જસ્ટીસ હેમા કમિટીના રિપોર્ટ બાદ કન્નડ અભિનેત્રીનો મોટો ખુલાસો, કહ્યુ - મારી સાથે ઘૃણાસ્પદ હરકત થઈ
Minu Muneer Shocking Revelation: કન્નડ અભિનેત્રી મીનુ મુનીર મોલીવુડની નવી સેલિબ્રિટી છે, જેણે ઉદ્યોગના કેટલાક મોટા કલાકારો સામે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અભિનેત્રીએ ફેસબુક પર એક વિગતવાર પોસ્ટમાં દાવો કર્યો હતો કે મુકેશ, મણિયંપિલા રાજુ, ઇદવેલા બાબુ અને જયસૂર્યાએ 2013ના એક ફિલ્મ પ્રોજેક્ટના સેટ પર તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું.
આ ઘટના અંગે કેટલાક પ્રોડક્શન કંટ્રોલરનું નામ પણ લેવામાં આવ્યું હતું. અભિનેત્રીએ કહ્યું કે હું મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મુકેશ, મણિયનપિલ્લા રાજુ, ઈદવેલા બાબુ, જયસૂર્યા, એડવોકેટ ચંદ્રશેકરન, પ્રોડક્શન કંટ્રોલર નોબલ અને વિચુ દ્વારા કરવામાં આવતી જધન્ય પ્રવૃત્તિઓની જાણ કરવા માટે લખી રહી છું.

અભિનેત્રીએ જણાવ્યું કે 2013માં એક પ્રોજેક્ટ પર કામ કરતી વખતે તેણે આ લોકો દ્વારા શારીરિક અને મૌખિક શોષણનો સામનો કરવો પડ્યો હતો. મેં સહકાર આપવા અને કામ ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો પરંતુ તે અસહ્ય બન્યું. આ પછી મને મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડીને ચેન્નાઈ શિફ્ટ થવાની ફરજ પડી.
અભિનેત્રી વધુમાં કહે છે કે મેં અખબારના એક લેખમાં દુર્વ્યવહાર સામે મારો અવાજ ઉઠાવ્યો હતો. હવે હું જે આઘાત અને પીડા સહન કરી છે તેના માટે હું ન્યાય અને જવાબદારીની માંગ કરી રહી છું. તેમના ઘૃણાસ્પદ કૃત્યો માટે તેમની સામે પગલાં લેવામાં હું તમારી મદદની વિનંતી કરું છું.
તેણે બાદમાં પત્રકારોને મુકેશ સાથે પોતાના એ અપ્રિય અનુભવ વિશે જણાવ્યું જ્યારે તેણે મલયાલમ મૂવી આર્ટિસ્ટ એસોસિયેશન (AMMA) નુ સભ્યપદ માંગ્યુ હતુ. અભિનેત્રીએ કહ્યું કે જ્યારે મેં AMMAની સદસ્યતા માંગી ત્યારે મેં છ ફિલ્મોમાં કામ કર્યું હતું. મુકેશે મને કહ્યું કે જો મારે આ સંસ્થાનો ભાગ બનવું હોય તો મારે તેની સાથે સેક્સ કરવું પડશે.












Click it and Unblock the Notifications
