Karwa Chauth 2022 : વિરાટ કોહલીથી લઈને રણવીર કપૂર સુધી, આ સ્ટાર પત્ની માટે રાખે છે વ્રત!

આજે કડવા ચૌથ છે. મહિલાઓ આ દિવસે પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. જો કે હવે એ પણ પરંપરા જોવા મળી રહી છે કે કેટલાક પતી પણ પત્ની સાથે વ્રત રાખે છે.

આજે કડવા ચૌથ છે. મહિલાઓ આ દિવસે પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. જો કે હવે એ પણ પરંપરા જોવા મળી રહી છે કે કેટલાક પતી પણ પત્ની સાથે વ્રત રાખે છે. આજે અમે તમને આવા જ કેટલાક સ્ટારની વાત કરવાના છીએ, જે પત્ની સામે પોતે પણ વ્રત રાખે છે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને અભિનેત્રી અનુષ્કા શર્માના પતિ વિરાટ કોહલી પણ પોતાની પત્ની માટે કડવા ચોથનું વ્રત રાખે છે. વર્ષ 2017માં બંને લગ્નના બંધનમાં બંધાયા હતા. વિરાટ અનુષ્કાના લાંબા આયુષ્ય માટે કડવા ચોથનું વ્રત રાખે છે. વિરાટે આ વાતનો ખુલાસો સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કર્યો હતો.

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા વચ્ચે કેટલો પ્રેમ છે તે કહેવાની જરૂર નથી. તેમના લગ્નને 13 વર્ષ થયા છે. જ્યારે શિલ્પા રાજ માટે કડવા ચોથનું વ્રત રાખે છે, ત્યારે તેનો પતિ પણ તેની પત્નીના લાંબા આયુષ્ય માટે ઉપવાસ કરે છે.

​​જય ભાનુશાલી અને માહી વિજ

​​જય ભાનુશાલી અને માહી વિજ

ટીવી ઈન્ડસ્ટ્રીનું પ્રખ્યાત કપલ ​​જય ભાનુશાલી અને માહી વિજ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. જય ભાનુશાલી તેની પત્ની માટે દર વર્ષે કડવા ચોથનું વ્રત રાખે છે. આ વાતનો ખુલાસો ખુદ જયએ કર્યો હતો.

આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપ

આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપ

આયુષ્માન ખુરાનાએ વર્ષ 2008માં તાહિરા કશ્યપ સાથે લગ્ન કર્યા હતા. તે કડવા ચોથનું વ્રત રાખનારા સેલેબ્સમાંના એક છે. વર્ષ 2018માં એક ઈન્ટરવ્યુ દરમિયાન આયુષ્માને કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી અમે કડવા ચોથનું વ્રત એકસાથે રાખીએ છીએ. આ પહેલીવાર છે જ્યારે તાહિરા ઉપવાસ રાખી શકી નથી. એટલા માટે મેં આ વ્રત એકલા જ રાખવાનું નક્કી કર્યું. તમને જણાવી દઈએ કે 2018માં તાહિરાને બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું હતું, જેના કારણે તે ઉપવાસ રાખી શકી ન હતી.

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન બોલિવૂડના ફેમસ કપલમાંથી એક છે. બંનેની જોડી દરેકનું ધ્યાન ખેંચે છે. 2007માં બંનેએ લગ્ન કર્યા હતા. અભિષેક બચ્ચને 2018 માં કહ્યું હતું કે તે ઐશ્વર્યા માટે કડવા ચોથનું વ્રત રાખે છે, એટલું જ નહીં, તેને ટ્વિટ દ્વારા અન્ય પતિઓને પણ આવું કરવા કહ્યું હતું.

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન બોલિવૂડના ફેમસ કપલમાંથી એક છે. બંનેની જોડી દરેકનું ધ્યાન ખેંચે છે. 2007માં બંનેએ લગ્ન કર્યા હતા. અભિષેક બચ્ચને 2018 માં કહ્યું હતું કે તે ઐશ્વર્યા માટે કડવા ચોથનું વ્રત રાખે છે, એટલું જ નહીં, તેને ટ્વિટ દ્વારા અન્ય પતિઓને પણ આવું કરવા કહ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X