કંગના રનૌતના થલાઇવીથી ધાકડ સુધીના ફોટો, જોઈને તમે કહેશો વાહ શું બોડી ટ્રાન્સફોર્મેશન છે!!
Bollywood news : અભિનેત્રી કંગના રનૌત આજકાલ બેક ટૂ બેક ફિલ્મ્સનું શૂટિંગ પતાવી રહી છે. ફિલ્મ થલાઇવી રિલીઝ થવાની તૈયારીમાં છે, ત્યારે કંગના હાલ તેની આગામી ફિલ્મ 'ધાકડ'ના શૂટિંગમાં વ્યસ્ત થઇ ગઇ છે. રજનીશ ઘાઇ દિગ્દર્શિત આ એક્શન ફિલ્મમાં કંગના અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા સાથે જોવા મળશે.
શૂટિંગ વચ્ચે કંગના રનૌતે તેની બંને ફિલ્મો થલાવી અને ધાકડના લૂક્સ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ ફોટોમાં તેના બોડીનું ટ્રાન્સફોર્મેશન સ્પષ્ટ જોઇ શકાય છે. જયલલિતાની બાયોપિક ફિલ્મ થલાઇવી માટે કંગનાએ ઘણું વજન વધાર્યું હતું, ત્યારે ધાકડ ફિલ્મમાં જોરદાર અને ગ્લેમરસ અંદાઝમાં જોવા મળી રહી છે. આ ફોટો શેર કરતા કંગનાએ લખ્યું કે, જર્ની લાઇક નો અધર... ઉલ્લેખનીય છે કે, કંગના રનૌત ધાકડને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તે આ ફિલ્મમાં જબરદસ્ત એક્શન કરતી જોવા મળશે. જો તેનું માનવામાં આવે તો, કોઈ અભિનેત્રીની બોલિવૂડમાં આ સૌથી જબરજસ્ત એક્શન ફિલ્મ હશે.

ધાકડ
ધાકડ ફિલ્મમાં કંગના 'એજન્ટ અગ્નિ'ની ભૂમિકામાં જોવા મળશે. ધાકડનું દિગ્દર્શન રજનીશ ઘાઇએ કર્યું છે. ફિલ્મના શિડ્યુલનું શૂટિંગ વિદેશમાં પણ કરવામાં આવશે,પરંતુ હાલના કોરોના સંક્રમણને કારણે શુટિંગના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવી શકે છે.

થલાઇવી
કંગનાની ફિલ્મ થલાઇવી રિલીઝ થવાની તૈયારીમાં છે, જે જયલલિતાની બાયોપિક છે. આ ફિલ્મ એપ્રિલમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના સંક્રમણને કારણે આ ફિલ્મ રિલીઝ થઈ શકી નથી. હાલમાં જ કંગનાએ જણાવ્યું હતું કે, જ્યારે પરિસ્થિતિ સામાન્ય બનશે, ત્યારે જ ફિલ્મ થિયેટરમાં રજૂ કરવામાં આવશે.

તેજસ
તેજસ એ એક હિંમતવાન અને બહાદુર ફાઇટર પાઇલટની કથા છે, જે કંગના રનૌત અભિનિત હશે. ભારતીય વાયુ સેના દ્વારા સૌ પ્રથમ મહિલાઓને લડાઇની ભૂમિકામાં વર્ષ 2016માં શામેલ કરવામાં આવી હતી. આ ઐતિહાસિક ઘટનાથી ફિલ્મ પ્રેરિત તેજસ છે. સર્વેશ મેવારા આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે.

ઇમરજન્સી
કંગના રાનૌત પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પર એક ફિલ્મમાં જોવા મળશે. જેનું નામ ઇમરજન્સી છે. આ સાથે કંગના રાનૌતે એક મોટી જાહેરાત કરી હતી કે તે પોતે જ આ ફિલ્મનું ડાયરેક્શન કરશે.

કંગનાએ શરૂ કર્યું પ્રોડક્શન હાઉસ
કંગના રાનૌતે પોતાનું પ્રોડક્શન હાઉસ પણ શરૂ કર્યું છે, જેનું નામ મણિકર્ણિકા ફિલ્મ્સ છે. આ સાથે પોતાના બેનર હેઠળ બે ફિલ્મ્સની જાહેરાત કરી છે. જેમાં ટીકુ વેડ્સ શેરૂ અને અપરાજિતા અયોધ્યાનો સમાવેશ થાય છે.

કંગના કરશે OTTમાં ડેબ્યૂ
કંગના ટૂંક સમયમાં ડિજિટલ વર્લ્ડમાં પગલું ભરવા જઈ રહી છે. લોકપ્રિય ટેલિવિઝન શ્રેણી 'ટેમ્પ્ટેશન આઇલેન્ડ'ના ભારતીય વર્ઝનથી કંગના રનૌત ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવાની તૈયારીમાં છે.