
કાર્તિક આર્યન અને કિયારા અડવાણી ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'ના શૂટિંગ માટે પહોંચ્યા અમદાવાદ
કાર્તિક આર્યન અને કિયારા અડવાણી 'ભૂલ ભૂલૈયા 2'ની બમ્પર સફળતા બાદ હવે એક વાર ફરીથી સમીન વિદ્વાનની સત્ય પ્રેમ કી કથા માટે સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મનુ શૂટિંગ અમદાવાદમાં થવાનુ છે અને આના માટે કાર્તિક આર્યન રવાના થઈ ચૂક્યા છે. ફિલ્મનુ શૂટિંગ નવેમ્બરમાં શરુ થઈ જશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કાર્તિક આર્યન આ ફિલ્મમાં એકદમ અલગ ભૂમિકામાં જોવા મળશે.
પિંકવિલાના રિપોર્ટ મુજબ કાર્તિક આર્યન અને કિયારાએ ફિલ્મનુ શૂટિંગ શરુ કરી દીધુ છે. હવે આગામી શિડ્યુલ અમદાવાદમાં છે કારણકે આ શહેર ફિલ્મની કહાનીમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. નિર્દેશક શહેરની ભાવનાને ચિત્રિત કરવા માંગે છે અને ઘણા વાસ્તવિક સ્થળો પર આનુ શૂટિંગ કરશે. આ 15-20 દિવસનુ શિડ્યુલ હશે. આ ફિલ્મ સાજિદ નડિયાદવાલા અને નમાહ પ્રોડક્શન્સ દ્વારા બનાવવામાં આવી રહી છે જે આ વર્ષે પૂર્ણ થશે અને 2023માં રિલીઝ થશે. જોકે સત્તાવાર રિલીઝ તારીખ જાહેર થવાની રાહ જોવાઈ રહી છે.
કાર્તિક આર્યનના વર્કફ્રંટની વાત કરીએ તો તેનુ નામ ઘણી ફિલ્મો સાથે જોડાઈ રહ્યુ છે. શશાંક ઘોષની ફ્રેડીમાં અલાયા એફ સાથે જોવા મળશે. આ ફિલ્મ 2 ડિસેમ્બરે OTT પર રિલીઝ થવાની છે. તેની પાસે રોહિત ધવનની 'શહેજાદા' અને અનુરાગ બાસુની 'આશિકી 3' પણ છે. કાર્તિક આર્યન આશિકી 3માં રશ્મિકા મંદાના સાથે જોવા મળશે. તેવા સમાચાર આવ્યા પછી ફેન્સે કહ્યુ હતુ કે જો રશ્મિકા આશિકી 3માં કાર્તિક સાથે જોડી બનાવશે તો તે ધમાકેદાર સાબિત થશે. જોકે, મેકર્સ દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. કાર્તિક આર્યન એવા સ્ટાર્સમાંથી એક છે જે બહારથી આવીને બૉલિવુડમાં શાનદાર કામ કરીને પોતાનુ સ્થાન બનાવ્યુ છે. તેની ફેન ફોલોઈંગ જોરદાર છે.