દસ વરસ બાદ દેખાશે અભિષેક-કરીનાની જોડી!
મુંબઈ, 17 જૂન : સાંભળવા મળે છે કે ફરી એક વાર બે સુંદર સિતારાઓ રૂપેરી પડદે નજરે પડી શકે છે. નહિં સમજ્યા આપ કે અમે કોની વાત કરીએ છીએ? અમે વાત કરીએ છીએ અભિનેતા અભિષેક બચ્ચન અને અભિનેત્રી કરીના કપૂર અંગે કે જેમને દિગ્દર્શક ઉમેશ શુક્લા પોતાની આગામી ફિલ્મ મેરે અપનેમાં સાથે લાવવાની તૈયારી કરી રહ્યાં છે.

સમાચારો મળે છે કે ઉમેશ શુક્લાએ બંને સાથે વાત કરી છે. અભિષેક તો અગાઉથી જ મેરે અપને ફિલ્મ માટે ફાઇનલ હતાં, પરંતુ કરીનાએ અત્યાર સુધી કોઈ જવાબ નથી આપ્યું, પણ લાગે છે કે કરીના કપૂર માની જશે.
જો એમ થાય, તો પૂરા દસ વરસ બાદ અભિષેક-કરીના એક સાથે દેખાશે, કારણ કે બંનેએ દસ વરસ અગાઉ બરજાત્યાની ફ્લૉપ ફિલ્મ મૈં પ્રેમ કી દીવાની હૂં ફિલ્મમાં સાથે કામ કર્યુ હતું. જોકે બંનેએ એક સાથે જ પોતાનું બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. જે પી દત્તાની રિફ્યૂજી ફિલ્મ સાથે 2000માં બંનેએ એન્ટ્રી કરી હતી, પરંતુ ત્યારે અભિષેક અને કરીનાના મોટા બહેન કરિશ્મા કપૂરના લગ્ન થવાના હતાં. અભિ-કરિશ્માના સગપણ થઈ ગયા હતાં, પણ 2003 સુધીમાં આ સગપણ તુટી ગયું અને આની અસર અભિષેક-કરીનાની જોડી ઉપર પણ પડી. એટલે જ બંનેએ કોઈ ફિલ્મમાં કામ કર્યું નહિં.
ઉમેશ શુક્લાની છેલ્લી ફિલ્મ ઓહ માય ગૉડ હતી કે જેમાં અક્ષય કુમાર તથા પરેશ રાવલ હતાં. ફિલ્મ હિટ રહી હતી.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
