For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચંદીગઢ પહોંચતા જ કંગના બોલી, જાન બચી તો લાખો પાયે, શિવસેનાને ફરીથી કહી સોનિયા સેના

મુંબઈથી ચંદીગઢ પહોંચતા જ કંગનાએ એક પછી એક ટ્વિટ કરીને જણાવ્યુ કે મુંબઈથી ચંદીગઢ પહોંચ્યા બાદ તે કેવુ અનુભવી રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેત્રી કંગના રનોત અને મહારાષ્ટ્રની શિવસેના વચ્ચે વિવાદ ઘટી નથી રહ્યો. મુંબઈની તુલના પીઓકે સાથે કરનાર કંગના એક પછી એક મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર અને શિવસેના પર હુમલો કરી રહી છે. કંગના સોમવારે સવારે જ મુંબઈથી મનાલી પોતાના ઘર માટે રવાના થઈ ગઈ. કંગના રનોત સોમવારે સવારે મુંબઈથી ચંદીગઢ પહોંચતા જ કંગનાએ એક પછી એક ટ્વિટ કરીને જણાવ્યુ કે મુંબઈથી ચંદીગઢ પહોંચ્યા બાદ તે કેવુ અનુભવી રહી છે.

શિવસેનામાંથી સોનિયા સેના થતાં જ મુંબઈમાં આતંકી પ્રશાસનની બોલબાલા

શિવસેનામાંથી સોનિયા સેના થતાં જ મુંબઈમાં આતંકી પ્રશાસનની બોલબાલા

કંગના રનોતે ટ્વિટમાં લખ્યુ - ચંદીગઢમાં ઉતરતા જ મારી સિક્યોરિટી નામ માત્ર રહી ગઈ છે. લોકો ખુશીથી અભિનંદન આપી રહ્યા છે, લાગે છે કે આ વખતે હું બચી ગઈ, એક દિવસ હતો જ્યારે મુંબઈમાં માના પાલવની શીતળતા અનુભવાતી હતી, આજે એ દિવસ છે જ્યારે જાન બચી તો લાખો પાયે. વળી, કંગનાએ પોતાના બીજા ટ્વિટમાં લખ્યુ - શિવસેનામાંથી સોનિયા સેના થતાં જ મુંબઈમાં આતંકી પ્રશાસનની બોલબાલા. જ્યારે રક્ષક જ ભક્ષક થવાનુ એલાન કરી રહ્યા છે, લોકતંત્રનુ ચીરહરણ કરી રહ્યા છે. મને નબળી સમજીને મોટી ભૂલ કરી રહ્યા છે. એક મહિલાને ડરાવીને તેને નીચી દેખાડીને, પોતાની ઈમેજ ધૂળ કરી રહ્યા છે.

કંગના અને શિવસેના વચ્ચે ચાલુ છે વાકયુદ્ધ

કંગના અને શિવસેના વચ્ચે ચાલુ છે વાકયુદ્ધ

ઉલ્લેખનીય છે કે કંગના અને મહારાષ્ટ્રની શિવસેના સરકાર વચ્ચે સતત વાકયુદ્ધ ચાલુ છે જ્યારે સુશાંત સિંહ રાજપૂત કેસ માટે મુંબઈને અસુરક્ષિત ગણાવીને મુંબઈ પોલિસ તંત્રના કામકાજની ટીકા કરી હતી. ત્યારબાદ શિવસેના નેતા સંજય રાઉતે કંગનાને મુંબઈ ન આવવાની ચેતવણી આપી હતી. પહેલા કંગનાએ મુંબઈની તુલના પીઓકે સાથે કરી દીધી ત્યારબાદ તેણે સંજય રાઉતને ચેલેન્જ કરી હતી કે તે 9 સપ્ટેમ્બરે મુંબઈ પહોંચી રહી છે. સાથે જ તેણે કેન્દ્ર પાસે સુરક્ષાની માંગ કરી હતી. ત્યારબાદ કંગનાને કેન્દ્ર સરકારે સુરક્ષા પૂરી પાડી. 9 સપ્ટેમ્બરે કંગના સુરક્ષા સાથે મુંબઈ પહોંચી અને એ જ દિવસે બીએમસીએ તેની મુંબઈ સ્થિત આલીશાન ઑફિસ તોડી દીધી હતી. ઑફિસ તોડ્યા બાદ કંગનાએ સીધા સીએમ ઉદ્ધવ ઠાકરેના નામે વીડિયો જારી કરીને ખરીખોટી સંભળીને પડકાર્યા.

'પીઓકે માટે મારી કહેલી વાત સાચી હતી'

'પીઓકે માટે મારી કહેલી વાત સાચી હતી'

આજે સવારે કંગનાએ મુંબઈ છોડતા પહેલા પણ ટ્વિટ કર્યુ અને એક સમાચારની લિંક શેર કરે છે જેમાં શિવસેનાએ કંગના પર કટાક્ષ કર્યો છે અને ઈશારામાં 'પાણીમાં રહીને મગર સાથે દુશ્મની' કહીને ચેતવી છે. કંગનાએ લખ્યુ - ભારે મન સાથે આજે મુંબઈથી રવાના થઈ રહી છુ, જે રીતે મને સતત આતંકિત કરવામાં આવી છે, મારી ઑફિસને તોડ્યા બાદ મારા ઘરને તોડવાની કોશિશમાં સતત મને ગાળો આપવામાં આવી, હુમલા કરવામાં આવ્યા, મારી ચારે તરફ ઘાતક હથિયારો સાથે સતર્ક સુરક્ષા હતી. એટલા માટે મારે એ કહેવુ જોઈએ કે પીઓકે માટે મારી કહેલી વાત સાચી હતી.

મને નબળી સમજીને મોટી ભૂલ કરી રહ્યા છે

મને નબળી સમજીને મોટી ભૂલ કરી રહ્યા છે

પોતાના એક ટ્વિટમાં કંગનાએ મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. જેમાં તેમણે કહ્યુ, 'જ્યારે રક્ષક જ ભક્ષક થવાનુ એલાન કરી રહ્યા હોય, લોકતંત્રનુ ચીરહરણ કરી રહ્યા હોય, ત્યારે મને નબળી સમજવાની મોટી ભૂલ કરી રહ્યા છે. એક મહિલાને ડરાવીને, તેને નીચુ દેખાડીને પોતાની ઈમેજ ધૂળ કરી રહ્યા છે.' તમને જણાવી દઈએ કે કંગના રનોતે મુંબઈ આવતા પહેલા પોતાની કોરોના વાયરસની તપાસ કરાવી હતી. તેનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો પરંતુ તેને મુંબઈમાં 7 દિવસથી વધુ રહેવાની મંજૂરી નહોતી. આના કારણે તે મહારાષ્ટ્ર સરકારે તેેને ક્વૉરંટાઈનના નિયમોમાંથી છૂટ આપી હતી.

Monsoon Session 2020: 68 વર્ષના ઈતિહાસમાં સંસદમાં પહેલી વાર જોઈ આ અનોખી વાતોMonsoon Session 2020: 68 વર્ષના ઈતિહાસમાં સંસદમાં પહેલી વાર જોઈ આ અનોખી વાતો

English summary
Kangana reached Chandigarh, hits on Maharashtra government, again says Shiv Sena is Sonia sena.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X