કપિલ શર્મા શોના જુનિયર 'નાના પાટેકરે' ફિનાઇલ પીધું, લાઇવ કેમેરા સામે આત્મહત્યાનો પ્રયાસ
તીર્થાનંદ રાવ કપિલ શર્મા શોમાં નાના પાટેકરનું પાત્ર ભજવવા માટે પ્રખ્યાત છે. કોમેડિયન તીર્થાનંદ રાવે લાઈવ કેમેરા સામે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. તેણે ફેસબુક પર લાઈવ આવીને ફિનાઈલ ભરેલો ગ્લાસ પીધો હતો. આ પહેલાં લગભગ 10 મિનિટ સુધી તેણે જણાવ્યું કે અંતે શું થયું કે તેને આત્મહત્યા જેવું પગલું ભરવા માટે મજબૂર કરવામાં આવ્યો.
તીર્થાનંદ રાવે કહ્યું હતું કે તે એક મહિલા સાથે લિવ-ઈનમાં રહે છે. તે મહિલાને કારણે તેના પર ત્રણથી ચાર લાખ રૂપિયાનું દેવું પણ થઈ ગયું છે. તે મહિલા તેને મારે છે, તેનું માનસિક શોષણ કરે છે. આટલું કહ્યા બાદ તીર્થાનંદ રાવે ફિનાઈલની બોટલ ખોલી અને એને સામે રાખેલા ગ્લાસમાં નાખીને પીધું. અહેવાલો અનુસાર, તેના કેટલાક મિત્રોએ તરત જ પોલીસને ફોન કર્યો અને તેને હોસ્પિટલ લઈ ગયા.

તીર્થાનંદે વીડિયોમાં કહ્યું કે તેની બળાત્કારનો આરોપ લગાવવાની ધમકી આપે છે અને મારપીટ કરે છે. 'જ્યારે પણ હું તેનાથી દૂર જાઉં છું ત્યારે તે અડધી રાતે કેબ કરી મારી પાસે આવે છે. તે ધમકી આપે છે કે જો હું તેની સાથે નહીં જાઉં તો તે ત્યાં હંગામો મચાવશે. જ્યારે તે ઘરે આવે છે ત્યારે તે હાથ ઉઠાવે છે. વિરોધ કરશે તો બળાત્કારની ફરિયાદ કરવાની ધમકી આપે છે. તે કહે છે કે જ્યાં સુધી તમે મારી સાથે કોર્ટ મેરેજ નહીં કરો ત્યાં સુધી હું આ કેસ પાછો નહીં લઉં'
હવે તમે જ કહો કે 7-8 મહિનામાં આ મહિલા સાથે રહેવું મુશ્કેલ થઈ રહ્યું છે, તો પછી હું આખી જિંદગી કેવી રીતે પસાર કરીશ. હું કોમેડિયન છું, મારું કામ લોકોને હસાવવાનું છે, પરંતુ આજે આ મહિલાના કારણે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. હું પોલીસને કહેવા માગું છું કે જો મને કંઈ થશે તો તેના માટે તે મહિલા જવાબદાર રહેશે.












Click it and Unblock the Notifications
