#Flashback: જ્યારે કરીનાએ યાદ કરી સૈફ-રોઝા સાથેની ડબલ ડેટ...

એક ચેટ શોમાં કરીના કપૂરે ખુલાસો કર્યો છે કે, તે પોતાના બોયફ્રેન્ડ સાથે સૈફ અને તેની એક્સ ગર્લફ્રેન્ડ સાથે ડબલ ડેટ પર ગઇ હતી.

કરીના કપૂર, શાહિદ કપૂર અને સૈફ અલી ખાનના લવ ટ્રાયેન્ગલ વિશે સૌ જાણે છે, પરંતુ લોકોને એ નહીં ખબર હોય કે, શાહિદ અને કરીના જ્યારે એકબીજાને ડેટ કરતા હતા ત્યારે આ કપલ અને સૈફ અલી ખાન તથા તેની એક્સ ગર્લફ્રેન્ડ સાથે ડબલ ડેટ પર ગયા હતા! જી હા, આ વાત સાચી છે. કરીના કપૂર ખાને જાતે આ રસપ્રદ વાત શેર કરી છે.

ફ્લેશબેક

ફ્લેશબેક

કરીના કપૂર ખાન રિસન્ટલી એક ચેટ શોમાં જોવા મળી હતી, જ્યાં તેણે આ રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. કરીના કપૂરના જણાવ્યા અનુસાર, વર્ષ 2006માં સૈફ અલી ખાન, કરીના કપૂર અને અજય દેવગણ મહાબળેશ્વરમાં 'ઓમકારા'નું શૂટિંગ કરી રહ્યાં હતા ત્યારની આ વાત છે.

ડબલ ડેટ

ડબલ ડેટ

પિંકવિલાની રિપોર્ટ અનુસાર, કરીનાએ આ અંગે વાત કરતાં કહ્યું કે, "તે સમયે સૈફ તેની એક્સ ગર્લફ્રેન્ડ રોઝાને ડેટ કરી રહ્યો હતો અને હું પણ બીજા સાથે રિલેશનમાં હતી. આશ્ચર્યની વાત એ છે કે, તે સમયે શૂટિંગ પછી અમે સૌ સાથે ડિનર પર ગયા હતા!"

કરીના અને શાહિદ

કરીના અને શાહિદ

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2006માં કરીના કોઇ બીજાને નહીં, પરંતુ શાહિદ કપૂરને ડેટ કરી રહી હતી. એનો અર્થ છે કે, કરીના-શાહિદ અને સૈફ-રોઝા સાથે ડિનર ડેટ પર ગયા હતા. સૈફ અને કરીનાએ રિલેશનમાં આવતા પહેલાં 2 ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, 'એલઓસી' અને 'ઓમકારા'.

સૈફ-કરીનાનો પ્રેમ

સૈફ-કરીનાનો પ્રેમ

જો કે, ત્યાર બાદ વર્ષ 2008માં આવેલ ફિલ્મ 'ટશન'ના શૂટિંગ સમયે સૈફ અને કરીના એકબીજાના પ્રેમમાં પડતાં કરીનાએ શાહિદ કપૂર સાથે બ્રેકઅપ કરી દીધું હતું. હાલ આ ત્રણેય એક્ટર્સ પોતાની લાઇફમાં આગળ વધી ચૂક્યાં છે.

સૈફને યાદ નથી આ ડબલ ડેટ

સૈફને યાદ નથી આ ડબલ ડેટ

કરીનાએ આગળ કહ્યું કે, સૈફને જ્યારે પણ હું કિસ્સો યાદ અપાવું તો એ આશ્ચર્ય પામીને કહે છે, 'ખરેખર? મને યાદ નથી.' અને હું એને કહું છું કે, તેણે ખૂબ સહેલાઇથી આવી કેટલીક વાતો પોતાની મેમરીમાંથી ઇરેઝ કરી દીધી છે.

કૉફી વિથ કરણ

કૉફી વિથ કરણ

કરીના કપૂર જ્યારે પ્રેગનન્સી સમયે 'કૉફી વિથ કરણ' ચેટ શો પર આવી હતી, ત્યારે પણ તેણે પોતાના આ લવ ટ્રાએન્ગલ વિશે રસપ્રદ વાત કહી હતી. તે સમયે શાહિદ અને સૈફ વિશાલ ભારદ્વાજની ફિલ્મ 'રંગૂન'નું શૂટિંગ કરી રહ્યાં હતા. કરીનાને કરણે પૂછ્યું કે, જો તે અને સૈફ શાહિદ સાથે લિફ્ટમાં ફસાઇ જાય તો કરીના શું કરે?

કરીનાનો રસપ્રદ જવાબ

કરીનાનો રસપ્રદ જવાબ

કરીનાએ જરા પણ ખચકાયા વગર હસતા હસતા જવાબ આપ્યો હતો કે, તો હું વિશાલને ફોન કરીને ત્યાં બોલાવું અને કહું કે, 'રંગૂન'નું શૂટિંગ શરૂ કરો. હું હિરોઇનનો રોલ પ્લે કરવા તૈયાર છું. આ સમયે કરીના પ્રેગનન્ટ હતી. લગ્ન બાદ કરીનાએ પણ શાહિદ સાથે ફિલ્મ 'ઉડતા પંજાબ'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેમનો એક પણ સિન સાથે નથી, પરંતુ ફિલ્મની પ્રમોશનલ ઇવેન્ટમાં બંન્ને સાથે જોવા મળ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X