સુશાંત- સારા બ્રેકઅપઃ કંગનાએ કરીના પર આરોપ લગાવ્યો, કહ્યું મને પણ મારી નાખત
સુશાંત- સારા બ્રેકઅપઃ કંગનાએ કરીના પર આરોપ લગાવ્યો, કહ્યું મને પણ મારી નાખત
સુશાંત સિંહ રાજપૂતના કેસને લઈ કેટલાય નામ ચર્ચામાં છે. કંગના રાણાવત બેબાકીથી આ કેસમાં પોતાના નિવેદનો આપી રહી છે. આ વખતે એક ચેનલ સાથે વાતચીતમાં તેમણે સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂત કેસને લઈ ચોંકાવનારા નિવેદનો આપ્યાં છે. કંગનાએ બંનેના રિલેશન અને બ્રેકઅપને લઈ કરીના કપૂર ખાન પર નિશાન સાધ્યું છે.
હાલ સીબીઆઈની એક મહિનાથી સુશાંત કેસમાં તપાસ ચાલુ છે. જો કે હજી સુધી સુશાંતના મોતનું કોઈ કારણ સામે નથી આવ્યું. પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં વાત સામે આવી કે સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂત એકબીજાને ડેટ કરી ચૂક્યા છે.

સારાને ડેટ કરી
કેદારનાથની રિલીઝ દરમ્યાન બંનેનું બ્રેકઅપ થઈ ચૂક્યું હતું. આ સમગ્ર મામલે હજી સુધી સારા અલી ખાન તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

સુસાઈડ ગેંગે મને ટાર્ગેટ કરી
ટાઈમ્સ નાઉ સાથે વાતચીતમાં કંગના રાણાવતે કહ્યું કે મૂવી માફિયા, જેમણે સુશાંતને બેન કર્યા મેં એ લોકો વિશે ખુલ્લીને વાત કરી. જે કોઈપણ પ્રોડક્શન હાઉસે સુશાંતને ટાર્ગેટ કર્યો, તેને બેન કર્યા. તેમના જે પ્રિય પાલતૂ મીડિયા છે, જેમણે તેના કેરેક્ટર પર હુમલો કર્યો. આ સુસાઈડ ગેંગે પણ મને ટાર્ગેટ કરી.

સુશાંત- સારાના બ્રેકઅપ પર કરીનાનું નામ લીધું
કંગના રાણાવતે કહ્યું કે જ્યારે સુશાંત સારા અલી ખાનને પણ ડેટ કરી રહ્યો હતો તો તે લોકો એવું જ ઈચ્છતા હતા કે તેમનું બ્રેકઅપ થઈ જાય. કંગના રાણાવતે કરીના કપૂરનું નામ લેતા કહ્યું, કરીનાએ પણ કહ્યું કે તેના પહેલા હીરો (સુશાંત)ને ડેટ ના કર પ્લીઝ.

હું ડ્રગ રેકેટથી ડરી ગઈ હતી
સુશાંત કેસને લઈ કંગનાએ કહ્યું કે અમે બધાએ જોયું કેવી રીતે સુશાંતના પિતાએ પોલીસની ખામીની ફરિયાદ કરી. મેં ડ્રગ રેકેટનો ભાંડાફોડ કર્યો, હું ડરેલી હતી. તેથી મેં કેન્દ્ર પાસે સુરક્ષાની માંગ કરી હતી.

મેં મરાઠીઓ વિશે કંઈક કહ્યું…
તેઓ આગળ કહે છે કે મેં મરાઠીઓ વિશે કંઈક કહ્યું, પોલિટિકલ પાર્ટીઓએ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક લોકો સાથે હાથ મિલાવી લીધો. જો મને સુરક્ષા ના મળત તો મને પણ મારી નાખત.

સારા અલી ખાન પર દબાણ હતું
કંગના રાણાવતે કહ્યું કે અગાઉ સારા અને સુશાંતના રિલેશન પર કંગના રાણાવતે કહ્યું હતું કે મને લાગે છે કે સારા અલી ખાન સુશાંતને જરૂર પ્યાર કરતી હતી. લાગે છે કે સારા દબાણમાં હતી. સારા અને સુશાંત એકબીજાને પ્રેમ કરતા હતા.

સુશાંતના નજીકનાએ ખુલાસો કર્યો
ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ સાબિર અહમદે બેંકોકની આ ટ્રિપનો ભાગ હતા. આ ટ્રિપ ઘણી મોંઘી હતી. સુશાંત સાથે સાત લોકો પણ ગયા હતા. જેમાં સારા અલી ખાન, સિદ્ધાર્થ ગુપ્તા, કુશલ જાવેરી, અબ્બાસ, સુશાંતના બૉડીગાર્ડ મુસ્તાક પણ સામેલ હતા.

રિયાએ થાઈલેન્ડ ટ્રીપને લઈ આ કહ્યું હતું
રિયા ચક્રવર્તીએ આજતક સાથેના એક ઈન્ટર્વ્યૂમાં કહ્યું કે મારાથી પ એકબે વર્ષ પહેલા તે 6 છોકરા સાથે થાઈલેન્ડ ગયો. ટ્રિપ પર તેણે 70 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. એ ટ્રિપ માટે પ્રાઈવેટ જેટ લીધું હતું. આ એની લાઈફસ્ટાઈલ હતી. તમે કોણ હોવ છો કહેવા વાળા કે એણે શું કરવું ને શું ના કરવું? એની મરજી.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો









Click it and Unblock the Notifications
