વિદ્યા-સિદ્ધાર્થને કરણ જૌહર આપશે સરપ્રાઇઝ
મુંબઈ, 31 ડિસેમ્બર : કરણ જૌહરને એમ તો શાહરુખ ખાનની નજીક ગણવામાં આવે છે, પરંતુ બૉલીવુડમાં બીજા પણ સ્ટાર્સ છે કે જેમના ખાસ મિત્રોમાં તેમની ગણતરી થાય છે. એવાં જ ખાસ સ્ટાર છે યુટીવી મોશનના હૅડ અને તાજેતરમાં જ વિદ્યા બાલનના પતિ બનનાર મિસ્ટર સિદ્ધાર્થ રૉય કપૂર. તેમના માટે કરણ જૌહર એક મસ્ત-મસ્ત સરપ્રાઇઝ પ્લાન કરવાં જઈ રહ્યાં છે. તે પણ નવા વર્ષે એટલે કે 4થી ફેબ્રુઆરીએ.

હકીકતમાં સિદ્ધાર્થ સાથે કરણના ખૂબ સારા રિલેશન છે. એક બાજુ કરણ જૌહરનું પરિવાર વ્યક્તિગત રીતે કપૂર ખાનદાન સાથે નજકથી સંકળાયેલ છે, તો બીજી બાજુ પ્રોફેશનલ રીતે સિદ્ધાર્થની કમ્પની સાથે પણ કરણ જોડાયેલાં છે. તેથી બંને વચ્ચે સંબંધ ખૂબ ગાઢ છે. તેથી કરણ જૌહર વિદ્યા અને સિદ્ધાર્થના લગ્ન-સમારંભ માટે કંઇક સારૂ પ્લાન કરી રહ્યાં છે. વિદ્યા-સિદ્ધાર્થ પોતાના લગ્નની ખુશાલીમાં 4થી ફેબ્રુઆરીના રોજ એક મોટી એવી પાર્ટી મુંબઈમાં યોજી રહ્યાં છે. તેની તૈયારની જવાબદારી કરણ જૌહરને સોંપવામાં આવી છે. કરણ આ પાર્ટીના હોસ્ટ પણ બન્યાં છે.
જોકે એવો પહેલો પ્રસંગ નથી કે જ્યારે કરણ મિયા આ પ્રકારનું કામ કરવા જઈ રહ્યાં છે. આ અગાઉ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન પ્રસંગે યોજાયેલ સંગીત સમારંભની જવાબદારી પણ કરણ સારી રીતે નિભાવી ચુક્યાં છે, તો બીજી બાજુ તાજેતરમાં સૈફ અલી ખાન અને કરીના કપૂરની ગ્રાન્ડ મૅરેજ પાર્ટીના કેટલાંક અંશો પણ કરણે જ દિગ્દર્શિત કર્યા હતાં.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
