For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરણ જોહરની સફાઈ - મારા ઘરની પાર્ટીમાં નહોતી આવી ડ્રગ્ઝ, ક્ષિતિજ વિશે કહી આ વાત

કરણે કહ્યુ કે હું ના તો ખુદ ડ્રગ્ઝનુ સેવન કરુ છુ અને ના તો તેને પ્રોત્સાહન આપુ છુ.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડમાં ડ્રગ્ઝ માટે NCB ગાળિયો કસી દીધો છે. આ કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે અને ધરપકડ થઈ રહી છે. આ દરમિયાન નિર્માતા કરણ જોહરે શુક્રવારે કહ્યુ કે ઘણા મીડિયા/સમાચાર ચેનલો સમાચાર રિપોર્ટો પ્રસારિત કરી રહ્યા છે કે ક્ષિતિજ પ્રસાદ અને અનુભવ ચોપડા મારા સહયોગી કે નજીકના સહયોગી છે. હું એક વાત સ્પષ્ટ કરી દેવા માંગુ છુ કે હું આ વ્યક્તિઓને વ્યક્તિગત રીતે નથી જાણતો. એટલુ જ નહિ કરણ જોહર તરફથી સફાઈમાં કહેવામાં આવ્યુ કે મારા ઘરે 28 જુલાઈ, 2019ની જે પાર્ટીમાં ડ્રગ્ઝના સેવનની વાત કહેવામાં આવી રહી છે તે સંપૂર્ણપણે ખોટી છે. પહેલા પણ આના પર સફાઈ આપી ચૂક્યો છુ અને આજે પણ કહી રહ્યો છુ કે મારા ઘરે હોસ્ટ કરવામાં આવેલી પાર્ટીમાં કોઈ પ્રકારની ડ્રગ્ઝ આવી નહોતી અને ના કન્ઝ્યુમ કરવામાં આવી હતી. કરણે કહ્યુ કે હું ના તો ખુદ ડ્રગ્ઝનુ સેવન કરુ છુ અને ના તો તેને પ્રોત્સાહન આપુ છુ.

લેટર જારી કરીને કરણ જોહરે આપી સફાઈ

લેટર જારી કરીને કરણ જોહરે આપી સફાઈ

ક્ષિતિજ પ્રસાદને કસ્ટડીમાં લીધા બાદ કરણ જોહરે ટ્વિટર પર એક લેટર જારી કર્યો. તેણે લખ્યુ, 'અમુક ન્યૂઝ ચેનલ, પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખોટી અને ભ્રામક માહિતી ફેલાવી રહ્યા છે કે મે 28 જુલાઈ 2019ન રોજ પોતાના ઘરે પાર્ટીનુ આયોજન કર્યુ જેમાં નશીલા પદાર્થોનુ સેવન કરવામાં આવ્યુ. હું પહેલા કહી ચૂક્યો છુ કે બધા આરોપ ખોટા છે. હું ફરીથી કહુ છુ કે આરોપ સંપૂર્ણપણે નિરાધાર અને ખોટા છે. પાર્ટીમાં કોઈ પણ માદક પદાર્થનુ સેવન કરવામાં આવ્યુ નહોતુ. હું કહેવા માંગુ છુ કે હું નશીલા પદાર્થોનુ ના તો સેવન કરુ છુ અને ના તેને પ્રમોટ કરુ છુ.' તેણે કહ્યુ કે છેલ્લા કેટલાક દિવસોમાં મીડિયાએ વિકૃત અને ખોટા આરોપોનો સહારો લીધો છે. મને આશા છે કે મીડિયાના સભ્ય સંયમ વર્તશે. અન્યથા મારી પાસે કોઈ વિકલ્પ નહિ બચે છેવટે મારે કાનૂની અધિકારોનો ઉપયોગ કરવો પડશે.

ક્ષિતિજ રવિ અને અનુભવ ચોપડા વિશે કહી આ વાત

ક્ષિતિજ રવિ અને અનુભવ ચોપડા વિશે કહી આ વાત

કરણે કહ્યુ કે મીડિયા ખોટી રીતે ધર્મા પ્રોડક્શન વિશે મિસલિડ થઈ રહી છે. જે 2 લોકોને ધર્મા પ્રોડક્શન સાથે જોડીને મારા નજીકના કે ખૂબ નજીકના ગણાવવામાં આવી રહ્યા છે તેમની સાથે મારે કે ધર્મા પ્રોડક્શનને કોઈ સંબંધ નથી અને ના હું તેમને પર્સનલી જાણુ છુ. બહાર તે પોતાની લાઈફમાં શું કરે છે તેનાથી ધર્મા પ્રોડક્શન અને મારે કોઈ લેવાદેવા નથી. ક્ષિતિજ રવિ પ્રસાદ ધર્મા પ્રોડક્શનની સિસ્ટર કંપની ડ્રામેટિક એન્ટરટેઈનમેન્ટમાં વર્ષ 2019માં કૉન્ટ્રાક્ટ પર જોડાયા છે. જે મેટરલાઈઝ થઈ શક્યુ નથી. જ્યારે અનુભવ ચોપડાને ધર્મા પ્રોડક્શન સાથે કોઈ સંબંધ નથી. માત્ર 2 મહિના માટે તે એક શોર્ટ ફિલ્મ માટે સેકન્ડ આસિસટન્ટ ડાયરેક્ટર તરીકે નવેમ્બર 2011 અને જાન્યુઆરી 2012માં અમારી સાથે જોડાયા હતા જે વર્ષ 2013માં રિલીઝ થઈ ત્યારબાદથી તેમનો ધર્મા પ્રોડક્શન સાથે કોઈ સંબંધ નથી.

ક્ષિતિજના ઘરમાંથી મળી હતી ડ્રગ્ઝ

તમને જણાવી દઈએ કે શુક્રવારે ક્ષિતિજનુ નામ ડ્રગ મામલે સામે આવ્યા બાદ એનસીબીએ તેમના ઘરે રેડ પાડી. રેડમાં ક્ષિતિજના ઘરેથી એનસીબીને ડ્રગ્ઝ પણ મળી આવી. અભિનેત્રી રકુલપ્રીતની પૂછપરછ દરમિયાન તેણે 4 લોકોના નામ લીધા હતા જેમાં ક્ષિતિજનુ નામ પણ સામે આવ્યુ હતુ. જણાવવામાં આવી રહ્યુ છે કે ક્ષિતિજ પ્રસાદ કથિત રીતે ડ્રગ્ઝ સપ્લાય કરતો હતો. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી. સાથે જ અનુભવ ચોપડાને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો. જો કે બાદમાં તેને જવા દીધો. બંનેને કરણ જોહરની પાર્ટી વિશે પણ પૂછવામાં આવ્યુ.

જાણો એસપી બાલાસુબ્રમણ્યમ વિશે કેટલીક રસપ્રદ વાતોજાણો એસપી બાલાસુબ્રમણ્યમ વિશે કેટલીક રસપ્રદ વાતો

English summary
Karan Johar reaction on drug allegations of his party - I do not consume narcotics nor promote its consumption
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X