Video: હાથમાં પાવડો લઈ ખેતરમાં કામ કરતી જોવા મળી કરીના કપૂર ખાન
સુપરસ્ટાર અભિનેત્રી કરીના કપૂર ખાન એટલી મોટી સુપરસ્ટાર છે અને તેના પતિ છોટે નવાબ સૈફ અલી ખાન છે પરંતુ હાલમાં કરીના કપૂર ખાન ખેતરોમાં કામ કરી રહી છે.
સુપરસ્ટાર અભિનેત્રી કરીના કપૂર ખાન એટલી મોટી સુપરસ્ટાર છે અને તેના પતિ છોટે નવાબ સૈફ અલી ખાન છે પરંતુ હાલમાં કરીના કપૂર ખાન ખેતરોમાં કામ કરી રહી છે. અરે, અમે મજાક નથી કરી રહ્યા પરંતુ હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કરીના કપૂર ખાન હાથમાં પાવડો લઈને ખેતરમાં ખોદકામ કરતી જોવા મળી રહી છે.

કરીના કપૂર ખાન ખુશ
આ વીડિયો સામે આવ્યા બાદ ઘણો વધુ વાયરલ પણ થઈ રહ્યો છે. તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે કરીના કપૂર ખાન ઘણી વધુ ખુશ છે અને પોતાની મદદ માટે કોઈને પાસે પણ આવવા દેવા નથી ઈચ્છતી. જો કે આ વીડિયો કેમ બનાવવામાં આવ્યો અને આની પાછળનો હેતુ શું હતો. તે હજુ સુધી સામે નથી આવ્યુ પરંતુ કરીના કપૂર ખાનનો આ નવો અવતાર લોકોને ઘણો વધુ પસંદ આવવાનો છે.
|
વીડિયો વાયરલ
આ વીડિયો ઉપરાંત પણ તેના અમુક ફોટા છે જેમાં તે પોતાના માટીવાળા હાથ પણ બતાવી રહી છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો કરીના કપૂર, આમિર ખાન સાથે લાલ સિંહ ચઢ્ઢામાં કામ કરી રહી છે. ફિલ્મની કહાની ટૉમ હેંક્સની હોલિવુડ ફિલ્મ ફોરેસ્ટ ગંપમાંથી લેવામાં આવી છે.
|
માટીવાળા હાથ
ફિલ્મ ક્રિસમસ 2020માં રિલીઝ કરવામાં આવશે. આ ઉપરાંત તે રાજ મહેતાની ફિલ્મ ગુડ ન્યૂઝમાં અક્ષય કુમારની ઑપોઝીટ જોવા મળશે અને આ ફિલ્મ 27 ડિસેમ્બરે, 2019ના રોજ રિલીઝ થશે.












Click it and Unblock the Notifications
