કપિલ શર્માએ કરી અક્ષય કુમારને મનાવવાની કોશિશ, પીએમ મોદીની મજાક ઉડાવતો વીડિયો લીક થવાથી નારાજ

અક્ષય કુમારના કપિલ શર્મા શોમાં જવાની ના પાડવાની વાત મીડિયામાં આવ્યા બાદ કપિલ શર્માએ પોતાના ટ્વિટર પર નિવેદન જાહેર કર્યુ છે.

મુંબઈઃ ટીવી જગતને ત્યારે ઝટકો લાગ્યો જ્યારે ફેન્સને ખબર પડી કે ધ કપિલ શર્મા શોમાં પોતાની ફિલ્મ બચ્ચન પાંડે પ્રમોટ કરવાની અક્ષય કુમારે ના પાડી દીધી. આ ઝટકો ફેન્સને એટલા માટે લાગ્યો કારણકે અક્ષય કુમાર વર્ષમાં ચાર વાર ધ કપિલ શર્મા શો પર પોતાની ફિલ્મો પ્રમોટ કરતા જોવા મળે છે અને કપિલ શર્મા સાથે તેમની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ ગમે છે પરંતુ અક્ષય કુમારના કપિલ શર્મા શોમાં જવાની ના પાડવાની વાત મીડિયામાં આવ્યા બાદ કપિલ શર્માએ પોતાના ટ્વિટર પર નિવેદન જાહેર કરીને જણાવ્યુ કે અક્ષય કુમાર અને તેમના વિશે જેટલી વાતો લખવામાં આવી રહી છે તે માત્ર એક ગેરસમજ છે. કપિલે એ પણ કહ્યુ કે તેણે અક્ષય કુમાર સાથે વાત કરીને બધુ ક્લિયર કરી દીધુ છે અને અક્ષય તેમની સાથે આગલા એપિસોડનુ જલ્દી શૂટિંગ કરશે.

અક્ષય કુમારે એડિટ કરવા કહ્યુ

અક્ષય કુમારે એડિટ કરવા કહ્યુ

વાસ્તવમાં અતરંગી રેના પ્રમોશન દરમિયાન અક્ષય કુમાર અને કપિલ શર્મા વચ્ચે એક નોંકઝોંક થઈ જ્યાં મજાકમાં શામેલ થઈ ગયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. આ શૂટ કર્યા બાદ અક્ષય કુમારે આ ભાગને એડિટ કરવા માટે કહી દીધુ હતુ અને આ એપિસોડમાં એડિટ પણ કરી દેવામાં આવ્યુ હતુ.

કૉન્ટ્રોવર્સીથી દૂર રહેવાની કોશિશ

ઉલ્લેખનીય છેકે જ્યારથી અક્ષય કુમાર ભાજપ અને પ્રધાનમંત્રી સાથે અંગત રીતે જોડાયા છે ત્યારથી તે તેમની સાથે જોડાયેલી કોઈ પણ કૉન્ટ્રોવર્સીથી દૂર રહેવાની કોશિશ કરે છે. આના કારણે અક્ષય કુમાર પહેલા પણ ઘણી વાર ટ્રોલ અને ટીકાઓના શિકાર થઈ ચૂક્યા છે.

ક્લિપ ના પાડવા છતા લીક થઈ

હાલમાં જ અક્ષય કુમાર અને કપિલ શર્માના એપિસોડમાંથી એડિટ કરવામા આવેલ નરેન્દ્ર મોદીની મજાકવાળી ક્લિપ ઈન્ટરનેટ પર લીક થઈ ગઈ અને લોકોએ અક્ષય કુમારને ટ્રોલ કરવાનુ શરુ કરી દીધુ. આ વાતથી અક્ષય કુમાર, કપિલ શર્માથી નારાજ થઈ ગયા. તેમનુ માનવુ છે કે આ ક્લિપ ના પાડવા છતા લીક થઈ જવી તેમના બેજવાબદાર અને અનપ્રોફેશનલ વલણને દર્શાવે છે. બસ, આ જ કારણ છે કે અક્ષય કુમારે બચ્ચન પાંડેનુ પ્રમોશન ધ કપિલ શર્મા શો પર કરવાની ના પાડી દીધી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X