ક્રિસમસના રંગે રંગાયું બૉલીવુડ, કરીનાએ સપરિવાર કરી ઉજવણી
મુંબઈ, 25 ડિસેમ્બર : આજે દેશ ભરમાં ક્રિસમસની ઉજવણી થઈ રહી છે અને આ ઉજવણીમાંથી બૉલીવુડ પણ બાકાત રહ્યુ નથી. બૉલીવુડની અનેક અભિનેત્રીઓએ સાંતા અવતાર ધરી આ તહેવારની ઉજવણી કરી છે, તો અનેક અભિનેતાઓ-અભિનેત્રીઓએ ક્રિસમસ પર્વની શુભેચ્છાઓ પાઠવી છે
દરમિયાન એક ક્રિસમસ પાર્ટીમાં કરીના કપૂર પોતાના આખા પરિવાર સાથે નજરે પડ્યાં. કરીના સાથે તેમના માતા બબીતા, બહેન કરિશ્મા કપૂર, તેમના બંને સંતાનો હતાં, તો મલાઇકા અરોરા ખાન અને તેમના પતિ, બહેન અને બનેવીએ પણ આ ક્રિસમસ પાર્ટીમાં હાજરી આપી હતી. બૉલીવુડ ઉપર ક્રિસમસનુ રંગ છવાઈ ગયું છે. કેટલાંક કલાકારો તો ક્રિસમસ પ્રસંગે રજા પર ઉતરી ગયાં છે, તો કેટલાંક ટ્વિટર વડે ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવી.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

ક્રિસમસ ઉજવણીમાં કરીના
બૉલીવુડમાં ક્રિસમસ પ્રસંગે યોજાયેલી એક ઉજવણીમાં પોતાના ભાણિયા કિયાન સાથે કરીના કપૂર.

અમૃતા અરોરા
ક્રિસમસની ઉજવણીમાં પોતાના પતિ સાથે અમૃતા અરોરા.

અરબાઝ
ક્રિસમસની ઉજવણીમાં પુત્ર સાથે અરબાઝ ખાન.

બબીતા-કરીના
ક્રિસમસની ઉજવણીમાં માતા બબીતા સાથે કરીના.

ડીનો
ક્રિસમસની ઉજવણીમાં ડીનો મોરિયા.

કરિશ્મા
ક્રિસમસની ઉજવણીમાં પુત્ર કિયાન અને પુત્રી સમાયરા સાથે કરિશ્મા કપૂર.

મલાઇકા
ક્રિસમસની ઉજવણીમાં મલાઇકા અરોરા ખાન.

અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું - સૌને ક્રિસમસની શુભેચ્છા... ઈશ્વર કરે કે આ વર્ષ સૌના જીવનમાં ખુશીઓ, આનંદ, સંતુષ્ટિ, શાંતિ, સમજણ, આરોગ્ય અને પરિવાર સાથે વધુમાં વધુ દિવસ પસાર કરાવની સોગાત લાવે.

અક્ષય કુમાર
અક્ષય કુમારે જણાવ્યું - સૌને ક્રિસમસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વર્ષના અંતે હું પોતાના પરિવાર સાથે રજા ઉજવીશ.. અને પોતાના નાનકડા પુત્રને ક્રિસમસની ઝાકઝમાળ અને શ્રેષ્ઠ સજાવટ પ્રત્યે હર્ષોલ્લાસ સાથે ઝૂમતા જોવાનો આનંદ માણીશ.

ફરહાન અખ્તર
ફરહાન અખ્તરે ટ્વીટ કર્યું - આપ સૌને અને આપના પ્રિયજનોને ક્રિસમસની શુભેચ્છાઓ.

મનોજ બાજપાઈ
મનોજ બાજપાઈએ પોતાના ટ્વિટર સંદેશમાં જણાવ્યું - ક્રિસમસનો પોતાનો ઉપહાર અને ક્રિસમસ ટ્રી મેળવ્યા બાદ પોતાની દીકરીના ચહેરા પર આવેલી ખુશી જોવા કરતાં વધુ કિંમતી કંઈ નથી. ક્રિસમસની શુભેચ્છાઓ.

નરગિસ ફખરી
નરગિસ ફખરીએ જણાવ્યું - જેમના હૃદયમાં ક્રિસમસની ખુશી નથી. તેમને કોઈ વૃક્ષની નીચે ખુશી ન મળી શકે. સૌને ક્રિસમસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ: આગામી બે દિવસ બાદ પલટાશે હવામાન, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી









Click it and Unblock the Notifications
