For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરીના કપૂર ખાનનો ખુલાસો- આમિર ખાનની લાલ સિંહ ચડ્ડા માટે ઓડિશન આપવું પડ્યું

કરીના કપૂર ખાનનો ખુલાસો- આમિર ખાનની લાલ સિંહ ચડ્ડા માટે ઓડિશન આપવું પડ્યું

|
Google Oneindia Gujarati News

અભિનેત્રી કરીના કપૂર ખાન હાલમાં ફિલ્મ લાલ સિંહ ચડ્ડાને લઈને ઘણી ચર્ચામાં છે અને તે આ ફિલ્મમાં આમિર ખાન સાથે જોવા મળશે. આ પહેલા પણ તે આમિર ખાન સાથે ફિલ્મ 3 ઇડિયટ્સમાં જોવા મળી હતી જે એક બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી. પરંતુ હવે એક એવા સમાચાર આવી રહ્યા છે જે તમને આશ્ચર્યચકિત કરી શકે છે. નોંધપાત્ર વાત એ છે કે કરીના કપૂર ખાન પાસે આટલો અનુભવ હોવા છતાં તેમને આ ફિલ્મ માટે ઓડિશન આપવું પડ્યું હતું.

કરીનાએ આ વાતનો ખુલાસો એક ઇન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો અને કહ્યું હતું કે તેમણે આ ફિલ્મ માટે 19 વર્ષમાં પહેલી વાર ઓડિશન આપ્યું હતું. સાથે તેમને જણાવ્યું કે આમિર ખાને તેમને આ ફિલ્મને લઈને કોલ કર્યો હતો અને કહ્યું હતું કે તમારે આ ફિલ્મની કહાની સાંભળવી જોઈએ.

કરીનાનો ખુલાસો

કરીનાનો ખુલાસો

કરીના કપૂર ખાનને આ કહાની ખૂબ પસંદ આવી અને ફિલ્મ માટે સંમત થઈ ગઈ. બાદમાં તેમને ઓડિશન પણ આપવું પડ્યું હતું, ત્યારબાદ તેણીની પસંદગી કરવામાં આવી હતી. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન પછી આ આમિર ખાનની આગામી ફિલ્મ હશે. આમિર આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મની કહાની ફોરેસ્ટ ગમ્પ નામના પાત્રની જેવી જ છે. જે માનસિક રીતે ભલે સંપૂર્ણ વિકસિત નથી. કરીના કપૂર ખાન પણ લાંબા સમય પછી જોવા મળશે.

આવું પાત્ર ભજવશે

આવું પાત્ર ભજવશે

આમિર ખાન આ ફિલ્મમાં એક શીખની ભૂમિકામાં જોવા મળશે. તેઓએ તેમના શરીરમાં ઘટાડો કર્યો છે.

રિમેક

રિમેક

ફિલ્મની કહાની વિશે વાત કરવામાં આવે તો આ ફિલ્મ હોલીવુડની ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની હિન્દી રિમેક હશે.

આમિર ખાનનો અભિપ્રાય

આમિર ખાનનો અભિપ્રાય

આ ફિલ્મ માટે, આમિર ખાનનો અભિપ્રાય છે કે તમે આ ફિલ્મને આખા પરિવાર સાથે બેસીને જોઈ શકો છો.

આ ફોરેસ્ટ ગમ્પ

આ ફોરેસ્ટ ગમ્પ

ફોરેસ્ટ ગમ્પ 1994 માં આવેલી હોલીવુડની રોમેન્ટિક-કૉમેડી ડ્રામા છે. તે તે વર્ષની સર્વશ્રેષ્ઠ હોલીવુડ ફિલ્મ હતી. એટલું જ નહીં, આ ફિલ્મે તે વર્ષે બેસ્ટ એક્ટરનો એવોર્ડ સહિત 6 ઓસ્કાર એવોર્ડ પોતાના નામે કર્યા હતા.

આ જોડી ફરી જોવા મળશે

આ જોડી ફરી જોવા મળશે

ફિલ્મ 3 ઇડિયટ્સમાં આમિર ખાન અને કરીના કપૂર ખાનની જોડીને ખુબ પસંદ કરવામાં આવી હતી. હવે આ જોડી ફરીવાર ધમાકો કરશે.

Pics: દિવાળી પર કંઈક આ અંદાજમાં દેખાઈ સની લિયોન, ફેમિલી સાથે ક્યુટ ફોટા વાયરલPics: દિવાળી પર કંઈક આ અંદાજમાં દેખાઈ સની લિયોન, ફેમિલી સાથે ક્યુટ ફોટા વાયરલ

English summary
karina kapoor relieved, she had to give audition for amir's lal singh chaddha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X