જ્યારે કરીનાએ ટી સ્ટૉલે લીધો અજયનો ઇંટરવ્યૂ
ભોપાલ, 16 ફેબ્રુઆરી : આજકાલ નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ ઝાની સત્યાગ્રહ ફિલ્મનું શૂટિંગ મધ્ય પ્રદેશના ચિખલૌદ ખાતે ચાલી રહ્યું છે કે જ્યાં કરીના કપૂરે ચાની એક દુકાને અજય દેવગણનો ઇંટરવ્યૂ લીધો.

નોંધનીય છે કે કરીના કપૂર ફિલ્મ સત્યાગ્રહમાં પત્રકારનો રોલ કરી રહ્યાં છે. શુટિંગ દરમિયાન પોતાના પસંદગીના સ્ટાર્સને જોવા લોકો ઘેરી વળ્યાં. તેથી થોડાંક સમય માટે શૂટિંગ રોકવું પડ્યું. તેથી પ્રકાશ ઝાએ તે સ્થળને કવર કરાવી શૉટ પૂર્ણ કરાવ્યો. આ ફિલ્મનો પ્રથમ શૉટ છે.
કહેવાય છે કે ફિલ્મ અણ્ણા હઝારેના આંદોલન અને લોકપાલ બિલ ઉપર આધારિત છે. ફિલ્મ ઑગસ્ટમાં રિલીઝ થવાની શક્યતા છે. સત્યાગ્રહ અગાઉ પ્રકાશ ઝાની રાજકારણ પર આધારિત ફિલ્મ રાજનીતિ આવી ચુકી છે કે જે એક મલ્ટીસ્ટારર ફિલ્મ હતી. તે ફિલ્મમાં રણબીર કપૂર, કૅટરીના કૈફ, અજય દેવગણ અને અર્જુન રામપાલ હતાં. સત્યાગ્રહ ફિલ્મનું શૂટિંગ ભોપાલથી 15 કિલોમીટર દૂર ચિખલૌદ ખાતે ચાલી રહ્યું છે.












Click it and Unblock the Notifications
