For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે 'કાંતારા'ની જબરદસ્ત સક્સેસનો રાઝ, ડાયરેક્ટર ઋષભ શેટ્ટીએ બૉલિવુડને આપી આ સલાહ

લોકકથાઓ અને રીતિરિવાજો પર આધારિક ઋષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા બૉક્સ ઑફિસ પર જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. જાણો તેની સફળતાનો રાઝ.

|
Google Oneindia Gujarati News

લોકકથાઓ અને રીતિરિવાજો પર આધારિક ઋષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા બૉક્સ ઑફિસ પર જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. અત્યાર સુધી આ દુનિયાની સૌથી વધુ કમાણી કરતી બીજી કન્નડ ફિલ્મ બની ચૂકી છે અને 2022માં સૌથી વધુ કમાણી કરતી ફિલ્મોમાંની એક બની ગઈ છે. ફિલ્મના દિગ્દર્શક ઋષભ શેટ્ટી ફિલ્મની સફળતાનો શ્રેય તેના ભવ્ય પેકેજિંગને આપે છે જે કન્નડ સંસ્કૃતિને સારી રીતે દર્શાવે છે. કાંતારાની કહાની જબરદસ્ત હોવાના કારણે ફિલ્મ શાનદાર પ્રદર્શન કરી રહી છે. આનો શ્રેય સંપૂર્ણપણે ફિલ્મના ડાયરેક્ટર અને હીરો ઋષભ શેટ્ટીને જાય છે.

બૉલિવુડના ઘટતા ગૌરવ વિશે કરી વાત

બૉલિવુડના ઘટતા ગૌરવ વિશે કરી વાત

ફિલ્મની સફળતા વચ્ચે ઋષભ શેટ્ટીએ બૉલિવુડના ઘટી રહેલા જાદૂ વિશે વાત કરી છે. નિર્દેશકે બૉલિવુડ મેકર્સને ફિલ્મો બનાવવા માટે ખાસ સલાહ પણ આપી છે અને બૉલિવુડની ઘટતી ધાકનુ કારણ પણ જણાવ્યુ છે. કાંતારા કન્નડ સિવાય અન્ય ભાષાઓમાં પણ રિલીઝ થઈ છે. આ દરમિયાન ફિલ્મના દિગ્દર્શક ઋષભ શેટ્ટીએ તેમની ફિલ્મની શાનદાર સફળતા અને બૉલિવુડના ઘટતા ગૌરવ વિશે વાત કરી છે.

કાંતારાની સફળતાનો રાઝ

કાંતારાની સફળતાનો રાઝ

હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં ઋષભ શેટ્ટીએ કહ્યુ કે જ્યારે હું લખુ છુ અથવા જે બેકગ્રાઉન્ડ પસંદ કરુ છુ, તે એ જ હોય છે જે મે જોયુ છે. જો તમે કાંતારાને જુઓ તો તેની વાર્તા ખૂબ જ સરળ છે. તેમાં એક હીરો અને એક વિલન છે. નિયમિત સ્ટાફ છે. બેકગ્રાઉન્ડમાં શું છે - બેકગ્રાઉન્ડ, લેયર અને પેકેજિંગ. જ્યારે આ બધુ મળે છે ત્યારે ફિલ્મમાં એક અલગ જ ફીલ આવે છે. હું નાનપણથી જ આ જોતો આવ્યો છુ. તો મે ફિલ્મમાં પણ એ જ બતાવ્યુ છે. તેમણે કહ્યુ કે તે જેટલુ મૌલિક છે તેટલુ જ સાર્વત્રિક છે. તેથી જો કોઈ ફિલ્મ નિર્માતા આ સમજી શકે અને પેકેજમાં સંસ્કૃતિ અથવા પ્રદેશ બતાવે તો આશા છે કે ફિલ્મ સારો દેખાવ કરશે જ. પરંતુ આ ચોક્કસ ન હોઈ શકે.

બૉલિવુડ મેકર્સને આપી સલાહ

બૉલિવુડ મેકર્સને આપી સલાહ

ઋષભનુ કહેવુ છે કે બૉલિવુડના નિર્માતાઓ આ વાતને ક્યાંકને ક્યાંક ભૂલી રહ્યા છે. આજકાલ પશ્ચિમી પ્રભાવને કારણે હૉલીવુડ કન્ટેન્ટના ચક્કરના કારણે ફિલ્મ નિર્માતાઓ આ જ વસ્તુ ભારતમાં લાગુ કરવા માંગે છે. પણ તમે આવુ કેમ કરો છો? લોકોને પહેલેથી જ બધુ હૉલીવુડમાંથી મળી રહ્યુ છે. તો શા માટે તેઓ એ જ વસ્તુ ફરીથી જોવા માંગશે? પરંતુ કેટલીક હિન્દી ફિલ્મો એવી છે, જે વર્ષ 2022માં સફળ રહી છે. આ વર્ષે બહુ ઓછી ફિલ્મોએ સફળતાનો સ્વાદ ચાખ્યો છે. 'ગંગુબાઈ કાઠિયાવાડી', 'ધ કાશ્મીર ફાઇલ્સ', 'ભૂલ ભુલૈયા 2' અને 'બ્રહ્માસ્ત્ર' એવી કેટલીક ફિલ્મો છે જેનુ દર્શકો સાથે મજબૂત જોડાણ રહ્યુ.

ઓટીટી પર મળે છે દુનિયાભરનુ કન્ટેન્ટ

ઓટીટી પર મળે છે દુનિયાભરનુ કન્ટેન્ટ

ઋષભ કહે છે કે ઓટીટી પર લોકોને દુનિયાભરમાંથી કન્ટેન્ટ મળે છે. આવી સ્થિતિમાં લોકોને જે નથી મળતુ, એ છે મારા ગામની કહાની. આ એક એવી કહાની છે જે દુનિયામાં બીજે ક્યાંય જોવા મળતી નથી. આ કંઈક અલગ છે. તમારા વિસ્તારની કહાની છે, જે તમારે લોકો સુધી પહોંચાડવાની જરૂર છે.

English summary
Kantara director Rishab Shetty reveals the success mantra of the film, gives advice to bollywood.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X