For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રીજી વાર પ્રેગ્નેન્સીના સમાચારો પર કરીનાની સફાઈ, કહ્યુ - સૈફ દેશની વસ્તીમાં પહેલા જ ઘણુ યોગદાન આપી ચૂક્યા

કરીનાએ પોતે એક પોસ્ટ લખીને પોતાની પ્રેગ્નન્સી અંગે સ્પષ્ટતા કરી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી કરીના કપૂરની પ્રેગ્નન્સીના સમાચાર છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. લોકો અનુમાન લગાવી રહ્યા છે કે કરીના કપૂર ખાન ત્રીજી વખત ગર્ભવતી છે. વાસ્તવમાં કરીના કપૂરે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તેનું બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યુ હતુ. કરીના તેને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. કરીનાની આ તસવીર પછી લોકો એવી વાતો કરવા લાગ્યા કે કરીના ત્રીજી વખત પ્રેગ્નન્ટ છે. વાસ્તવમાં લંડન ટ્રિપ દરમિયાન કરીનાએ પોતાનો એક જૂનો ફોટો પોસ્ટ કર્યો હતો. ફોટામાં કરીનાનુ ફૂલેલુ પેટ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. હવે કરીનાએ પોતે એક પોસ્ટ લખીને પોતાની પ્રેગ્નન્સી અંગે સ્પષ્ટતા કરી છે.

હું પ્રેગ્નેન્ટ નથી

હું પ્રેગ્નેન્ટ નથી

પ્રેગ્નેન્સીના સમાચાર પર ખુલાસો કરતી વખતે કરીના કપૂરે કહ્યુ કે તે પ્રેગ્નન્ટ નથી. હકીકતમાં છેલ્લા ઘણા દિવસોથી તે પ્રેગ્નન્સીના સમાચારને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આ અહેવાલો પર કરીનાએ પોતે સ્પષ્ટતા કરી છે અને કહ્યુ છે કે તે ગર્ભવતી નથી. કરીના કપૂરે તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરીને પ્રેગ્નન્સીના સમાચારને મજાકમાં નકારી કાઢ્યા છે. લોકોને કરીનાની આ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે.

સૈફની કરી મજાક

સૈફની કરી મજાક

કરીના કપૂરે ખૂબ જ ફની રીતે ખુલાસો કર્યો છે કે તે પ્રેગ્નન્ટ નથી. ઈન્સ્ટા સ્ટોરી પર પોસ્ટ શેર કરતા કરીનાએ લખ્યુ- આ પાસ્તા અને વાઈનનો કમાલ છે. તમે રિલેક્સ રહો.. હું પ્રેગ્નેન્ટ નથી. કરીનાએ આગળ લખ્યુ- સૈફ કહી રહ્યા છે કે એ દેશની વસ્તીમાં પહેલા જ ઘણુ યોગદાન આપી ચૂક્યા છે. જે રીતે કરીનાએ પ્રેગ્નન્સીના સમાચારને નકારી કાઢ્યા છે, લોકો તેની સ્ટાઈલને ખૂબ પસંદ કરી રહ્યા છે.

સૈફ અલી ખાનને 4 બાળકો

સૈફ અલી ખાનને 4 બાળકો

તમને જણાવી દઈએ કે કરીના પહેલા સૈફ અલી ખાને અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. તેના પહેલા લગ્નથી તેને બે બાળકો સારા અલી ખાન અને ઈબ્રાહીમ અલી ખાન છે. ત્યારબાદ તેણે કરીના કપૂર સાથે લગ્ન કર્યા. આ લગ્નમાં તેમને બે બાળકો પણ છે તૈમૂર અને જેહ. હાલમાં કરીના પોતાની ફિલ્મો પર ધ્યાન આપી રહી છે. તેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. કરીના તેની ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

60ની ઉંમરમાં હવે નહિ થાય કોઈ બાળક

60ની ઉંમરમાં હવે નહિ થાય કોઈ બાળક

તમને જણાવી દઈએ કે આ ઈન્ટરવ્યુ દરમિયાન કરીનાએ કહ્યુ હતુ કે સૈફે 20થી 50 સુધીના દરેક દાયકામાં પિતા બનવાનો આનંદ માણ્યો છે અને હવે તે નથી ઈચ્છતી કે સૈફને 60 વર્ષની ઉંમરે આગામી બાળક થાય. એક ફેશન મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં કરીનાએ કહ્યુ હતુ કે સૈફ દર દાયકામાં બાળકનો પિતા બની ગયો છે. 20થી 50ના દાયકામાં તે બાળકના પિતા બન્યા અને હવે મે તેમને કહ્યુ છે કે તેમના જીવનના 60મા વર્ષમાં આવું કંઈ થવાનુ નથી. કરીનાએ સૈફને એક સારો પિતા ગણાવ્યો અને કહ્યુ કે તે પોતાના ચાર બાળકોનુ સંપૂર્ણ ધ્યાન રાખે છે.

English summary
Kareena Kapoor Denies Pregnancy Rumours said, Saif Ali Khan Has Already Contributed very much in Population
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X