કંગના માટે આખો દિવસ મને ઈમ્પ્રેસ કરવામાં લાગી રહેતો હતો પપ્પૂ

પોતાના ટ્વિટ માટે હંમેશા છવાયેલી રહેતી રંગોલીએ હવે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર ઋતિક સાથે પોતાનો જૂનો ફોટો શેર કર્યો છે.

બૉલિવુડ અભિનેત્રી કંગના રનોતની બહેન રંગોલી ચંદેલ સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. તે ઘણી વાર બૉલિવુડના મોટા મોટા સ્ટાર સાથે પંગો લે છે. આ વખતે તેના નિશાના પર છે અભિનેતા ઋતિક રોશન. પોતાના ટ્વિટ માટે હંમેશા છવાયેલી રહેતી રંગોલીએ હવે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર ઋતિક સાથે પોતાનો જૂનો ફોટો શેર કર્યો છે.

‘આજે કહે છે હમ આપકે હે કૌન?'

‘આજે કહે છે હમ આપકે હે કૌન?'

રંગોલી ચંદેલે ઋતિક સાથે આ ફોટો શેર કરીને તેને પપ્પૂ કહ્યુ છે. રંગોલીએ ફોટાના કેપ્શનમાં લખ્યુ, આ જુઓ પપ્પુજી, આખો દિવસ મને ઈમ્પ્રેસ કરવામાં લાગી રહેતો હતો જેથી મારી બહેનની ગુડ બુકમાં આવી જાય અને આજે કહે છે કે હમે આપકે હે કોન? તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા ઋતિક અને કંગના પોતાના રિલેશનશિપ માટે ઘણા છવાયા હતા. જેના પર રંગોલી ઘણી વાર ટ્વિટ કરી ચૂકી છે.

‘નેપો પ્રોડક્ટ પપ્પુ'

‘નેપો પ્રોડક્ટ પપ્પુ'

એક અન્ય ટ્વિટમાં રંગોલીએ ઋતિક માટે લખ્યુ, ‘કેમ(કંગના) કોઈ એવા વ્યક્તિનો પીછો કરે જે એના માટે પાગલ હતો, પરંતુ પોતાની પત્નીને છોડી નહોતો શકતો કારણકે તે પોતાના પિતાના પૈસે જીવી રહ્યો છે. કંગના રનોત પાસે ઘણી સંપત્તિ છે. તેણે(ઋતિક) પોતાનુ ખુદનુ ઘર પણ નથી ખરીદ્યુ. નેપો પ્રોડક્ટ પપ્પુ, આમાં પીછો કરવા જેવુ છે શું?'

અહમદ ખાનને ગણાવ્યા નિષ્ફળ ફિલ્મમેકર

આ પહેલા રંગોલી બાગી-3ના ડાયરેક્ટર અહમદ ખાન પર જોરદાર વરસી હતી કારણકે તેમણે કંગનાની ફિલ્મને ફ્લોપ કહી દીધી હતી. ત્યારે રંગોલીએ ટ્વિટ કરીને કહ્યુ, એક નિષ્ફળ ફિલ્મમેકર અહેમદ ખાન જેણે એક સારી ફિલ્મ નથી બનાવી, તે મણિકર્ણિકાથી આટલી બળે છે કેમ, તે ફિલ્મ જેણે જાપાનમાં બધા રેકોર્ડ તોડ્યા, ભારતમાં મોટી હિટ રહી. ખુદને ફિલ્મ બનાવવી આવડતી નથી. એક અન્ય ટ્વિટમાં રંગોલીએ જણાવ્યુ કે અહેમદ ખાને કંગનાની માફી પણ માંગી છે.

કંગનાની મેનેજર છે રંગોલી

કંગનાની મેનેજર છે રંગોલી

તમને જણાવી દઈએ કે રંગોલી ચંદેલ બેબાકીથી સોશિયલ મીડિયા પર પોતાનુ મંતવ્ય રાખવા માટે જાણીતી છે. તેના ઘણા ટ્વિટ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. કંગના રનોતની બહેન હોવા સાથે રંગોલી ચંદેલ તેની મેનેજર પણ છે. તે એ વખતે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વધી રહેલા પરિવારવાદ વિશે પ્રોડ્યુસર કરણ જોહર અને આલિયા ભટ્ટ જેવા લોકોની ટીકા કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X