For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુઝર પર ભડક્યા કપિલ શર્મા, જવાબ આપી ટ્વીટ કર્યું ડીલીટ

બોલીવુડ ડ્રગ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ તેની કાર્યવાહી ઝડપી કરી છે. તાજેતરમાં કોમેડીન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચીયાની ધરપકડ કરવામાં આવી હતી. તેમના ઘરે દરોડા પાડયા હતા અને એન

|
Google Oneindia Gujarati News

બોલીવુડ ડ્રગ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ તેની કાર્યવાહી ઝડપી કરી છે. તાજેતરમાં કોમેડીન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચીયાની ધરપકડ કરવામાં આવી હતી. તેમના ઘરે દરોડા પાડયા હતા અને એન.સી.બી.ને ત્યાથી ગાંજો મળી આવ્યો હતો. જોકે, બંનેને જામીન અપાયા હતા. ભારતીને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરવામાંઆવી હતી. ભારતી સિવાયના કોમેડીયનોને પણ ટ્રોલ કરવા માટે ઘણા પ્રયત્નો થયા.

યુઝરે કપિલને ટ્રોલ કર્યો

યુઝરે કપિલને ટ્રોલ કર્યો

ટ્વિટર પર એક યુઝરે કપિલ શર્માને પણ ટ્રોલ કર્યો હતો. આ બાદ કપિલ શર્મા ગુસ્સે થયો અને તે જવાબ આપવાથી પોતાને રોકી શક્યો નહીં. કપિલ શર્માએ આ યુઝરની બોડી શેમીંગ કરતા ટ્વિટ કર્યું હતું પરંતુ બાદમાં તેનું ટ્વીટ ડિલીટ કર્યું હતું. યુઝરે કપિલ શર્માને પૂછ્યું, 'ભારતીનું શું થયું? પકડાઇ ન હતી ત્યાં સુધી .. ડ્રગ્સ લેતી ન હતી .. તે જ તમારા હાલ છે, જ્યાં સુધી તમે પકડશો નહીં .. નો ડ્રગ્સ. ' યુઝરે કપિલ શર્માને પણ પોતાના ટ્વિટમાં ટેગ કર્યા છે.

કપિલ શર્માએ કર્યું બોડી શેમીંગ વાળું ટ્વીટ

કપિલ શર્માએ કર્યું બોડી શેમીંગ વાળું ટ્વીટ

આનાથી કપિલ શર્મા ગુસ્સે થયો અને તેણે આ યુઝરને જવાબ આપ્યો. કપિલે પોતાના ટ્વિટમાં કહ્યું, 'પહેલા પોતાની સાઇઝનું શર્ટ સિવડાવી દે મોટે.' જોકે બાદમાં તેણે પોતાનું ટ્વીટ ડિલીટ કર્યું હતું. તમને જણાવી દઇએ કે અન્ય હાસ્ય કલાકારો રાજુ શ્રીવાસ્તવ અને સુનીલ પાલની પણ આ મામલે પ્રતિક્રિયા હતી. તેમણે કહ્યું હતું કે એનસીબી દ્વારા ભારતી સિંહની ધરપકડથી તે ઘણા આશ્ચર્ય પામ્યા છે. આ સાથે, તે નિરાશ પણ છે કે, ડ્રગ્સના કેસમાં ઇન્ડસ્ટ્રીમાંથી એક નવું નામ બહાર આવી રહ્યું છે.

રાજુ શ્રીવાસ્તવે શુ કહ્યુ

રાજુ શ્રીવાસ્તવે શુ કહ્યુ

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, શું ભારતી અને તેનો પતિ હર્ષ આવું કંઈ કરી શકે છે? મારું દિલ આ સ્વીકારવા તૈયાર નથી. આ શું છે? લોકો તમને ખૂબ પ્રેમ કરે છે, લાખો લોકો તમને તેમના આઇડલ માને છે, તમારા ફોટા તેમના મોબાઇલમાં રાખે છે, ફોટો તેમના ઘરે રાખે છે. તેઓ તમારા જેવા બનવા માંગે છે અને તેઓને છેતરવામાં આવ્યા છે. આ બધું કરવાની જરૂર શું હતી? એવું નથી કે તમે ડ્રગ્સ લઈને સારા કોમેડિયન બનશો, અથવા તે તમને એનર્જી આપે છે. હું ખુબ ઉદાસ છું હું અહીં શોમાં તેના બચાવ માટે આવ્યો છું, કે અમારી ભારતી આવી નથી અને તે એક સાચી કલાકાર છે. પરંતુ હવે હું સમાચાર જોઉં છું કે ભારતીની ધરપકડ કરવામાં આવી છે, તેણી સ્વીકાર્યું છે, પોલીસને પુરાવા મળ્યા છે, તેના ઘરમાંથી ગાંજો કબજે કરવામાં આવ્યો છે. શું થઇ રહ્યું છે? આ કેવા પ્રકારની કોમેડી છે? આપણુ ફિલ્મ જગત ક્યાં જઈ રહ્યું છે? '

આ પણ વાંચો: ભારતમાં કોરોના વેક્સીનની તૈયારી જોવા માટે 4 ડિસેમ્બરે પૂણે પહોંચશે વિદેશી પ્રતિનિધિ મંડળ

English summary
Kapil Sharma, incensed at the user, replied and tweeted Delete
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X