For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિવાદો વચ્ચે કરણ જોહરે પીએમ મોદીને લખ્યો પત્ર, થયો વાયરલ

હાલમાં જ કરણ જોહરનુ એક ટ્વિટ સામે આવ્યુ છે કે જે ઝડપથી વાયરલ થઈ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ફિલ્મમેકર કરણ જોહર ઘણા સમયથી ટ્વિટર પર વધુ સક્રિય નથી અને આ બધુ કંગના રનોત દ્વારા તેમના ટ્રોલિંગ બાદ શરૂ થયુ હતુ. પરંતુ હાલમાં જ કરણ જોહરનુ એક ટ્વિટ સામે આવ્યુ છે કે જે ઝડપથી વાયરલ થઈ રહ્યુ છે. તમને જણાવી દઈએ કે આ મોકો હતો મહાત્મા ગાંધી જયંતિનો અને આ પ્રસંગે કરણ જોહરે દેશના પ્રધાનમંત્રીને એક ખાસ પત્ર લખ્યો છે. ગાંધીજીની જયંતિ અને દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર કરણ જોહરે બૉલિવુડ અને યોજનાઓ અંગે પીએમ મોદીને આ પત્ર લખ્યો હતો.

પત્રમાં કરણે લખ્યુ કે..

પત્રમાં કરણે લખ્યુ કે..

આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સ્વતંત્રતાના 75 વર્ષ પૂરા થવા પર ઘણી ખુશ છે અને આના પર એક મોટી ઉજવણી કરવાની તૈયાર કરી રહી છે. અત્યારે તે પ્રયત્ન કરી રહ્યા છે કે તે ભારતની વીરતા, મૂલ્યો અને સંસ્કૃતિ વિશેનુ કન્ટેન્ટ લોકો સામે લાવે. અલગ કન્ટેન્ટ ઉપરાંત તેમનુ કહેવુ હતુ કે રચનાત્મક અને કંઈક અલગ કન્ટેન્ટ સાથે અમે બધા લોકો સામે આવી રહ્યા છે. કરણ જોહર આટલેથી ન અટક્યા પરંતુ તેમણે વધુ એક ટ્વિટ કર્યુ હતુ.

આમને કર્યા ટેગ

આમને કર્યા ટેગ

આ ટ્વિટમાં કરણ જોહરે પોતાની વાત કહેતા ફિલ્મ નિર્માતા રાજકુમાર હિરાની, એકતા કપૂર, આનંદ એલ રાય, સાજિદ નડિયાદવાલા, રોહિત શેટ્ટી અને દિનેશ વિજનને આ પોસ્ટમાં ટેગ કર્યા હતા. કરણ જોહરની આ પોસ્ટ ઘણી પસંદ કરવામાં આવી રહી છે અને લોકો હવે એ જોવા માંગે છે કે પીએમ મોદી આ વિશે કરણ જોહરને શું જવાબ આપે છે.

પીએમ મોદીના જન્મદિવસે કર્યુ હતુ વિશ

પીએમ મોદીના જન્મદિવસે કર્યુ હતુ વિશ

હાલમાં જ કરણ જોહરે પીએમ મોદીના જન્મદિવસે તેમને વિશ કર્યુ હતુ અને પીએમે કરણ જોહરને તેનો જવાબ આપીને આભાર માન્યો હતો. તમને જણાવી દઈએ કે કરણ જોહર હિંદી ફિલ્મ સિનેમાના સૌથી મોટા ફિલ્મમેકર્સમાંના એક છે અને ઘણીવાર કોઈન કોઈ શાનદાર કન્ટેન્ટ સાથે સામે આવતા રહે છે. હાલમાં કરણ જોહર ફિલ્મ સૂર્યવંશી માટે ચર્ચામાં છે જે આવતા વર્ષે રિલીઝ થવાની છે.

PM મોદીએ દુનિયાની સૌથી લાંબી સુરંગ 'અટલ ટનલ'નુ કર્યુ ઉદ્ઘાટનPM મોદીએ દુનિયાની સૌથી લાંબી સુરંગ 'અટલ ટનલ'નુ કર્યુ ઉદ્ઘાટન

English summary
Karan johar post a letter to PM Narendra modi about the film industry and his plan goes viral.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X