શાહરુખે કપિલને ફોન કર્યો, સલમાને આપ્યો પોતાનો સેટ
મુંબઈ, 27 સપ્ટેમ્બર : સાંભળ્યુ હતું કે જ્યારે આપ હસતા હોવ, તો દુનિયા આપની સાથે હોય છે અને જ્યારે રડતા હોવ, ત્યારે આપ એકલા હોવ છો, પણ કપિલ શર્મા સાથે એવું નથી. તેઓ જ્યારે હસે છે, તો પણ દુનિયા તેમની સાથે હોય છે અને આજે જ્યારે દુઃખી છે, ત્યારે પણ આખી દુનિયા તેમની સાથે ઊભી છે. કપિલ શર્માની મદદ માટે બૉલીવુડના મોટા દિગ્ગજો આગળ આવ્યાં છે. પૈસાથી લઈ લોકો કપિલની દરેક રીતે મદદ કરવા તૈયાર છે.

શાહરુખ ખાન અને લતા મંગેશકરે કપિલ શર્માને ફોન કરી પૂછ્યું કે જો તેમને કોઈ પણ વસ્તુની ખોટ સાલે, તો તેઓ તેમને કહી શકે છે, તો બૉલીવુડના દબંગ સલમાન ખાને તો કપિલ શર્માને પોતાના શો બિગ બૉસનો સેટ જ આપી દીધો કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શૂટ કરવા માટે. આમ છતાં કપિલ શર્મા થોડાંક દુઃખી છે, કારણ કે તેમને લાગે છે કે જે સેટ ઉપર તેઓ આટલા વખતથી કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શૂટ કરતા હતાં, આજે તે બળી ગયા બાદ તેમને બીજા સેટ ઉપર શૂટિંગ કરવું પડી રહ્યું છે. તેમને પોતાનો સેટ બહુ યાદ આવે છે.
કપિલે ટ્વિટર પર લખ્યું છે - આશા છે કે આ વીકેન્ડના એપિસોડ્સ આપને સારા લાગ્યા હશે. આ એપિસોડ્સ અમારા સેટ ઉપર શૂટ કરાયેલા છેલ્લા કેટલાંક એપિસોડ્સ હતાં. હવે આગળના એપિસોડ્સ બિગ બૉસના સેટ ઉપર શૂટ કરાશે, પણ પોતાના સેટની વાત જ કંઈક ઓર હતી, પણ કોઈ વાત નહીં. અમે ટુંકમાં જ નવા સેટ ઉપર નયા એલિમેંટ્સ સાથે આવીશું. આપ સૌની દુઆઓ જોઇએ.
કપિલ શર્માના શો કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શર્માની ટીઆરપી ટેલીવિઝન ચૅનલ કલર્સના તમામ શોમાં સૌથી વધુ છે. કલર્સ વાળા જાણે છે કે બિગ બૉસના સેટ પર જો કપિલનો શો શૂટ થશે, તો તેનાથી કપિલના શોની ટીઆરપીનો ફાયદો બિગ બૉસ શોને પણ મળશે. તેથી તેમણે આવો નિર્ણય કર્યો છે. કપિલ શર્માએ બે દિવસ અગાઉ મીડિયાને જણાવ્યુ હતું કે શાહરુખ ખાને ફોન કરી જણાવ્યુ હતું કે કપિલ કેટલા દિવસમાં સેટ જોઇએ આપને. લતાજીએ પણ ફોન કરી જણાવ્યુ હતું કે કપિલ કોઈ પણ વસ્તુની જરૂર હોય તો જણાવજો. કપિલે જણાવ્યું કે આ લોકોનો ફોન કરવો જ મારા માટે બહુ મોટી વાત છે.












Click it and Unblock the Notifications
