કરીનાને મળી રોમાંચક ફિલ્મ, બૉમ્બે સમુરાઈમાં ફરહાન સાથે દેખાશે
મુંબઈ, 30 નવેમ્બર : બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂરનું કૅરિયર દેવ બેનેગલની ફિલ્મ બૉમ્બે સમુરાઈ સાથે એક નવી રોમાંચક કક્ષાએ વધતુ દેખાય છે. લગ્ન બાદ કરીના કપૂર પ્રકાશ ઝા નિર્મિત સત્યાગ્રહ ફિલ્મમાં અનિચ્છાએ એક ધર્મયોદ્ધા તથા ગોરી તેરે પ્યાર મેં ફિલ્મમાં એક સમ્પૂર્ણપણે મૂર્ખતાપૂર્ણ સામાજિક કાર્યકરની ભૂમિકામાં છટપટાતા દેખાયાં. અંતે લગ્ન બાદ પહેલી વાર તેમને યોગ્ય ફિલ્મ મળી ગઈ લાગે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બૉમ્બે સમુરાઈ ફિલ્મ રોમાંચક વળાંકો ધરાવતી વાર્તા છે. તેમાં સાતથી આઠ મુખ્ય પાત્રો છે, પણ કરીના અને ફરહાન અખ્તર જ વાર્તાના સંવાહક છે. બંને એવા યુગલની ભૂમિકામાં છે કે જે આપણી ફિલ્મોમાં અગાઉ ક્યારેય નથી દેખાયાં. તેઓ નિરાળા અને અણધાર્યાં છે. બંને કલાકારોને જોશપૂર્ણ પાત્ર ભજવવાની તક મળશે. કરીના કપૂર અને ફરહાન અખ્તર બંને સાથે કામ કરવાના ઇચ્છુક હતાં.
ફરહાનનું કહેવું છે - હું કરીનાનું કામ જોઈ ચુક્યો છું. તેઓએ સતત ઉત્કૃષ્ટતા જાળવી રાખી છે. હું તેમની સાથે કામ કરવા માંગતો હતો. દેવની ફિલ્મ અમે કંઈક અલગ કરવાની તક આપે છે. કરીનાનું પણ કહેવું છે - હું બહુપ્રતિભાશાળી હોવાના કારણે ફરહાનના વખાણ કરુ છું. ફરહાન ઉપરાંત કયા દિગ્દર્શકે અભિનેતા તરીકે આટલું સારૂ કામ કર્યું છે? ભાગ મિલ્ખા ભાગ ફિલ્મમાં તેમનો અભિનય જોઈ મારા શ્વાસ રોકાઈ ગયાં. હું તેમની સાથે કામ કરવાની પ્રતીક્ષા કરી રહી છું.
કરીના હાલ સ્વિટ્ઝરલૅન્ડ ખાતે વાર્ષિક રજાઓમાં વ્યસ્ત છે. વૅકેશન ખતમ થયા બાદ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે.
આવો કરીના-ફરહાનના આ વર્ષના કૅરિયર વિશે જાણીએ :

બૉમ્બે સમુરાઈમાં કરીના-ફરહાન
કરીના કપૂર અને ફરહાન અખ્તર દેવ બેનેગલની ફિલ્મ બૉમ્બે સમુરાઈમાં નજરે પડવાનાં છે. કરીનાને એક સફળ ફિલ્મની દરકાર છે. વર્ષ 2013 કરીના માટે ખાસ સફળ રહ્યુ નથી.

સત્યાગ્રહ
કરીનાની વર્ષ 2013ની પ્રથમ ફિલ્મ હતી સત્યાગ્રહ હતી. આ એક મલ્ટીસ્ટારર ફિલ્મ હતી અને કરીનાને આ ફિલ્મની સફળતાનો કોઈ ખાસ શ્રેય ન મળ્યો.

જીટીપીએમ
કરીનાની લીડ રોલ ધરાવતી પહેલી ફિલ્મ આ વર્ષે ગોરી તેરે પ્યાર મેં આવી. ઇમરાન ખાન સાથેની આ ફિલ્મ અપેક્ષિત સફળતા મેળવી શકી નહીં.

શુદ્ધી
જોકે કરીના પાસે આગામી સમયમાં હૃતિક રોશન સાથે શુદ્ધી અને ઇમરાન હાશમી સાથે બદતમીઝ દિલ જેવી ફિલ્મો છે અને બૉમ્બે સમુરાઈ તરીકે તેમાં વધુ એકનો ઉમેરો થયો છે.

ભાગ મિલ્ખા ભાગ
ફરહાન અખ્તરની એક્ટર તરીકે પ્રથમ સફળ ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ રહી કે જે આ જ વર્ષે રિલીઝ થઈ હતી.

શાદી કે સાઇડ ઇફેક્ટ્સ
ફરહાનની આગામી ફિલ્મોમાં વિદ્યા બાલન સાથે શાદી કે સાઇડ ઇફેક્ટ્સ, રૉક ઑન 2 અને ધ્રુવ છે કે જેમાં હવે બૉમ્બે સમુરાઈનો ઉમેરો થયો છે.












Click it and Unblock the Notifications
