Kareena Kapoor Net Worth: આલીશાન ઘર, મોંઘી કારો, રૉયલ લાઈફ, કરીના કપૂરની કુલ નેટવર્થ જાણીને ચોંકી જશો
Kareena Kapoor Net Worth: બૉલિવુડની બેબો કરીના કપૂરે વર્ષ 2000માં ફિલ્મ 'રેફ્યુજી'થી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. તે પછી તેણે અત્યાર સુધીની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. આજે તેનું નામ બૉલિવુડની ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે.
કરીના કપૂર કપૂર પરિવારની હોવાથી બાળપણથી જ લક્ઝરી લાઈફ જીવે છે. આજે, 21 સપ્ટેમ્બર 2023ના રોજ, કરીના તેનો 43મો જન્મદિવસ ઉજવી રહી છે, આવો જાણીએ તેની કુલ સંપત્તિ વિશે વિગતો.

ફેમસ એક્ટર રણધીર કપૂરની દીકરી કરીના કપૂર ફિલ્મોમાં આવતા પહેલા જ લક્ઝરી લાઈફ જીવતી હતી. 23 વર્ષની ઉંમરે બૉલિવુડમાં એન્ટ્રી કરનાર બેબો આજે ઈન્ડસ્ટ્રીના હાઈ પેઈડ એક્ટર્સમાં સામેલ છે. તેની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો, તે લગભગ 60 મિલિયન ડોલર છે.
રિપોર્ટસ મુજબ કરીના કપૂર એક ફિલ્મ માટે 10 કરોડ રૂપિયા લે છે. આ સિવાય તે દર વર્ષે 10-12 કરોડ રૂપિયાની કમાણી કરે છે. જ્યારે માસિક ધોરણે આ આંકડો 1 કરોડથી વધુ રહે છે. ફિલ્મો સિવાય અભિનેત્રી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઘણી કંપનીઓ પાસેથી મોટી રકમ લે છે.
નોંધનીય છે કે કરીના કપૂરે સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે. બંને મુંબઈમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટમાં રહે છે. જેની કિંમત કરોડોમાં છે. આ સિવાય સૈફ અલી ખાનનું પટૌડી હાઉસ પણ છે, જેની કિંમત લગભગ 800 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. અભિનેત્રી ઘણીવાર આ ઘરની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
આ સિવાય અન્ય અભિનેત્રીઓની જેમ કરીના કપૂરને પણ મોંઘી કારનો શોખ છે. તેમના કાર કલેક્શનમાં મર્સિડીઝ-બેન્ઝ એસ-ક્લાસ, ઑડી-આર8, લેક્સસ એલએક્સ 470, લેન્ડ રોવર ડિફેન્ડર અને રેન્જ રોવર વોગ જેવા અનેક લક્ઝરી વાહનોનો સમાવેશ થાય છે. એકંદરે કરીના કપૂર રૉયલ લાઈફ જીવે છે.












Click it and Unblock the Notifications
