બે મહિનાથી ગાયબ કપિલ શર્માનું ધમાકેદાર કમબેક?

પૂરા બે મહિના પછી કોમેડી કીંગ કપિલ શર્માએ મૈન તોડ્યુ હતુ અને ટ્વિટ દ્વારા પોતાના ચાહકોને કહ્યુ હતુ કે તે જલ્દી પાછો આવવાનો છે પરંતુ તેણે એ નહોતુ કહ્યુ કે કયા માધ્યમથી પોતાના ફેન્સ વચ્ચે જોવા મળશે.

પૂરા બે મહિના પછી કોમેડી કીંગ કપિલ શર્માએ મૈન તોડ્યુ હતુ અને ટ્વિટ દ્વારા પોતાના ચાહકોને કહ્યુ હતુ કે તે જલ્દી પાછો આવવાનો છે પરંતુ તેણે એ નહોતુ કહ્યુ કે કયા માધ્યમથી પોતાના ફેન્સ વચ્ચે જોવા મળશે. લોકો વિચારી રહ્યા હતા કે કપિલ ટીવી પર પોતાના 'ફેમિલી ટાઈમ વિથ કપિલ' દ્વારા કમબેક કરશે પરંતુ સમાચાર છે કે કપિલ સુપર સ્ટાર સલમાન ખાન સાથે ફિલ્મોમાં જોવા મળશે.

સલમાનની ફિલ્મમાં કપિલ શર્મા?

સલમાનની ફિલ્મમાં કપિલ શર્મા?

ચર્ચા છે કે લોકોના ફેવરિટ કપિલ શર્મા સુપર સ્ટાર સલમાન ખાનની આવનારી ફિલ્મ ‘શેરખાન' માં જોવા મળી શકે છે કે જે તેમના ભાઈ સોહેલ ખાન બનાવવાના છે. થોડા સમય પહેલા એક શો દરમિયાન સોહેલ ખાને કપિલ શર્માને વચન આપ્યુ હતુ કે તે પોતાની આગામી ફિલ્મ ‘શેરખાન' માં તેને લેશે.

કપિલ શર્માનું ગ્રાન્ડ કમબેક?

કપિલ શર્માનું ગ્રાન્ડ કમબેક?

ઘણા સમયથી શેર ખાન વિશે કોઈ ચર્ચા નહોતી. એવુ માનવામાં આવી રહ્યુ હતુ કે આ ફિલ્મનો આઈડિયા સોહેલ ખાને ડ્રોપ કરી દીધો છે પરંતુ હાલમાં સલમાને સંકેત આપ્યા કે આ ફિલ્મની પ્લાનિંગ ચાલી રહી છે. ત્યારબાદ ચર્ચા ગરમાઈ કે કપિલ શર્મા આ ફિલ્મ દ્વારા ફરીથી પોતાના દર્શકો વચ્ચે જોવા મળશે.

બે મહિનાથી ગાયબ હતા કપિલ શર્મા

બે મહિનાથી ગાયબ હતા કપિલ શર્મા

એમાં કોઈ બેમત નથી કે કપિલના ફેન્સ તેના ધમાકેદાર કમબેકની ખૂબ રાહ જોઈ રહ્યા છે અને જ્યારે કપિલે પોતે કહ્યુ કે તે જલ્દી કમબેક કરવાના છે તો લોકોની ઉત્સુકતા વધી ગઈ. તમને જણાવી દઈએ કે 6 એપ્રિલથી ગાયબ કપિલે 8 જૂનની રાતે ટ્વિટ કરીને પોતાના વિશે જાણકારી આપી હતી. કપિલે કહ્યુ હતુ કે હું ટ્રાવેલિંગ કરી રહ્યો હતો અને હું વચન આપુ છુ કે હું બહુ જલ્દી ટીવી શો દ્વારા કમબેક કરીશ, બસ તમારો પ્રેમ આ રીતે આપતા રહેજો.

વિવાદોમાં કપિલ

વિવાદોમાં કપિલ

ઉલ્લેખનીય છે કે સોની પર ‘ફેમિલી ટાઈમ' જેવા ફ્લોપ શો થી ટીવી પર કમબેક કરનાર કપિલ શર્માના થોડા દિવસો ખૂબ મુશ્કેલીભર્યા રહ્યા. પહેલા તેમનો જૂનો શો તેના સાથીઓ સાથેના ઝઘડાના કારણે બંધ થયો અને ત્યારબાદ તે પોતાની કથિત પ્રેમિકા અને મેનેજર પ્રીતિ સિમોસને કારણે વિવાદોમાં રહ્યા, ત્યારબાદ તેમના એક ગાળોવાળા ટ્વિટે તેની સામે મોરચો ખોલી દીધો. જેમાં તેણે એક વેબસાઈટ દ્વારા એડિટરને ગંદી ગંદી ગાળો આપી હતી. તેમણે એડિટર, પ્રીતિ સિમોસ અને તેની બહેન સામે પોલિસમાં ફરિયાદ પર ફાઈલ કરાવી હતી અને ત્યારબાદ તે 6 એપ્રિલથી ગાયબ હતા. તે કોઈ મીડિયા સાથે પણ વાત નહોતા કરતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X