લોકો એ કેવી રીતે માની ગયા કે કરણ જોહરને પોતાની ફિલ્મ માટે કોઈ ડિસ્ટ્રીબ્યુટર ન મળ્યા. તેમના જેવો દેશનો સૌથઈ મોટો પ્રોડ્યુસર પોતાની ફિલ્મ રિલીઝ કરાવી નહોતો શકતો. કોઈ આ વાત પર કેવી રીતે વિશ્વાસ કરી શકે છે. આ બધુ માત્ર સુશાંતને દબાવવા અને કરિયર બગાડવા માટે કરવામાં આવ્યુ હતુ.

કોના માટે લડી રહી છે

કોના માટે લડી રહી છે

જ્યારે કંગનાને પૂછવામાં આવ્યુ કે તે કોના માટે લડી રહી છે તો તેણે સ્પષ્ટ કહ્યુ કે તે માત્ર આ ઈન્ડસ્ટ્રીને ઢંગનો સમાજ બનાવવા માટે લડી રહી છે. કંગનાનુ કહેવુ છે કે તે ઈચ્છે છે કે તેને રાતે શાંતિથી ઉંઘ આવે અને એટલા માટે જરૂરી છે કે આ બધા મુદ્દાઓને ઉઠાવવામાં આવે અને એક ઢંગની સાફ સુથરી ઈન્ડસ્ટ્રી બનાવી શકાય.

રાજીવ મસંદની પૂછપરછ કરો

રાજીવ મસંદની પૂછપરછ કરો

કંગનાનુ કહેવુ છે કે રાજીવ મસંદે સતત પોતાના આર્ટિકલ્સમાં સુશાંતને ક્યારેક રેપિસ્ટ કહ્યા તો ક્યારેક ડ્રગ એડિક્ટ. તો રાજીવ મસંદે કયા બેઝ પર આ વાત કહી હતી. તેમની પાસે કોઈ પુરાવા હોવા જોઈએ. તેમને પૂછપરછ માટે કેમ નથી બોલાવવામાં આવ્યા. તેમણે સતત સુશાંતની ઈમેજ પર હુમલા કેમ કર્યા અને કોઈ આની વિરુદ્ધ કેમ કંઈ ન બોલ્યુ?

રાજસ્થાનના રાજકીય સંકટમાં આજનો દિવસ મહત્વનો, કોર્ટ સંભળાવી શકે ફેસલો

English summary
Kangana Ranaut's explosive statements on Karan Johar on republic tv about sushant Singh Rajput's case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more