કંગના રનોત પાસે છે સિક્રેટ સોશિયલ મીડિયા અકાઉન્ટ, કર્યો ચોંકાવનારો ખુલાસો
અભિનેત્રી કંગના રનોત હાલમાં એક પછી એક ધમાકેદાર ફિલ્મો કરી રહી છે અને હાલમાં જ રિલીઝ થયેલા તેના થલઈવી લુકે લોકોને ઘણા ચોંકાવી દીધા હતા. એ તો બધા જાણે છે કે કંગના રનોત પાસે કોઈ પણ પ્રકારનુ સોશિયલ મીડિયા અકાઉન્ટ નથી અને ના તે આમાં સમય પસાર કરે છે. જો તમે પણ આ સાચુ માનતા હોય તો તમે ખોટુ વિચારી રહ્યા છો. વાસ્તવમાં કંગના રનોતે હાલમાં જ એક ખુલાસો કર્યો છે જે બાદ બધા લોકો ચોંકી ગયા છે. કંગના રનોતે હાલમાં જ વાત કરીને ખુલાસો કર્યો કે તેની પાસે એક સિક્રેટ સોશિયલ મીડિયા અકાઉન્ટ છે અને એ જ્યારે ફ્રી થાય છે તો લગભગ 7થી 8 કલાક તેમાં પસાર કરે છે.

બેબાક અંદાજ
કંગના રનોત વિશે કહેવાય છે કે તે પોતાની વાતો ખૂબ જ બેબાક અંદાજમાં લોકો સામે રાખે છે અને લોકો તેની આ અદાના દીવાના છે. તેના અભિનયની વાત કરીએ તો તે ઘણી દમદાર અભિનેત્રી છે. હાલમાં કંગના રનોત આ ફિલ્મોમાં માટે ઘણી બિઝી છે...

પંગા
કંગના રનોત આવનારા સમયમાં ફિલ્મ પંગામાં જોવા મળવાની છે. આ ફિલ્મને અશ્વી અય્યર તિવારી નિર્દેશિત કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ દિશા પટાનીએ બિકિનીમાં શેર કર્યો ખાસ ફોટો, ફેન્સને ગમ્યો આ અંદાજ, જુઓ PICS

થલઈવી
અભિનેત્રી અને નેતા જયલલિતાની બાયોપિકનો હિસ્સો કંગના બનશે. તે લીડ રોલ નિભાવી રહી છે.

ધાકડ
કંગના રનોત ફિલ્મ ધાકડમાં એક્શન કરતી જોવા મળવાની છે.

રહે છે ચર્ચામાં
કંગના રનોત હંમેશા દરેક મામલે પોતાના નિવેદનો માટે ચર્ચામાં રહે છે.

ફેન્સ જોઈ રહ્યા છે રાહ
કંગનાની આવનારી ઘણી ફિલ્મોની તેના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે એકલી જ હિટ આપવાની કાબિલિયત ધરાવે છે.