સૈફ અલી ખાન ફરીથી પિતા બન્યા, કરીના કપૂરે દીકરાને જન્મ આપ્યો
સૈફ અલી ખાન ફરીથી પિતા બન્યા, કરીના કપૂરે દીકરાને જન્મ આપ્યો
બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર કાને ફરીથી દીકરાને જન્મ આપ્યો છે. કરીના કપૂર અને તેના પતિ સૈફ અલી ખાન ફરીથી માતા-પિતા બન્યા છે. કરીના કપૂર અને બાળક બંને સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. કરીના કપૂર અને સૈફ અલી ખાનના પરિવાર તરફથી આ અંગે હજી કોઈ માહિતી નથી આપી. કરીના કપૂર અને સૈફ અલી ખાનનું આ બીજું બાળક છે. 2016માં કરીના કપૂરે પહેલા દીકરા તૈમૂર અલી ખાનને જન્મ આપ્યો હતો.

કરીના કપૂરે શનિવારે સાંજે દીકરાને જન્મ આપ્યો કે રવિવારે વહેલી સવારે તે અંગે હજી સુધી કોઈ માહિતી નથી મળી શકી. ફરીથી માતા પિતા બનવા પર કરીના કપૂર અને સૈફ અલીન ખાનને બૉલીવુડ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી છે. મનીષ મલ્હોત્રાએ લખ્યું, "અભિનંદન, કરીના કપૂર અને સૈફ અલી ખાન."
રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહનીએ સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો કે દંપતિએ ફરી એકવાર દીકરાને જન્મ આપ્યો છે. નોંધનીય છે કે તૈમૂરની મા કરીનાએ ઓગસ્ટ 2020માં પોતાની બીજી પ્રેગ્નેન્સી વિશે જણાવ્યું હતું. કરીના અને સૈફે કહ્યું હતું કે, "અમને જણાવીને બહુ ખુશી થઈ રહી છે કે અમે અમારા પરિવાર માટે વધુ એક સભ્યની ઉમ્મીદ કરી રહ્યા છીએ. તમને બધા જ શુભચિંતકોને પ્રેમ માટે ધન્યવાદ."
કરીના કપૂર અને સૈફ અલી ખાન ફિલ્મ ટશન અને ઓમકારા જેવી ફિલ્મોના સહ કલાકાર રહી ચૂક્યા છે. સૈફ અલી ખાને કરીના કપૂર સાથે 16 ઓક્ટોબર 2012ના રોજ લગ્ન કર્યાં હતાં.
-
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain




Click it and Unblock the Notifications
