કરીનાની પ્રથમ ઑફિશિયલ કરવા ચોથ
મુંબઈ, 2 નવેમ્બર : કરીના કપૂરની આજે પ્રથમ કરવા ચોથ છે. આ અગાઉ કરીના કપૂરે ફિલ્મ કભી ખુશી કભી ગમમાં હૃતિક રોશન માટે કરવા ચોથનો ઉપવાસ કર્યો હતો. અને હવે તેમણે પોતાના ઑફિશિયલ પતિ સૈફ અલી ખાન માટે વ્રત રાખવાનું વિચાર્યું છે. એમ તો આ વાત અંગે હજુ સુધી કોઈ પાકી ખબર નથી આવી, પરંતુ ગૉસિપ એમ જ છે કે કરીનાએ આજે પોતાના પતિના લાંબા આયુષ્ય માટે ઉપવાસ કર્યો છે.

સૂત્રોએ જણાવ્યું કે સૈફ અને કરીના આજનો દિવસ એક-બીજા સાથે ઉજવશે, કારણ કે હાલ તેઓ બંને પોતાના કામકાજથી ફ્રી છે. એમ પણ બતાવાયું છે કે કરીના કપૂરે સૈફ અલી ખાન માટે ઉપવાસ કર્યો છે અને આ તેમની ત્રીજી કરવા ચોથ છે, પરંતુ ઑફિશિયલી આ પ્રથમ કરવા ચોથ હશે.
બીજી બાજુ સૈફે કરીના કપૂરને જણાવ્યું છે કે તેઓ આવતાં કેટલાંક દિવસો સુધી પોતાની જાતને કામકાજથી દૂર રાખે અને કોઈ પણ પ્રકારના કમિટમેંટ ના કરે, કારણ કે તેઓ બંને ટુંકમાં જ હનીમૂન પ્લાન વિચારી રહ્યાં છે. ગૉસિપ એમ પણ છે કે તમામ ફિલ્મ મેકર્સ આ નવી પરીણિત જોડીને પોતાની ફિલ્મમાં લેવા આતુર છે અને તમામ તેમને એપ્રોચ કરવાના પ્રયત્નો કરી રહ્યાં છે, પરંતુ હાલ બંને રજાના મૂડમાં છે અને હાલ તો તેમણે કોઈ પણ ફિલ્મ સાઇન નહીં કરવાનો નિર્ણય કર્યો છે.












Click it and Unblock the Notifications
